હોશિયા ૮:૧-૧૪

  • મૂર્તિપૂજાનાં ખરાબ પરિણામો ભોગવવાં (૧-૧૪)

    • પવન વાવવો, વાવાઝોડું લણવું ()

    • ઇઝરાયેલ પોતાના બનાવનારને ભૂલી ગયો છે (૧૪)

 “રણશિંગડું વગાડ!+ ગરુડની જેમ એક દુશ્મન યહોવાના મંદિર વિરુદ્ધ આવે છે,+ કેમ કે મારા લોકોએ મારો કરાર તોડ્યો છે+ અને મારા નિયમ વિરુદ્ધ પાપ કર્યું છે.+  ૨  તેઓ મને પોકાર કરે છે, ‘હે અમારા ઈશ્વર, અમે ઇઝરાયેલના લોકો તમને ઓળખીએ છીએ!’+  ૩  જે સારું છે એનો ઇઝરાયેલે નકાર કર્યો છે.+ દુશ્મન તેનો પીછો કરશે.  ૪  ઇઝરાયેલના લોકોએ રાજાઓ ઠરાવ્યા છે, પણ મારી સંમતિ લીધી નથી. તેઓએ અધિકારીઓ ઠરાવ્યા છે, પણ મારી મંજૂરી લીધી નથી. તેઓએ પોતાના જ નાશ માટે+ સોના-ચાંદીની મૂર્તિઓ બનાવી છે.+  ૫  હે સમરૂન, તારા વાછરડાનો નકાર કરવામાં આવ્યો છે.+ તારી વિરુદ્ધ મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.+ પોતાને શુદ્ધ કરવામાં* તું ક્યાં સુધી ઢીલ કરીશ?  ૬  એ વાછરડું ઇઝરાયેલથી છે. કારીગરે એને બનાવ્યું છે, પણ એ ઈશ્વર નથી. સમરૂનના વાછરડાના ટુકડે-ટુકડા કરી દેવામાં આવશે.  ૭  તેઓ પવન વાવે છે અને વાવાઝોડું લણશે.+ કણસલામાં અનાજ પાકતું નથી,+ ઊપજમાંથી લોટ નીકળતો નથી. જો કશું પાકે પણ ખરું, તો પરદેશીઓ* એને ખાઈ જશે.+  ૮  ઇઝરાયેલને ગળી જવામાં આવશે.+ બીજી પ્રજાઓમાં+ તે નકામા વાસણ જેવો થઈ જશે.  ૯  એકલા-અટૂલા જંગલી ગધેડાની જેમ તેઓ આશ્શૂર પાસે ગયા છે.+ એફ્રાઈમે પૈસા આપીને પ્રેમીઓ રાખ્યા છે.+ ૧૦  ભલે તેઓ* પૈસા આપીને એ પ્રેમીઓને બીજી પ્રજામાંથી લાવ્યા હોય, પણ હું તેઓને ભેગા કરીશ. રાજા અને અધિકારીઓએ લાદેલા ભારને લીધે તેઓ ત્રાસ સહન કરશે.+ ૧૧  અનેક વેદીઓ* બાંધીને એફ્રાઈમે પાપ કર્યું છે.+ એ વેદીઓ વાપરીને તે પાપ કરતો રહે છે.+ ૧૨  મેં તેને ઘણા નિયમો* લખીને આપ્યા, પણ એ તેને અજુગતા લાગે છે.+ ૧૩  તે મને બલિદાનો ચઢાવે છે અને એનું માંસ ખાય છે, પણ યહોવાને એનાથી જરાય ખુશી થતી નથી.+ હું તેની ભૂલ યાદ રાખીશ અને તેના પાપની સજા કરીશ.+ તે ઇજિપ્ત તરફ પાછો ફર્યો છે.*+ ૧૪  ઇઝરાયેલ પોતાના બનાવનારને ભૂલી ગયો છે,+ તેણે મંદિરો બાંધ્યાં છે,+ યહૂદાએ કોટવાળાં અનેક શહેરો બાંધ્યાં છે.+ પણ હું તેનાં શહેરો પર અગ્‍નિ મોકલીશ, જે તેના દરેક શહેરના મિનારાઓને ભસ્મ કરી દેશે.”+

ફૂટનોટ

અથવા, “નિર્દોષ થવામાં.”
અથવા, “અજાણ્યાઓ.”
એટલે કે, એફ્રાઈમના લોકો.
અથવા, “સૂચનો.”
અથવા કદાચ, “તે ઇજિપ્ત પાછો જશે.”