હોશિયા ૩:૧-૫

  • હોશિયા પોતાની વ્યભિચારી પત્નીને કિંમત ચૂકવીને છોડાવે છે (૧-૩)

  • ઇઝરાયેલીઓ યહોવા પાસે પાછા ફરશે (૪, ૫)

 યહોવાએ મને કહ્યું: “ઇઝરાયેલીઓ બીજા દેવો તરફ ફરે છે,+ જૂઠા દેવોને સૂકી દ્રાક્ષનાં ચકતાં* ચઢાવવાનું તેઓને ગમે છે, છતાં યહોવા તેઓને પ્રેમ કરે છે.+ એવી જ રીતે, તું ફરીથી જઈને એ સ્ત્રીને પ્રેમ કર, જે વ્યભિચાર કરે છે અને જેને બીજો માણસ ચાહે છે.”+ ૨  તેથી મેં ચાંદીના ૧૫ ટુકડા અને દોઢ હોમેર* જવ આપીને એ સ્ત્રીને ખરીદી લીધી. ૩  મેં તેને કહ્યું: “તું ઘણા દિવસો સુધી મારી રહીશ. તું વ્યભિચાર ન કરતી. તું બીજા પુરુષો સાથે જાતીય સંબંધ ન બાંધતી. હું પણ તારી સાથે જાતીય સંબંધ નહિ બાંધું.”* ૪  કેમ કે લાંબા સમય* સુધી ઇઝરાયેલીઓ રાજા વગર,+ અધિકારી વગર, બલિદાન વગર, ભક્તિ-સ્તંભ* વગર, એફોદ* વગર+ અને કુળદેવતાની મૂર્તિઓ* વગર+ રહેશે. ૫  ત્યાર બાદ ઇઝરાયેલીઓ પાછા આવશે અને તેઓના ઈશ્વર યહોવાને+ અને તેઓના રાજા દાઉદને શોધશે.+ છેલ્લા દિવસોમાં તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં યહોવા પાસે આવશે, જેથી તેમની ભલાઈનો ફરીથી અનુભવ કરી શકે.+

ફૂટનોટ

એટલે કે, જૂઠી ઉપાસનામાં વપરાતાં ચકતાં.
એક હોમેર એટલે ૨૨૦ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “હું પણ તારી સાથે એવી જ રીતે વર્તીશ.”
મૂળ, “ઘણા દિવસો.”