યૂના ૪:૧-૧૧

  • યૂના ગુસ્સે થાય છે અને મરી જવા ચાહે છે (૧-૩)

  • યહોવા યૂનાને દયાનો બોધપાઠ શીખવે છે (૪-૧૧)

    • “શું ગુસ્સે થવાનું તારી પાસે કોઈ વાજબી કારણ છે?” ()

    • દૂધીના વેલાનો ઉપયોગ કરીને શીખવ્યું (૬-૧૦)

 પણ એનાથી યૂનાને બહુ જ ખોટું લાગ્યું અને તે ગુસ્સાથી તપી ગયો. ૨  તેણે યહોવાને પ્રાર્થના કરી: “હે યહોવા, હું મારા દેશમાં હતો ત્યારે જેવું વિચારતો હતો, આખરે એવું જ થયું ને! એટલે જ હું તાર્શીશ નાસી જવા માંગતો હતો.+ હું જાણતો હતો કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો, જલદી ગુસ્સે ન થનાર ઈશ્વર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ હું જાણતો હતો કે તમે તમારો નિર્ણય બદલશો અને આફત નહિ લાવો. ૩  હે યહોવા, મહેરબાની કરીને મારો જીવ લઈ લો. જીવવા કરતાં તો મરવું વધારે સારું છે.”+ ૪  યહોવાએ તેને પૂછ્યું: “શું ગુસ્સે થવાનું તારી પાસે કોઈ વાજબી કારણ છે?” ૫  પછી યૂના શહેરની બહાર જઈને પૂર્વ બાજુએ બેઠો. તેણે પોતાના માટે એક માંડવો ઊભો કર્યો અને શહેરનું શું થશે એ જોવા એની નીચે બેઠો.+ ૬  ત્યારે યહોવા ઈશ્વરે દૂધીનો એક વેલો* ઉગાડ્યો. એ વેલો એવી રીતે વધ્યો, જેથી યૂનાને છાયો અને રાહત મળે. દૂધીનો વેલો જોઈને યૂના ખૂબ ખુશ થઈ ગયો. ૭  પણ બીજે દિવસે વહેલી સવારે સાચા ઈશ્વરે એક ઇયળ* મોકલી. ઇયળે વેલાને કરડી ખાધો અને એ વેલો સુકાઈ ગયો. ૮  સૂર્ય ઊગ્યો ત્યારે, ઈશ્વરે પૂર્વ દિશાથી ગરમ પવન પણ ચલાવ્યો. સૂર્યનો તાપ યૂનાના માથા પર એટલો આકરો થયો કે, તે બેભાન જેવો થઈ ગયો. તે મોત માંગતા વારંવાર કહેવા લાગ્યો, “જીવવા કરતાં તો મરવું વધારે સારું છે.”+ ૯  ઈશ્વરે યૂનાને કહ્યું: “દૂધીના વેલાને કારણે તું ગુસ્સે થાય છે, શું એ વાજબી છે?”+ તેણે કહ્યું: “હા, મારો ગુસ્સો વાજબી છે. મને એટલો ગુસ્સો આવે છે કે મારે મરી જવું છે.” ૧૦  યહોવાએ તેને કહ્યું: “એ દૂધીના વેલા માટે તેં મહેનત કરી નથી કે એને ઉગાડ્યો નથી. એ વેલો એક રાતે ઊગ્યો અને એક જ રાતમાં સુકાઈ ગયો. તેમ છતાં, એ વેલા માટે તને દુઃખ થાય છે. ૧૧  તો શું મને આ મોટા શહેર નિનવેહ+ પર અને એમાંનાં જાનવરો પર દયા ન આવે? એ શહેરમાં ૧,૨૦,૦૦૦ કરતાં વધારે લોકો છે, જેઓ ખરા-ખોટા વચ્ચેનો ફરક* પણ જાણતા નથી.”+

ફૂટનોટ

અથવા, “કૃપા.”
અથવા કદાચ, “એરંડાનો છોડ.”
અથવા, “કીડો.”
અથવા, “જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એ.”