પહેલો કાળવૃત્તાંત ૨૬:૧-૩૨

  • દરવાનોના સમૂહો (૧-૧૯)

  • ભંડારોના ઉપરીઓ અને બીજા અધિકારીઓ (૨૦-૩૨)

૨૬  દરવાનોના+ સમૂહો આ પ્રમાણે હતા: કોરાહીઓમાંથી કોરેનો દીકરો મશેલેમ્યા.+ કોરે આસાફના દીકરાઓમાંથી હતો. ૨  મશેલેમ્યાના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો ઝખાર્યા, બીજો યદીઅએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથનીએલ, ૩  પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન અને સાતમો એલ્યહોએનાય. ૪  ઓબેદ-અદોમના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆહ, ચોથો સાખાર, પાંચમો નથાનએલ, ૫  છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર અને આઠમો પેઉલ્લથાઈ. ઈશ્વરના આશીર્વાદથી ઓબેદ-અદોમને આ દીકરાઓ થયા હતા. ૬  ઓબેદ-અદોમના દીકરા શમાયાના દીકરાઓ તેઓના પિતાના કુટુંબના મુખીઓ હતા, કેમ કે તેઓ શક્તિશાળી અને હોશિયાર હતા. ૭  શમાયાના દીકરાઓ આ હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ અને એલ્ઝાબાદ; તેના ભાઈઓ અલીહૂ અને સમાખ્યા પણ હોશિયાર હતા. ૮  એ બધા ઓબેદ-અદોમના દીકરાઓ હતા. તેઓ, તેઓના દીકરાઓ અને ભાઈઓ કાબેલ હતા અને આ સેવા માટે લાયકાત ધરાવતા હતા. ઓબેદ-અદોમના કુટુંબના ૬૨ માણસો હતા. ૯  મશેલેમ્યાના+ દીકરાઓ અને ભાઈઓ મળીને ૧૮ કાબેલ માણસો હતા. ૧૦  મરારીના દીકરાઓમાંથી હોસાહને દીકરાઓ હતા. તેનો દીકરો શિમ્રી મુખી હતો. તે પ્રથમ જન્મેલો ન હતો, તોપણ તેના પિતાએ તેને મુખી બનાવ્યો હતો. ૧૧  બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા અને ચોથો ઝખાર્યા હતો. હોસાહના દીકરાઓ અને ભાઈઓ મળીને ૧૩ માણસો હતા. ૧૨  દરવાનોના આ સમૂહોમાંથી મુખીઓને પણ પોતાના ભાઈઓની જેમ યહોવાના મંદિરમાં સેવા આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ૧૩  ભલે નાના હોય કે મોટા, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે તેઓએ ચિઠ્ઠીઓ નાખી+ કે કયા દરવાજે કોણ રહેશે. ૧૪  પૂર્વ તરફના દરવાજાની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. પછી તેઓએ તેના દીકરા ઝખાર્યા માટે ચિઠ્ઠીઓ નાખી અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફના દરવાજાની નીકળી. ઝખાર્યા સમજુ સલાહકાર હતો. ૧૫  દક્ષિણના દરવાજાની ચિઠ્ઠી ઓબેદ-અદોમની નીકળી. તેના દીકરાઓને+ ભાગે ભંડારો આવ્યા. ૧૬  પશ્ચિમના દરવાજાની ચિઠ્ઠી શુપ્પીમ અને હોસાહની+ નીકળી. એ દરવાજો ઉપર જતાં મુખ્ય માર્ગની પાસે આવેલા શાલ્લેખેથ દરવાજા પાસે હતો. ત્યાં ચોકીદારોની ટુકડીઓ બાજુ બાજુમાં હતી. ૧૭  રોજ છ લેવીઓ પૂર્વ તરફ, ચાર ઉત્તર તરફ અને ચાર દક્ષિણ તરફ હતા. ભંડારો+ માટે બબ્બે લેવીઓ હતા. ૧૮  પશ્ચિમ તરફ થાંભલાવાળી પરસાળ માટે મુખ્ય માર્ગે+ ચાર અને થાંભલાવાળી પરસાળ પાસે બે હતા. ૧૯  દરવાનોના એ સમૂહો કોરાહીઓના અને મરારીઓના દીકરાઓમાંથી હતા. ૨૦  સાચા ઈશ્વરના મંદિરના ભંડારો અને પવિત્ર* કરેલી વસ્તુઓના+ ભંડારોનો ઉપરી લેવીઓમાંથી અહિયા હતો. ૨૧  લાઅદાનના દીકરાઓ, એટલે કે ગેર્શોનના વંશજના દીકરાઓમાં યહીએલી+ હતો. તે લાઅદાનના પિતાનાં કુટુંબોના વડાઓમાંથી એક હતો. ૨૨  યહીએલીના દીકરાઓમાં ઝેથામ અને તેનો ભાઈ યોએલ હતા. તેઓ યહોવાના મંદિરના ભંડારોના+ ઉપરી હતા. ૨૩  આમ્રામીઓ, યિસ્હારીઓ, હેબ્રોનીઓ અને ઉઝ્ઝિએલીઓમાંથી+ ૨૪  શબુએલ ભંડારોનો ઉપરી હતો. તે ગેર્શોમનો દીકરો હતો, જે મૂસાનો દીકરો હતો. ૨૫  શબુએલના ભાઈઓમાં એલીએઝર,+ તેનો દીકરો રહાબ્યા,+ તેનો દીકરો યેશાયાહ, તેનો દીકરો યોરામ, તેનો દીકરો ઝિખ્રી અને તેનો દીકરો શલોમોથ હતો. ૨૬  શલોમોથ અને તેના ભાઈઓ પવિત્ર કરેલી વસ્તુઓના+ બધા ભંડારોના ઉપરીઓ હતા. રાજા દાઉદે,+ પિતાનાં કુટુંબોના વડાઓએ,+ હજાર હજાર અને સો સોની ટુકડીના મુખીઓએ તેમજ લશ્કરના મુખીઓએ એ વસ્તુઓ પવિત્ર કરી હતી. ૨૭  તેઓએ યુદ્ધોમાંથી+ અને લૂંટમાંથી+ મળેલી વસ્તુઓ પવિત્ર કરી હતી, જેથી યહોવાના મંદિરનું સમારકામ થાય. ૨૮  જે કોઈ વસ્તુઓ પવિત્ર કરવામાં આવતી, એ બધાની સંભાળ શલોમીથ અને તેના ભાઈઓ રાખતા હતા. દર્શન સમજાવનાર શમુએલ,+ કીશના દીકરા શાઉલ, નેરના દીકરા આબ્નેર+ અને સરૂયાના+ દીકરા યોઆબે+ પવિત્ર કરેલી વસ્તુઓની સંભાળ પણ તેઓએ રાખી હતી. ૨૯  યિસ્હારીઓમાંથી+ કનાન્યા અને તેના દીકરાઓ ઈશ્વરના મંદિર સિવાયનાં કામોની દેખરેખ રાખતા હતા. તેઓ ઇઝરાયેલ પર અધિકારીઓ અને ન્યાયાધીશો હતા.+ ૩૦  હેબ્રોનીઓમાંથી+ હશાબ્યા અને તેના ભાઈઓ કુલ ૧,૭૦૦ કાબેલ માણસો હતા. તેઓ યર્દનના પશ્ચિમ વિસ્તારમાં ઇઝરાયેલનો વહીવટ સંભાળતા હતા. તેઓ યહોવાની ભક્તિને લગતાં બધાં કામોની અને રાજાની સેવાની જવાબદારી ઉપાડતા હતા. ૩૧  હેબ્રોનીઓના પિતાના કુટુંબના વંશજમાંથી યરિયાહ+ વડો હતો. દાઉદના શાસનના ૪૦મા વર્ષે+ હેબ્રોનીઓમાં શક્તિશાળી અને હોશિયાર માણસોની શોધ કરવામાં આવી. એવા માણસો ગિલયાદના યાઝેરમાંથી+ મળી આવ્યા. ૩૨  યરિયાહના ભાઈઓ કુલ ૨,૭૦૦ કાબેલ માણસો હતા અને પિતાનાં કુટુંબોના વડાઓ હતા. રાજા દાઉદે તેઓને રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શીઓના અડધા કુળની દેખરેખ રાખવા ઠરાવ્યા હતા, જેથી તેઓ સાચા ઈશ્વરનાં અને રાજાનાં બધાં કામોનો વહીવટ સંભાળે.

ફૂટનોટ

અથવા, “અર્પણ.”