પહેલો કાળવૃત્તાંત ૨૫:૧-૩૧
-
ઈશ્વરના મંદિર માટે સંગીતકારો અને ગાનારાઓ (૧-૩૧)
૨૫ પછી દાઉદે અને મંદિરમાં સેવા આપતા મુખીઓએ આસાફ, હેમાન અને યદૂથૂનના+ અમુક દીકરાઓને અલગ કર્યા. તેઓએ વીણા, તારવાળાં વાજિંત્રો+ અને ઝાંઝ+ વગાડીને ભવિષ્યવાણી કરવાની હતી. એ સેવા માટે પસંદ કરેલા માણસોની યાદી આ હતી:
૨ આસાફના દીકરાઓ ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશારએલાહ. આસાફના દીકરાઓ તેના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. રાજાની સૂચના પ્રમાણે આસાફ ભવિષ્યવાણી જણાવતો હતો.
૩ યદૂથૂનના+ છ દીકરાઓ ગદાલ્યા, સરી, યેશાયાહ, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા હતા.+ તેઓ પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા. યદૂથૂન વીણા વગાડીને ભવિષ્યવાણી કરતો, યહોવાનો આભાર માનતો અને તેમની સ્તુતિ કરતો હતો.+
૪ હેમાનના+ દીકરાઓ બુક્કીયા, માત્તાન્યા, ઉઝ્ઝિએલ, શબુએલ,* યરીમોથ, હનાન્યા, હનાની, એલીયાથાહ, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ હતા.
૫ એ બધા હેમાનના દીકરાઓ હતા. રાજા માટે હેમાન દર્શન જોનાર હતો. તે સાચા ઈશ્વરના સંદેશા જણાવતો અને ઈશ્વરને મહિમા આપતો. એટલે સાચા ઈશ્વરે હેમાનને ૧૪ દીકરાઓ અને ૩ દીકરીઓ આપ્યાં હતાં.
૬ તેઓ બધા પોતાના પિતાના માર્ગદર્શન પ્રમાણે યહોવાના મંદિરમાં ગીતો ગાતા હતા. તેઓ ઝાંઝ, તારવાળાં વાજિંત્રો અને વીણા+ વગાડીને સાચા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા હતા.
આસાફ, યદૂથૂન અને હેમાન તો રાજાના માર્ગદર્શન પ્રમાણે કરતા હતા.
૭ તેઓ અને તેઓના ભાઈઓની સંખ્યા ૨૮૮ હતી. તેઓને યહોવા માટે ગીતો ગાવાની તાલીમ મળી હતી અને બધા એમાં કુશળ હતા.
૮ ભલે નાના હોય કે મોટા, કુશળ હોય કે શિખાઉ, તેઓએ પોતાની ફરજ બજાવવા ચિઠ્ઠીઓ નાખી.+
૯ પહેલી ચિઠ્ઠી આસાફના દીકરા યૂસફની+ નીકળી. બીજી ગદાલ્યાની+ નીકળી (તે, તેના ભાઈઓ અને તેના દીકરાઓ મળીને ૧૨ હતા);
૧૦ ત્રીજી ઝાક્કૂર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૧ ચોથી યિસ્રી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૨ પાંચમી નથાન્યા,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૩ છઠ્ઠી બુક્કીયા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૪ સાતમી યશારએલાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૫ આઠમી યેશાયાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૬ નવમી માત્તાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૭ દસમી શિમઈ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૮ અગિયારમી અઝારએલ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૧૯ બારમી હશાબ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૦ તેરમી શુબાએલ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૧ ચૌદમી માત્તિથ્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૨ પંદરમી યરેમોથ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૩ સોળમી હનાન્યા, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૪ સત્તરમી યોશ્બકાશાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૫ અઢારમી હનાની, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૬ ઓગણીસમી માલ્લોથી, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૭ વીસમી એલીયાથાહ, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૮ એકવીસમી હોથીર, તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૨૯ બાવીસમી ગિદ્દાલ્તી,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૩૦ ત્રેવીસમી માહઝીઓથ,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા;
૩૧ ચોવીસમી રોમામ્તી-એઝેર,+ તેના દીકરાઓ અને ભાઈઓની નીકળી, તેઓ ૧૨ હતા.
ફૂટનોટ
^ ૧કા ૨૫:૨૦ અને ૧કા ૨૪:૨૦માં “શુબાએલ.”