પહેલો કાળવૃત્તાંત ૨૭:૧-૩૪
-
રાજાની સેવા કરતા અધિકારીઓ (૧-૩૪)
૨૭ ઇઝરાયેલના સમૂહોની આ ગણતરી છે, જેમાં પિતાનાં કુટુંબોના વડાઓ, હજાર હજાર અને સો સોની ટુકડીના મુખીઓ+ અને તેઓના અધિકારીઓ હતા. તેઓ સમૂહોને લગતાં બધાં જ કામ કરતા. એ સમૂહો વર્ષના દર મહિને વારાફરતી રાજાની સેવા માટે+ આવતાં-જતાં હતા. દરેક સમૂહમાં ૨૪,૦૦૦ માણસો હતા.
૨ પહેલા મહિનાના પહેલા સમૂહ પર ઝાબ્દીએલનો દીકરો યાશોબઆમ+ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ માણસો હતા.
૩ યાશોબઆમ પેરેસનો+ વંશજ હતો. પહેલા મહિનામાં સેવા આપતા સમૂહના મુખીઓનો તે આગેવાન હતો.
૪ બીજા મહિનાના બીજા સમૂહ પર અહોહી+ દોદાય+ હતો. મિકલોથ સહાયક અધિકારી હતો. દોદાયના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૫ ત્રીજા મહિનામાં સેવા આપતા ત્રીજા સમૂહનો મુખી બનાયા+ હતો. તે મુખ્ય યાજક* યહોયાદાનો+ દીકરો હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૬ આ બનાયા ત્રીસ યોદ્ધાઓમાં શૂરવીર યોદ્ધો હતો અને ત્રીસનો ઉપરી હતો. તેના સમૂહ પર તેનો દીકરો અમીજાબાદ હતો.
૭ ચોથા મહિનાના ચોથા સમૂહ પર યોઆબનો ભાઈ+ અસાહેલ+ હતો. તેના પછી તેનો દીકરો ઝબાદ્યા હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૮ પાંચમા મહિનાના પાંચમા સમૂહનો મુખી યિઝ્રાહી શામ્હૂથ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૯ છઠ્ઠા મહિનાના છઠ્ઠા સમૂહ પર તકોઆના+ ઈક્કેશનો દીકરો ઇરા+ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૦ સાતમા મહિનાના સાતમા સમૂહ પર પલોની હેલેસ+ હતો, જે એફ્રાઈમનો વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૧ આઠમા મહિનાના આઠમા સમૂહ પર હૂશાનો સિબ્બખાય+ હતો, જે ઝેરાહનો+ વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૨ નવમા મહિનાના નવમા સમૂહ પર અનાથોથનો+ અબીએઝેર+ હતો, જે બિન્યામીનનો વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૩ દસમા મહિનાના દસમા સમૂહ પર નટોફાહનો માહરાય+ હતો, જે ઝેરાહનો+ વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૪ ૧૧મા મહિનાના ૧૧મા સમૂહ પર પિરઆથોનનો બનાયા+ હતો, જે એફ્રાઈમનો વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૫ ૧૨મા મહિનાના ૧૨મા સમૂહ પર નટોફાહનો હેલ્દાય હતો, જે ઓથ્નીએલનો વંશજ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ હતા.
૧૬ ઇઝરાયેલનાં કુળોમાંથી આ આગેવાનો હતા: રૂબેનમાંથી ઝિખ્રીનો દીકરો એલીએઝર; શિમયોનમાંથી માખાહનો દીકરો શફાટિયા;
૧૭ લેવીમાંથી કમુએલનો દીકરો હશાબ્યા; હારુનના વંશજોમાંથી સાદોક;
૧૮ યહૂદામાંથી અલીહૂ,+ જે દાઉદનો એક ભાઈ હતો; ઇસ્સાખારમાંથી મિખાયેલનો દીકરો ઓમ્રી;
૧૯ ઝબુલોનમાંથી ઓબાદ્યાનો દીકરો યિશ્માયા; નફતાલીમાંથી આઝ્રીએલનો દીકરો યરીમોથ;
૨૦ એફ્રાઈમમાંથી અઝાઝ્યાનો દીકરો હોશીઆ; મનાશ્શાના અડધા કુળમાંથી પદાયાનો દીકરો યોએલ;
૨૧ ગિલયાદમાં મનાશ્શાના અડધા કુળમાંથી ઝખાર્યાનો દીકરો ઈદ્દો; બિન્યામીનમાંથી આબ્નેરનો+ દીકરો યાઅસીએલ;
૨૨ દાનમાંથી યરોહામનો દીકરો અઝારએલ. આ બધા ઇઝરાયેલનાં કુળોના આગેવાનો હતા.
૨૩ યહોવાએ વચન આપ્યું હતું કે તે ઇઝરાયેલીઓની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારશે.+ એટલે દાઉદે ૨૦ વર્ષ કે એનાથી ઓછી ઉંમરના માણસોની ગણતરી કરી ન હતી.
૨૪ સરૂયાના દીકરા યોઆબે તેઓની ગણતરી કરવાનું શરૂ કર્યું હતું, પણ પૂરું કર્યું નહિ. ગણતરી કરવાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઇઝરાયેલ પર ભડકી ઊઠ્યો હતો.+ રાજા દાઉદના સમયના ઇતિહાસના અહેવાલમાં એ સંખ્યા નોંધવામાં આવી નહિ.
૨૫ રાજાના ભંડારોનો+ ઉપરી અદીએલનો દીકરો આઝ્માવેથ હતો. ખેતરો, શહેરો, ગામડાઓ અને કિલ્લાઓની વખારોનો* ઉપરી ઉઝ્ઝિયાનો દીકરો યોનાથાન હતો.
૨૬ ખેતર ખેડતા મજૂરોનો ઉપરી કલૂબનો દીકરો એઝ્રી હતો.
૨૭ દ્રાક્ષાવાડીઓની દેખરેખ રાખનાર રામાનો શિમઈ હતો. દ્રાક્ષારસ માટે દ્રાક્ષાવાડીઓની પેદાશની દેખરેખ રાખનાર શિફામનો* ઝાબ્દી હતો.
૨૮ શેફેલાહમાં+ જૈતૂનવાડીઓ અને અંજીરનાં ઝાડની*+ દેખરેખ રાખનાર ગેદેરનો* બઆલ-હાનાન હતો. તેલની પેદાશની દેખરેખ રાખનાર યોઆશ હતો.
૨૯ શારોનમાં ચરતાં ઢોરઢાંકની દેખરેખ રાખનાર શારોનનો+ શિટ્રાય હતો. મેદાનોમાં ચરતાં ઢોરઢાંકની દેખરેખ રાખનાર અદલાયનો દીકરો શાફાટ હતો.
૩૦ ઊંટોની દેખરેખ રાખનાર ઇશ્માએલી ઓબીલ હતો. ગધેડાંની દેખરેખ રાખનાર મેરોનોથનો યેહદયા હતો.
૩૧ ઘેટાં-બકરાંની દેખરેખ રાખનાર હાગ્રીનો યાઝીઝ હતો. આ બધા માણસો રાજા દાઉદની માલ-મિલકતની દેખરેખ રાખનારા હતા.
૩૨ દાઉદનો ભત્રીજો યોનાથાન+ સલાહકાર હતો. તે સમજદાર મંત્રી હતો. રાજાના દીકરાઓની+ સંભાળ હાખમોનીનો દીકરો યહીએલ રાખતો હતો.
૩૩ અહીથોફેલ+ દાઉદનો સલાહકાર હતો. આર્કી હૂશાય+ દાઉદનો મિત્ર* હતો.
૩૪ અહીથોફેલ પછી અબ્યાથાર+ અને બનાયાનો+ દીકરો યહોયાદા સલાહકાર હતા. રાજાના લશ્કરનો સેનાપતિ યોઆબ+ હતો.
ફૂટનોટ
^ અથવા, “ભંડારોનો.”
^ અથવા કદાચ, “સિફમોથનો.”
^ અથવા કદાચ, “ગદેરાહનો.”
^ ગુલર કે ઉમરડા જેવું ઝાડ.
^ અથવા, “જિગરી દોસ્ત.”