પહેલો કાળવૃત્તાંત ૨:૧-૫૫
૨ ઇઝરાયેલના+ દીકરાઓ આ હતા: રૂબેન,+ શિમયોન,+ લેવી,+ યહૂદા,+ ઇસ્સાખાર,+ ઝબુલોન,+
૨ દાન,+ યૂસફ,+ બિન્યામીન,+ નફતાલી,+ ગાદ+ અને આશેર.+
૩ યહૂદાને એર, ઓનાન અને શેલાહ થયા. એ ત્રણ દીકરાઓ તેને શૂઆની દીકરીથી થયા હતા, જે કનાની હતી.+ પણ યહૂદાનો પ્રથમ જન્મેલો દીકરો એર, યહોવાની* નજરમાં દુષ્ટ હતો. એટલે ઈશ્વરે તેને મારી નાખ્યો.+
૪ યહૂદાની પુત્રવધૂ તામાર+ હતી, જેનાથી તેને પેરેસ+ અને ઝેરાહ થયા. યહૂદાને બધા થઈને પાંચ દીકરાઓ હતા.
૫ પેરેસના દીકરાઓ હેસરોન અને હામૂલ હતા.+
૬ ઝેરાહના દીકરાઓ ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દારા હતા. તેઓ બધા મળીને પાંચ દીકરાઓ હતા.
૭ કાર્મીનો દીકરો આખાર* હતો. તે ઇઝરાયેલ પર મોટી આફત લાવ્યો.*+ તેણે વિનાશને લાયક વસ્તુઓ વિશે આપેલી આજ્ઞા પાળી નહિ.+
૮ એથાનનો દીકરો અઝાર્યા હતો.
૯ હેસરોનના દીકરાઓ યરાહમએલ,+ રામ+ અને કલૂબાય* હતા.
૧૦ હેસરોનથી રામ થયો. રામથી અમિનાદાબ થયો,+ અમિનાદાબથી નાહશોન થયો,+ જે યહૂદાના વંશજોનો મુખી હતો.
૧૧ નાહશોનથી સાલ્મા થયો+ અને સાલ્માથી બોઆઝ+ થયો.
૧૨ બોઆઝથી ઓબેદ થયો અને ઓબેદથી યિશાઈ+ થયો.
૧૩ યિશાઈના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો અલીઆબ, બીજો અબીનાદાબ,+ ત્રીજો શિમઆ,+
૧૪ ચોથો નથાનએલ, પાંચમો રાદ્દાય,
૧૫ છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ.+
૧૬ તેઓની બહેનો સરૂયા અને અબીગાઈલ+ હતી. સરૂયાના ત્રણ દીકરાઓ અબીશાય,+ યોઆબ+ અને અસાહેલ+ હતા.
૧૭ અબીગાઈલે અમાસાને+ જન્મ આપ્યો. અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
૧૮ હેસરોનના દીકરા કાલેબને* પોતાની પત્ની અઝૂબાહથી અને યરીઓથથી આ દીકરાઓ થયા: યેશેર, શોબાબ અને આર્દોન.
૧૯ અઝૂબાહના મરણ પછી કાલેબે એફ્રાથ+ સાથે લગ્ન કર્યું અને તેણે હૂરને+ જન્મ આપ્યો.
૨૦ હૂરથી ઉરી થયો અને ઉરીથી બઝાલએલ+ થયો.
૨૧ હેસરોન ૬૦ વર્ષનો હતો ત્યારે, તેણે ગિલયાદના પિતા+ માખીરની+ દીકરી સાથે લગ્ન કર્યું. હેસરોનને માખીરની દીકરીથી સગૂબ થયો.
૨૨ સગૂબથી યાઈર+ થયો, જેની પાસે ગિલયાદ દેશમાં+ ૨૩ શહેરો હતાં.
૨૩ એ બધા ગિલયાદના પિતા માખીરના વંશજો હતા. પછીથી ગશૂર+ અને સિરિયાએ+ તેઓ પાસેથી હાવ્વોથ-યાઈર+ લીધું. સાથે સાથે કનાથ+ અને એની આસપાસનાં* નગરો, કુલ ૬૦ શહેરો લઈ લીધાં.
૨૪ હેસરોનને+ પોતાની પત્ની અબિયાથી આશ્હૂર+ થયો, જે તકોઆનો+ પિતા* હતો. પણ આશ્હૂરના જન્મ પહેલાં હેસરોનનું કાલેબ-એફ્રાથાહમાં મરણ થયું.
૨૫ હેસરોનના પ્રથમ જન્મેલા યરાહમએલના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો રામ, પછી બૂનાહ, ઓરેન, ઓસેમ અને અહિયા.
૨૬ યરાહમએલની અટારાહ નામે બીજી એક પત્ની હતી. તે ઓનામની મા હતી.
૨૭ યરાહમએલના પ્રથમ જન્મેલા રામના દીકરાઓ માઆસ, યામીન અને એકેર હતા.
૨૮ ઓનામના દીકરાઓ શામ્માય અને યાદા હતા. શામ્માયના દીકરાઓ નાદાબ અને અબીશૂર હતા.
૨૯ અબીશૂરની પત્નીનું નામ અબીહાઈલ હતું, જેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
૩૦ નાદાબના દીકરાઓ સેલેદ અને આપ્પાઈમ હતા. પણ સેલેદને કોઈ દીકરો ન હતો અને તેનું મરણ થયું.
૩૧ આપ્પાઈમનો દીકરો યિશઈ, યિશઈનો દીકરો શેશાન અને શેશાનનો દીકરો આહલાય હતો.
૩૨ શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ યેથેર અને યોનાથાન હતા. પણ યેથેરને કોઈ દીકરો ન હતો અને તેનું મરણ થયું.
૩૩ યોનાથાનના દીકરાઓ પેલેથ અને ઝાઝા હતા. એ યરાહમએલના વંશજો હતા.
૩૪ શેશાનને કોઈ દીકરો ન હતો, ફક્ત દીકરીઓ હતી. શેશાનના એક ચાકરનું નામ યાર્હા હતું, જે ઇજિપ્તનો* હતો.
૩૫ યાર્હા સાથે શેશાને પોતાની દીકરી પરણાવી, જેનાથી યાર્હાને આત્તાય થયો.
૩૬ આત્તાયથી નાથાન થયો અને નાથાનથી ઝાબાદ થયો.
૩૭ ઝાબાદથી એફલાલ થયો અને એફલાલથી ઓબેદ થયો.
૩૮ ઓબેદથી યેહૂ થયો અને યેહૂથી અઝાર્યા થયો.
૩૯ અઝાર્યાથી હેલેસ થયો અને હેલેસથી એલઆસાહ થયો.
૪૦ એલઆસાહથી સિસ્માય થયો અને સિસ્માયથી શાલ્લૂમ થયો.
૪૧ શાલ્લૂમથી યકામ્યા થયો અને યકામ્યાથી અલિશામા થયો.
૪૨ યરાહમએલના ભાઈ કાલેબના*+ દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો મેશા અને મારેશાહના દીકરાઓ. મેશા ઝીફનો પિતા હતો અને મારેશાહ હેબ્રોનનો પિતા હતો.
૪૩ હેબ્રોનના દીકરાઓ કોરાહ, તાપ્પૂઆહ, રેકેમ અને શેમા હતા.
૪૪ શેમાથી રાહામ થયો, જે યોર્કઆમનો પિતા હતો. રેકેમથી શામ્માય થયો.
૪૫ શામ્માયનો દીકરો માઓન હતો. માઓન બેથ-સૂરનો+ પિતા હતો.
૪૬ કાલેબની ઉપપત્ની એફાહે હારાન, મોસા અને ગાઝેઝને જન્મ આપ્યો. હારાનથી ગાઝેઝ થયો.
૪૭ યહદાયના દીકરાઓ રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ અને શાઆફ હતા.
૪૮ કાલેબની ઉપપત્ની માખાહે શેબેર અને તિર્હનાહને જન્મ આપ્યો.
૪૯ સમય જતાં, માખાહને શાઆફ અને શેવા જન્મ્યા. શાઆફ માદમાન્નાહનો+ પિતા હતો. શેવા માખ્બેનાનો અને ગિબયાનો+ પિતા હતો. કાલેબની+ દીકરીનું નામ આખ્સાહ+ હતું.
૫૦ એ કાલેબના વંશજો હતા.
એફ્રાથાહના+ પ્રથમ જન્મેલા દીકરા હૂરના+ દીકરાઓ આ હતા: શોબાલ જે કિર્યાથ-યઆરીમનો+ પિતા હતો,
૫૧ સાલ્મા જે બેથલેહેમનો+ પિતા હતો અને હારેફ જે બેથગાદેરનો પિતા હતો.
૫૨ શોબાલ જે કિર્યાથ-યઆરીમનો પિતા હતો, તેના દીકરાઓ આ હતા: હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોકો.
૫૩ કિર્યાથ-યઆરીમનાં કુટુંબો આ હતાં: યિથ્રીઓ,+ પૂથીઓ, શુમાથીઓ અને મિશ્રાઈઓ. તેઓમાંથી સોરાથીઓ+ અને એશ્તાઓલીઓ+ આવ્યા.
૫૪ સાલ્માના દીકરાઓ આ હતા: બેથલેહેમ,+ નટોફાહ અને આટ્રોથ-બેથ-યોઆબના લોકો, માનાહાથના અડધા ભાગના લોકો તથા સોરઈના લોકો.
૫૫ યાબેસમાં રહેનારા શાસ્ત્રીઓનાં* કુટુંબો આ હતાં: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. તેઓ કેનીઓ+ હતા, જેઓ હામ્માથના વંશજો હતા. હામ્માથ રેખાબના+ કુટુંબનો પિતા હતો.
ફૂટનોટ
^ વધારે માહિતી ક-૪ જુઓ.
^ અર્થ, “મુશ્કેલી લાવનાર; કૃપા ગુમાવનાર.” યહો ૭:૧માં “આખાન.”
^ અથવા, “મુશ્કેલી લાવ્યો; કૃપા ગુમાવી.”
^ ૧કા ૨:૧૮, ૧૯, ૪૨માં “કાલેબ.”
^ ૧કા ૨:૯માં “કલૂબાય.”
^ અથવા, “એના પર આધાર રાખતાં.”
^ આ પુસ્તકમાં અમુક નામ લોકોને બદલે જગ્યાને બતાવે છે. એવા કિસ્સામાં “પિતાનો” અર્થ “સ્થાપક” થઈ શકે.
^ અથવા, “મિસરનો.”
^ ૧કા ૨:૯માં “કલૂબાય.”