હઝકિયેલ ૧૯:૧-૧૪

  • ઇઝરાયેલના મુખીઓ વિશે વિલાપગીત (૧-૧૪)

૧૯  “ઇઝરાયેલના મુખીઓ વિશે તું મોટા અવાજે વિલાપગીત* ગા. ૨  તું કહે,‘તમારી માની સરખામણી શાની સાથે કરાય? તે તો સિંહોમાં રહેતી સિંહણ હતી. તે શક્તિશાળી સિંહો વચ્ચે પડી રહેતી અને પોતાનાં બચ્ચાં મોટાં કરતી.  ૩  તેણે પોતાના એક બચ્ચાને મોટું કર્યું. તે શક્તિશાળી સિંહ બન્યો,+તે શિકાર કરતા શીખ્યો,તે માણસને પણ ફાડી ખાતો.  ૪  પ્રજાઓએ તેના વિશે સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવીને પકડી લીધો. તેને આંકડીઓ ભેરવીને તેઓ ઇજિપ્ત લઈ ગયા.+  ૫  સિંહણે રાહ જોઈ અને આખરે જોયું કે તેના આવવાની કોઈ આશા નથી. એટલે તેણે બીજું એક બચ્ચું મોટું કર્યું અને તેને શક્તિશાળી સિંહ બનાવીને મોકલ્યો.  ૬  તે સિંહો સાથે હરી-ફરીને એક શક્તિશાળી સિંહ બન્યો. તે શિકાર કરતા શીખ્યો અને તે માણસને પણ ફાડી ખાતો.+  ૭  તે શિકારની શોધમાં તેઓના મજબૂત ગઢોમાં ફરતો, તેઓનાં શહેરોને ઉજ્જડ કરતો,તેઓના ઉજ્જડ દેશમાં તેની ગર્જનાના પડઘા સંભળાતા.+  ૮  આસપાસના વિસ્તારની પ્રજાઓએ આવીને તેના પર જાળ નાખી,તેઓએ તેને ખાડામાં ફસાવીને પકડી લીધો.  ૯  તેઓએ આંકડી ભેરવીને તેને પાંજરામાં પૂર્યો અને બાબેલોનના રાજા પાસે લઈ ગયા. ત્યાં તેઓએ તેને કેદ કર્યો, જેથી ઇઝરાયેલના પહાડો પર તેનો અવાજ ફરીથી સંભળાય નહિ. ૧૦  તમારી મા પાણી પાસે રોપાયેલા દ્રાક્ષાવેલા* જેવી હતી.+ પુષ્કળ પાણીને લીધે એને ફળ આવ્યાં અને એને ઘણી ડાળીઓ ઊગી નીકળી. ૧૧  દ્રાક્ષાવેલાની ડાળીઓ એટલી મજબૂત હતી કે એનો રાજદંડ બને. એ વધીને બીજાં વૃક્ષો કરતાં પણ ઊંચો થયો. એની ઊંચાઈ અને ઘટાને લીધે એ બધાની નજરે ચઢતો. ૧૨  પણ કોપને લીધે એને જડમૂળથી ઉખેડીને+ ધરતી પર નાખવામાં આવ્યો. પૂર્વના પવનથી એનાં ફળ સુકાઈ ગયાં. એની મજબૂત ડાળીઓ તોડી નંખાઈ, એ સુકાઈ ગઈ+ અને આગમાં ભસ્મ થઈ ગઈ.+ ૧૩  હવે દ્રાક્ષાવેલાને પાણી વગરનાસૂકા વેરાન પ્રદેશમાં રોપવામાં આવ્યો.+ ૧૪  એની ડાળીઓમાંથી આગ ફેલાઈ ગઈ ને કૂંપળો અને ફળને ભસ્મ કરી નાખ્યાં. એની એકેય મજબૂત ડાળી બચી નહિ, એકેય રાજદંડ બચ્યો નહિ.+ “‘આ વિલાપગીત છે અને વિલાપગીત રહેશે.’”

ફૂટનોટ

અથવા, “શોકગીત.”
મૂળ, “તારા લોહીમાંના દ્રાક્ષાવેલા.”