હઝકિયેલ ૧૫:૧-૮

  • યરૂશાલેમ નકામો દ્રાક્ષાવેલો (૧-૮)

૧૫  ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨  “હે માણસના દીકરા, શું દ્રાક્ષાવેલાનું લાકડું જંગલનાં કોઈ વૃક્ષ કે વૃક્ષોની ડાળી કરતાં ચઢિયાતું છે? ૩  શું એનું લાકડું કોઈ કામમાં આવે છે? અથવા શું લોકો વાસણ લટકાવવા એમાંથી ખૂંટો બનાવે છે? ૪  જુઓ, એ આગ સળગાવવા વપરાય છે. આગ એના બંને છેડાઓ ભસ્મ કરી નાખે છે અને વચલો ભાગ પણ બાળી નાખે છે. પછી શું એ કોઈ કામ આવશે? ૫  એ આખું હતું ત્યારે પણ કંઈ કામનું ન હતું. તો પછી આગમાં બળીને રાખ થયા પછી એ શું કામનું!” ૬  “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જેમ જંગલનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનું લાકડું મેં આગ સળગાવવા આપી દીધું છે, તેમ હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.+ ૭  હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ. તેઓ આગમાંથી બચી ગયા છે, પણ હવે આગ તેઓને ભસ્મ કરી નાખશે. હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+ ૮  “‘હું એ દેશ ઉજ્જડ કરી નાખીશ+ કેમ કે તેઓ બેવફા બન્યા છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

ફૂટનોટ