યોએલ ૩:૧-૨૧

  • યહોવા બધી પ્રજાઓનો ન્યાય કરે છે (૧-૧૭)

    • યહોશાફાટની ખીણ (, ૧૨)

    • ન્યાયચુકાદાની ખીણ (૧૪)

    • યહોવા, ઇઝરાયેલ માટે કિલ્લો (૧૬)

  • યહોવા પોતાના લોકોને આશીર્વાદ આપે છે (૧૮-૨૧)

 “જુઓ! એ દિવસોમાં અને એ સમયેજ્યારે હું યહૂદાના અને યરૂશાલેમના ગુલામોને પાછા લાવીશ,+  ૨  ત્યારે હું બીજી પ્રજાઓને પણ ભેગી કરીશઅને તેઓને યહોશાફાટની* ખીણમાં દોરી લાવીશ. ત્યાં મારા લોકો અને મારા વારસા ઇઝરાયેલ વતીહું એ પ્રજાઓનો ન્યાય કરીશ,+કેમ કે તેઓએ મારા લોકોને બીજી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છેઅને મારો દેશ અંદરોઅંદર વહેંચી લીધો છે.+  ૩  તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને+ મારા લોકોને વહેંચી લીધા છે. તેઓએ વેશ્યાને વેતન ચૂકવવા છોકરાઓને વેચી દીધા છે,અને દ્રાક્ષદારૂ પીવા છોકરીઓને વેચી દીધી છે.  ૪  હે તૂર અને સિદોન, હે પલિસ્તના બધા વિસ્તારો,મારી સાથે આ રીતે વર્તવાની તમારી હિંમત કેવી રીતે થઈ? શું તમે કશાનો બદલો લઈ રહ્યા છો? જો તમે બદલો લઈ રહ્યા હો,તો હું જરાય મોડું કર્યા વગર, જલદી જ તમારા પર બદલો વાળીશ.+  ૫  કેમ કે તમે મારું સોનું-ચાંદી છીનવી લીધું છે,+તમે મારો ઉત્તમ ખજાનો ઉપાડીને તમારાં મંદિરોમાં લઈ ગયા છો.  ૬  યહૂદા અને યરૂશાલેમના લોકોને પોતાના વતનથી દૂર કરવા,તમે તેઓને ગ્રીક લોકોને વેચી દીધા છે.+  ૭  પણ તમે જ્યાં તેઓને વેચી દીધા છે, ત્યાંથી હું તેઓને પાછા લાવીશ,+તમારો બદલો હું તમારા જ માથે વાળી આપીશ.  ૮  હું તમારાં દીકરા-દીકરીઓને યહૂદાને વેચી* દઈશ,+યહૂદા તેઓને શેબા દેશના માણસોને વેચી દેશે,હા, દૂર દેશના એ માણસોને વેચી દેશે,કેમ કે યહોવાએ પોતે એવું કહ્યું છે.  ૯  પ્રજાઓમાં જાહેર કરો:+ ‘યુદ્ધ માટે તૈયાર થાઓ! શૂરવીરોમાં જોશ ભરો! બધા લડવૈયાઓ ભેગા થઈને હુમલો કરો!+ ૧૦  તમારા હળની કોશો* ટીપીને તલવારો બનાવો અને દાતરડાંના ભાલા* બનાવો. કમજોર માણસ ભલે કહે: “હું બહુ તાકતવર છું.” ૧૧  હે આસપાસની સર્વ પ્રજાઓ, ભેગી થાઓ+ અને એકબીજાને મદદ કરો!’” હે યહોવા, તમારા યોદ્ધાઓને* એ જગ્યાએ નીચે ઉતારો. ૧૨  “ઓ પ્રજાઓ, ઊઠો અને યહોશાફાટની ખીણમાં આવો,કેમ કે ત્યાં બેસીને હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરીશ.+ ૧૩  દાતરડું ચલાવો, કેમ કે ફસલ પાકી ચૂકી છે. નીચે આવો અને દ્રાક્ષો ખૂંદો, કેમ કે દ્રાક્ષાકુંડો દ્રાક્ષોથી ભરાઈ ગયા છે.+ કુંડો છલકાઈ ગયા છે, કેમ કે પ્રજાઓની દુષ્ટતા વધી ગઈ છે. ૧૪  ન્યાયચુકાદાની ખીણમાં લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં છે,કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ નજીક છે.+ ૧૫  સૂર્ય અને ચંદ્ર પર અંધારું છવાઈ જશે,અને તારાઓની ચમક ખોવાઈ જશે. ૧૬  યહોવા સિયોનમાંથી ગર્જના કરશે,તે યરૂશાલેમમાંથી ઊંચા અવાજે પોકાર કરશે. આકાશ અને પૃથ્વી ધ્રૂજી ઊઠશે,પણ યહોવા પોતાના લોકો માટે આશરો બનશે,+તે ઇઝરાયેલના લોકો માટે કિલ્લો બનશે. ૧૭  તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા તમારો ઈશ્વર છું,હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહું છું.+ યરૂશાલેમ પવિત્ર જગ્યા બનશે,+અને પરદેશીઓ* એમાં ક્યારેય પગ મૂકશે નહિ.+ ૧૮  એ દિવસે પહાડોમાંથી મીઠો દ્રાક્ષદારૂ ટપકશે,+ટેકરીઓ પર દૂધની ધારા વહેશે,યહૂદાના ઝરાઓ પાણીથી ખળખળ વહેશે. યહોવાના મંદિરમાંથી ઝરણું ફૂટી નીકળશે,+અને શિટ્ટીમની* ખીણને પાણી સિંચશે. ૧૯  પણ ઇજિપ્ત* ખંડેર બની જશે+અને અદોમ ઉજ્જડ થઈ જશે,+કેમ કે તેઓએ યહૂદાના લોકો પર જુલમ ગુજાર્યો છે+અને તેઓના દેશમાં નિર્દોષ લોકોનું ખૂન કર્યું છે.+ ૨૦  પણ યહૂદામાં કાયમ માટે વસ્તી રહેશે,યરૂશાલેમમાં પેઢી દર પેઢી આબાદી રહેશે.+ ૨૧  તેઓના માથે જે લોહીનો દોષ હતો, એ હું દૂર કરીશ+અને હું યહોવા સિયોનમાં રહીશ.”+

ફૂટનોટ

અર્થ, “યહોવા ન્યાયાધીશ છે.”
અથવા, “યહૂદાના હાથમાં સોંપી.”
એટલે કે, જમીન ખેડવાનું લોઢાનું સાધન.
અથવા, “બરછીઓ.”
અથવા, “શક્તિશાળી જનોને.”
અથવા, “અજાણ્યાઓ.”
અર્થ, “બાવળનાં વૃક્ષો.”
અથવા, “મિસર.”