પહેલો કાળવૃત્તાંત ૨૪:૧-૩૧

  • દાઉદ યાજકોને ૨૪ સમૂહોમાં વહેંચે છે (૧-૧૯)

  • બાકીના લેવીઓની જવાબદારીઓ (૨૦-૩૧)

૨૪  હારુનના વંશજોના સમૂહો આ પ્રમાણે હતા: હારુનના દીકરાઓ નાદાબ, અબીહૂ,+ એલઆઝાર અને ઇથામાર+ હતા. ૨  નાદાબ અને અબીહૂનું પોતાના પિતા પહેલાં મરણ થયું હતું.+ તેઓને દીકરાઓ ન હતા. પણ એલઆઝાર+ અને ઇથામાર યાજકો તરીકે સેવા આપતા હતા. ૩  એલઆઝારના દીકરાઓમાંથી સાદોક+ અને ઇથામારના દીકરાઓમાંથી અહીમેલેખ સાથે મળીને, દાઉદે હારુનના વંશજોને તેઓની જવાબદારીઓ પ્રમાણે સમૂહોમાં વહેંચી દીધા. ૪  ઇથામારના દીકરાઓ કરતાં એલઆઝારના દીકરાઓમાં વધારે વડાઓ હતા. એટલે તેઓના સમૂહો આ પ્રમાણે પાડવામાં આવ્યા: એલઆઝારના દીકરાઓમાં પોતાના પિતાનાં કુટુંબો પ્રમાણે ૧૬ વડાઓ હતા. ઇથામારના દીકરાઓમાં પોતાના પિતાનાં કુટુંબો પ્રમાણે ૮ વડાઓ હતા. ૫  પવિત્ર સ્થાનની દેખરેખ રાખવા અને સાચા ઈશ્વરની સેવા કરવા માટે એલઆઝારના દીકરાઓમાંથી અને ઇથામારના દીકરાઓમાંથી મુખીઓ હતા. એટલે ચિઠ્ઠીઓ નાખીને+ તેઓને અલગ અલગ ટુકડીઓમાં વહેંચી દેવામાં આવ્યા. ૬  એલઆઝારના દીકરાઓમાંથી પિતાનું એક કુટુંબ અને ઇથામારના દીકરાઓમાંથી પિતાનું એક કુટુંબ વારાફરતી સેવા કરવા માટે પસંદ કરવામાં આવ્યું. લેવીઓના મંત્રી શમાયાએ તેઓનાં નામની નોંધ કરી. તે નથાનએલનો દીકરો હતો. તેણે એ નોંધ રાજા, આગેવાનો, સાદોક+ યાજક, અબ્યાથારના+ દીકરા અહીમેલેખ+ અને યાજકો તથા લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ આગળ કરી. ૭  પહેલી ચિઠ્ઠી યહોયારીબની નીકળી, બીજી યદાયાની, ૮  ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, ૯  પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, ૧૦  સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,+ ૧૧  નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, ૧૨  અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની, ૧૩  તેરમી હુપ્પાહની, ચૌદમી યેશેબઆબની, ૧૪  પંદરમી બિલ્ગાહની, સોળમી ઇમ્મેરની, ૧૫  સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પિસ્સેસની, ૧૬  ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની, ૧૭  એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની, ૧૮  ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી માઆઝ્યાની ચિઠ્ઠી નીકળી. ૧૯  ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ તેઓના પૂર્વજ હારુનને આપેલી આજ્ઞા પ્રમાણે, તેઓ સેવાની જવાબદારી ઉપાડતા હતા. એ ગોઠવણ પ્રમાણે તેઓ યહોવાના મંદિરમાં સેવા કરવા આવતા હતા.+ ૨૦  લેવીના બાકી રહેલા દીકરાઓ આ હતા: આમ્રામનો+ દીકરો શુબાએલ;+ શુબાએલનો દીકરો યેહદયા; ૨૧  રહાબ્યાનો+ દીકરો યિશ્શિયા, જે મુખી હતો. ૨૨  યિસ્હારીઓમાંથી શલોમોથ;+ શલોમોથનો દીકરો યાહાથ; ૨૩  હેબ્રોનના દીકરાઓમાંથી પહેલો યરિયા,+ જે મુખી હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ, ચોથો યકામઆમ; ૨૪  ઉઝ્ઝિએલનો દીકરો મીખાહ; મીખાહનો દીકરો શામીર. ૨૫  મીખાહનો ભાઈ યિશ્શિયા હતો. યિશ્શિયાનો દીકરો ઝખાર્યા હતો. ૨૬  મરારીના+ દીકરાઓ માહલી અને મૂશી હતા; યાઅઝીયાનો દીકરો બનો હતો. ૨૭  મરારીના વંશજો આ હતા: યાઅઝીયાના દીકરાઓમાંથી બનો, શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી હતા. ૨૮  માહલીનો દીકરો એલઆઝાર, જેને કોઈ દીકરો ન હતો.+ ૨૯  કીશનો દીકરો યરાહમએલ હતો. ૩૦  મૂશીના દીકરાઓમાંથી માહલી, એદેર અને યરીમોથ હતા. તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે એ બધા લેવીઓના દીકરાઓ હતા. ૩૧  તેઓએ પોતાના ભાઈઓ, એટલે કે હારુનના દીકરાઓની જેમ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના તથા લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ આગળ ચિઠ્ઠીઓ નાખી.+ પિતાનાં કુટુંબોમાં ભલે કોઈ નાનો હોય કે મોટો, તેઓએ કોઈ ભેદભાવ રાખ્યો નહિ.

ફૂટનોટ