પહેલો કાળવૃત્તાંત ૩:૧-૨૪

  • દાઉદના વંશજો (૧-૯)

  • દાઉદનો રાજવંશ (૧૦-૨૪)

 દાઉદને હેબ્રોનમાં આ દીકરાઓ થયા હતા:+ પહેલો દીકરો આમ્નોન,+ જેની મા યિઝ્રએલની અહીનોઆમ+ હતી; બીજો દાનિયેલ, જેની મા કાર્મેલની અબીગાઈલ+ હતી; ૨  ત્રીજો આબ્શાલોમ,+ જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માખાહથી થયો હતો; ચોથો અદોનિયા,+ જે હાગ્ગીથથી થયો હતો; ૩  પાંચમો શફાટિયા, જેની મા અબીટાલ હતી અને છઠ્ઠો યિથ્રઆમ, જેની મા દાઉદની પત્ની એગ્લાહ હતી. ૪  આ છ દીકરાઓ દાઉદને હેબ્રોનમાં થયા હતા. દાઉદે હેબ્રોનમાંથી સાડા સાત વર્ષ રાજ કર્યું હતું. યરૂશાલેમમાંથી તેણે ૩૩ વર્ષ રાજ કર્યું હતું.+ ૫  યરૂશાલેમમાં દાઉદને આ દીકરાઓ થયા હતા:+ શિમઆ, શોબાબ, નાથાન+ અને સુલેમાન.+ એ ચારેય દીકરાઓની મા બાથ-શેબા+ હતી, જે આમ્મીએલની દીકરી હતી. ૬  દાઉદના બીજા નવ દીકરાઓ આ હતા: યિબ્હાર, અલિશામા, અલીફેલેટ, ૭  નોગાહ, નેફેગ, યાફીઆ, ૮  અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ. ૯  આ બધા દાઉદના દીકરાઓ હતા. તેને ઉપપત્નીઓથી પણ દીકરાઓ થયા હતા. તેના દીકરાઓને તામાર+ નામે બહેન હતી. ૧૦  સુલેમાનનો દીકરો રહાબઆમ+ હતો, તેનો દીકરો અબિયા,+ તેનો દીકરો આસા,+ તેનો દીકરો યહોશાફાટ,+ ૧૧  તેનો દીકરો યહોરામ,+ તેનો દીકરો અહાઝ્યા,+ તેનો દીકરો યહોઆશ,+ ૧૨  તેનો દીકરો અમાઝ્યા,+ તેનો દીકરો અઝાર્યા,+ તેનો દીકરો યોથામ,+ ૧૩  તેનો દીકરો આહાઝ,+ તેનો દીકરો હિઝકિયા,+ તેનો દીકરો મનાશ્શા,+ ૧૪  તેનો દીકરો આમોન+ અને તેનો દીકરો યોશિયા+ હતો. ૧૫  યોશિયાનો પ્રથમ જન્મેલો દીકરો યોહાનાન, બીજો યહોયાકીમ,+ ત્રીજો સિદકિયા+ અને ચોથો શાલ્લૂમ હતો. ૧૬  યહોયાકીમનો દીકરો યખોન્યા+ હતો અને તેનો દીકરો સિદકિયા હતો. ૧૭  કેદી યખોન્યાના દીકરાઓ આ હતા: શઆલ્તીએલ, ૧૮  માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા અને નદાબ્યા. ૧૯  પદાયાના દીકરાઓ ઝરુબ્બાબેલ+ અને શિમઈ હતા. ઝરુબ્બાબેલના દીકરાઓ મશુલ્લામ અને હનાન્યા હતા (તેઓની બહેન શલોમીથ હતી). ૨૦  તેના બીજા પાંચ દીકરાઓ આ હતા: હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા અને યુશાબ-હેસેદ. ૨૧  હનાન્યાના દીકરાઓ પલાટયા અને યેશાયાહ હતા. યેશાયાહનો દીકરો રફાયા, રફાયાનો દીકરો અર્નાન, અર્નાનનો દીકરો ઓબાદ્યા અને ઓબાદ્યાનો દીકરો શખાન્યા હતો. ૨૨  શખાન્યાના આ છ દીકરાઓ હતા: શમાયા અને તેના દીકરાઓ (હાટુશ, ઇગાલ, બારિયા, નઆર્યા અને શાફાટ). ૨૩  નઆર્યાના ત્રણ દીકરાઓ એલ્યોએનાય, હિઝિક્યા અને આઝ્રીકામ હતા. ૨૪  એલ્યોએનાયના આ સાત દીકરાઓ હતા: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા અને અનાની.

ફૂટનોટ