સફાન્યા ૩:૧-૨૦
૩ બંડખોર, ભ્રષ્ટ અને જુલમી નગરીને અફસોસ!+
૨ તેણે મારું કહ્યું માન્યું નથી,+ તેણે મારી શિખામણ* સ્વીકારી નથી.+
તેણે યહોવામાં ભરોસો મૂક્યો નથી,+ તે પોતાના ઈશ્વરની નજીક ગઈ નથી.+
૩ તેના અધિકારીઓ ગર્જના કરનાર સિંહો છે,+તેના ન્યાયાધીશો રાતના વરુઓ છે,તેઓ ચાવવા માટે સવાર સુધી એકેય હાડકું છોડતા નથી.
૪ તેના પ્રબોધકો* ઉદ્ધત અને કપટી છે,+તેના યાજકો પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરે છે,+તેઓ નિયમનો ભંગ કરે છે.+
૫ તારી વચ્ચે રહેનાર યહોવા ન્યાયી* છે,+ તે કંઈ ખોટું કરતા નથી.
જેમ રોજ સવારે સૂર્ય ઊગે છે,તેમ તે રોજ સવારે પોતાનો ન્યાય જાહેર કરે છે.+
પણ દુષ્ટોમાં કંઈ લાજ-શરમ નથી.+
૬ “મેં દેશોનો વિનાશ કર્યો છે, એના ખૂણાના મિનારા ઉજ્જડ થઈ ગયા છે.
મેં તેઓની શેરીઓ ખેદાન-મેદાન કરી નાખી છે, કોઈ ત્યાંથી પસાર થતું નથી.
તેઓનાં શહેરો ખંડેર થઈ ગયાં છે, એમાં કોઈ માણસ રહ્યો નથી, એકેય રહેવાસી રહ્યો નથી.+
૭ મેં કહ્યું: ‘હવે તું જરૂર મારો ડર રાખીશ અને મારી શિખામણ માનીશ,’*+જેથી એ બધાનો હું તેની પાસે હિસાબ ન માંગું*અને તેના રહેઠાણોનો વિનાશ ન થાય.+
પણ તેઓ તો દુષ્ટ કામો કરવા વધારે ઉતાવળા બન્યા.+
૮ યહોવા જાહેર કરે છે, ‘હું લોકો પર હુમલો કરું અને તેઓની સંપત્તિ લૂંટવા આવું* એ દિવસ સુધી,તમે આતુરતાથી* મારી રાહ જુઓ.+
કેમ કે મેં દેશોને ભેગા કરવાનું, રાજ્યોને એકઠા કરવાનું નક્કી કર્યું છે,જેથી હું મારો રોષ, મારો સળગતો કોપ તેઓ પર રેડી દઉં.+
મારા ક્રોધની જ્વાળાથી આખી પૃથ્વી ભસ્મ થઈ જશે.+
૯ ત્યાર પછી હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ,જેથી તેઓ બધા યહોવાના નામે પોકાર કરે
અને ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.’*+
૧૦ વેરવિખેર થયેલા મારા લોકો, જેઓ મને આજીજી કરે છે,તેઓ ઇથિયોપિયાની નદીઓના વિસ્તારથી મારા માટે ભેટ લાવશે.+
૧૧ જે કામો કરીને તેં મારી સામે બંડ કર્યું છે,એને લીધે તારે એ દિવસે શરમાવું પડશે નહિ.+
કેમ કે હું તારામાંથી એવા લોકોને દૂર કરીશ, જેઓ ઘમંડથી બડાઈ હાંકે છેઅને મારા પવિત્ર પર્વત પર તું ક્યારેય ઘમંડી બનશે નહિ.+
૧૨ હું તારામાં નમ્ર અને દીન-દુખિયાને રહેવા દઈશ,+તેઓ યહોવાના નામમાં આશરો લેશે.
૧૩ ઇઝરાયેલના બાકી રહેલા લોકો+ દુષ્ટ કામો કરશે નહિ,+તેઓ જૂઠું બોલશે નહિ, તેઓની જીભ કપટી વાતો કરશે નહિ,તેઓ ખાશે* અને નિરાંતે સૂઈ જશે, તેઓને કોઈ ડરાવશે નહિ.”+
૧૪ હે સિયોનની દીકરી, હર્ષનો પોકાર કર!
હે ઇઝરાયેલ, વિજયનું ગીત ગા!+
હે યરૂશાલેમની દીકરી, ખુશ થા અને પૂરા દિલથી આનંદ મનાવ!+
૧૫ યહોવાએ તારી સજા માફ કરી છે.+
તેમણે તારા દુશ્મનને હાંકી કાઢ્યો છે.+
ઇઝરાયેલના રાજા યહોવા તારી સાથે છે.+
હવે કોઈ પણ આફતથી તને ડર લાગશે નહિ.+
૧૬ એ દિવસે યરૂશાલેમને કહેવામાં આવશે:
“હે સિયોન, તું ડરીશ નહિ.+
તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ.
૧૭ તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.+
શૂરવીર યોદ્ધાની જેમ તે તને બચાવશે.
તારા લીધે તે ખૂબ ખુશ થશે.+
તારા પર તેમને પ્રેમ છે, એટલે તે શાંત પડશે.*
તારા લીધે તે આનંદનો પોકાર કરશે.
૧૮ તારા તહેવારોમાં હાજર ન રહેવાને લીધે જેઓ દુઃખી છે, તેઓને હું ભેગા કરીશ,+તેઓ તહેવારોમાં આવ્યા ન હતા, કેમ કે તેઓ ગુલામીમાં અપમાન સહી રહ્યા હતા.+
૧૯ જુઓ! એ સમયે હું તારા સતાવનારાઓ વિરુદ્ધ પગલાં ભરીશ,+જેઓ લંગડાય છે, તેઓને હું બચાવીશ,+જેઓ વિખેરાઈ ગયા છે, તેઓને હું ભેગા કરીશ,+જે દેશોમાં તેઓએ શરમાવું પડ્યું હતું,ત્યાં હું તેઓને પ્રશંસા અને નામના અપાવીશ.
૨૦ એ સમયે હું તમને પાછા લાવીશ,એ સમયે હું તમને એકઠા કરીશ.
હું તમને પૃથ્વીના સર્વ લોકો આગળ પ્રશંસા અને નામના અપાવીશ+અને હું તમારા ગુલામોને તમારી નજર સામે પાછા લાવીશ,” એવું યહોવા કહે છે.+
ફૂટનોટ
^ મૂળ, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.
^ અથવા, “અને સુધારો કરીશ.”
^ અથવા, “એ બધા માટે તેને શિક્ષા ન કરું.”
^ અથવા કદાચ, “હું સાક્ષી તરીકે ઊભો થઉં.”
^ અથવા, “ધીરજથી.”
^ અથવા, “એક થઈને તેમની ભક્તિ કરે.”
^ અથવા, “ચરશે.”
^ અથવા, “ચૂપ થશે; આરામ મેળવશે; સંતોષ પામશે.”