પહેલો કાળવૃત્તાંત ૬:૧-૮૧

 લેવીના દીકરાઓ+ ગેર્શોન, કહાથ+ અને મરારી+ હતા. ૨  કહાથના દીકરાઓ આમ્રામ, યિસ્હાર,+ હેબ્રોન અને ઉઝ્ઝિએલ+ હતા. ૩  આમ્રામનાં બાળકો*+ હારુન,+ મૂસા+ અને મરિયમ+ હતાં. હારુનના દીકરાઓ નાદાબ, અબીહૂ,+ એલઆઝાર+ અને ઇથામાર+ હતા. ૪  એલઆઝારથી ફીનહાસ+ થયો. ફીનહાસથી અબીશૂઆ થયો. ૫  અબીશૂઆથી બુક્કી થયો. બુક્કીથી ઉઝ્ઝી થયો. ૬  ઉઝ્ઝીથી ઝરાયા થયો. ઝરાયાથી મરાયોથ થયો. ૭  મરાયોથથી અમાર્યા થયો. અમાર્યાથી અહીટૂબ+ થયો. ૮  અહીટૂબથી સાદોક+ થયો. સાદોકથી અહીમાઆસ+ થયો. ૯  અહીમાઆસથી અઝાર્યા થયો. અઝાર્યાથી યોહાનાન થયો. ૧૦  યોહાનાનથી અઝાર્યા થયો. સુલેમાને યરૂશાલેમમાં બાંધેલા મંદિરમાં તે યાજક* તરીકે સેવા આપતો હતો. ૧૧  અઝાર્યાથી અમાર્યા થયો. અમાર્યાથી અહીટૂબ થયો. ૧૨  અહીટૂબથી સાદોક+ થયો. સાદોકથી શાલ્લૂમ થયો. ૧૩  શાલ્લૂમથી હિલ્કિયા+ થયો. હિલ્કિયાથી અઝાર્યા થયો. ૧૪  અઝાર્યાથી સરાયા+ થયો. સરાયાથી યહોસાદાક+ થયો. ૧૫  યહોવાએ નબૂખાદનેસ્સારને યહૂદા અને યરૂશાલેમના લોકોને ગુલામીમાં લઈ જવા દીધા ત્યારે, યહોસાદાકને પણ લઈ જવામાં આવ્યો. ૧૬  લેવીના દીકરાઓ ગેર્શોમ,* કહાથ અને મરારી હતા. ૧૭  ગેર્શોમના દીકરાઓનાં નામ લિબ્ની અને શિમઈ હતાં.+ ૧૮  કહાથના દીકરાઓ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ હતા.+ ૧૯  મરારીના દીકરાઓ માહલી અને મૂશી હતા. લેવીઓનાં કુટુંબોના મુખીઓનાં નામ આ હતાં:+ ૨૦  ગેર્શોમનો દીકરો+ લિબ્ની, તેનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્માહ, ૨૧  તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઈદ્દો, તેનો દીકરો ઝેરાહ અને તેનો દીકરો યેઆથરાય હતો. ૨૨  કહાથના દીકરાઓમાં* તેનો દીકરો અમિનાદાબ, તેનો દીકરો કોરાહ,+ તેનો દીકરો આસ્સીર, ૨૩  તેનો દીકરો એલ્કાનાહ, તેનો દીકરો એબ્યાસાફ,+ તેનો દીકરો આસ્સીર, ૨૪  તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝ્ઝિયા અને તેનો દીકરો શાઊલ હતો. ૨૫  એલ્કાનાહના દીકરાઓમાં અમાસાય અને અહીમોથ હતા. ૨૬  બીજા એક એલ્કાનાહના દીકરાઓમાં તેનો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ, ૨૭  તેનો દીકરો અલીઆબ, તેનો દીકરો યરોહામ અને તેનો દીકરો એલ્કાનાહ+ હતો. ૨૮  શમુએલના+ દીકરાઓમાં પ્રથમ જન્મેલો યોએલ અને બીજો અબિયા.+ ૨૯  મરારીના દીકરાઓમાં* તેનો દીકરો માહલી,+ તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ, તેનો દીકરો ઉઝ્ઝાહ, ૩૦  તેનો દીકરો શિમઆ, તેનો દીકરો હાગ્ગિયા અને તેનો દીકરો અસાયા હતો. ૩૧  યહોવાના મંડપમાં* કરારકોશ* મૂક્યા પછી, દાઉદે અમુક માણસોને ભક્તિ-ગીતો ગાવાનું માર્ગદર્શન આપવા નીમ્યા હતા.+ ૩૨  સુલેમાને યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધ્યું+ ત્યાં સુધી, મંડપ* આગળ ગીતો માટેની જવાબદારી તેઓની હતી. તેઓને સોંપેલી જવાબદારી પ્રમાણે તેઓ સેવા આપતા હતા.+ ૩૩  આ માણસો પોતાના દીકરાઓ સાથે સેવા આપતા હતા: કહાથીઓમાંથી ગાયક હેમાન,+ જે યોએલનો+ દીકરો, જે શમુએલનો દીકરો, ૩૪  જે એલ્કાનાહનો+ દીકરો, જે યરોહામનો દીકરો, જે અલીએલનો દીકરો, જે તોઆહનો દીકરો, ૩૫  જે સૂફનો દીકરો, જે એલ્કાનાહનો દીકરો, જે માહાથનો દીકરો, જે અમાસાયનો દીકરો, ૩૬  જે એલ્કાનાહનો દીકરો, જે યોએલનો દીકરો, જે અઝાર્યાનો દીકરો, જે સફાન્યાનો દીકરો, ૩૭  જે તાહાથનો દીકરો, જે આસ્સીરનો દીકરો, જે એબ્યાસાફનો દીકરો, જે કોરાહનો દીકરો, ૩૮  જે યિસ્હારનો દીકરો, જે કહાથનો દીકરો, જે લેવીનો દીકરો, જે ઇઝરાયેલનો દીકરો હતો. ૩૯  હેમાનના જમણા હાથે તેનો ભાઈ આસાફ+ ઊભો રહેતો હતો. આસાફ જે બેરેખ્યાનો દીકરો, જે શિમઆનો દીકરો, ૪૦  જે મિખાયેલનો દીકરો, જે બાઅસેયાનો દીકરો, જે માલ્કિયાનો દીકરો, ૪૧  જે એથ્નીનો દીકરો, જે ઝેરાહનો દીકરો, જે અદાયાનો દીકરો, ૪૨  જે એથાનનો દીકરો, જે ઝિમ્માહનો દીકરો, જે શિમઈનો દીકરો, ૪૩  જે યાહાથનો દીકરો, જે ગેર્શોમનો દીકરો, જે લેવીનો દીકરો હતો. ૪૪  હેમાનના ડાબા હાથે તેઓના ભાઈઓ, મરારીઓના+ વંશજો ઊભા રહેતા હતા. તેઓમાં એથાન+ હતો, જે કીશીનો દીકરો, જે આબ્દીનો દીકરો, જે માલ્લૂખનો દીકરો, ૪૫  જે હશાબ્યાનો દીકરો, જે અમાઝ્યાનો દીકરો, જે હિલ્કિયાનો દીકરો, ૪૬  જે આમ્સીનો દીકરો, જે બાનીનો દીકરો, જે શેમેરનો દીકરો, ૪૭  જે માહલીનો દીકરો, જે મૂશીનો દીકરો, જે મરારીનો દીકરો, જે લેવીનો દીકરો હતો. ૪૮  તેઓના ભાઈઓને, એટલે કે લેવીઓને સાચા ઈશ્વરના મંડપની બધી સેવાઓ માટે નીમવામાં આવ્યા હતા.+ ૪૯  હારુન અને તેના દીકરાઓ+ આ સેવાઓ આપતા હતા: તેઓ અગ્‍નિ-અર્પણની* વેદી પર આગમાં બલિદાનો ચઢાવતા,*+ ધૂપવેદી* પર ધૂપ ચઢાવતા,+ ખૂબ પવિત્ર વસ્તુઓને લગતાં બધાં કામો કરતાં અને ઇઝરાયેલ માટે પ્રાયશ્ચિત્ત* કરતા.+ તેઓ સાચા ઈશ્વરના સેવક મૂસાની આજ્ઞા પ્રમાણે બધું જ કરતા હતા. ૫૦  હારુનના વંશજો આ હતા:+ તેનો દીકરો એલઆઝાર,+ તેનો દીકરો ફીનહાસ, તેનો દીકરો અબીશૂઆ, ૫૧  તેનો દીકરો બુક્કી, તેનો દીકરો ઉઝ્ઝી, તેનો દીકરો ઝરાયા, ૫૨  તેનો દીકરો મરાયોથ, તેનો દીકરો અમાર્યા, તેનો દીકરો અહીટૂબ,+ ૫૩  તેનો દીકરો સાદોક+ અને તેનો દીકરો અહીમાઆસ. ૫૪  લેવીઓ આ જગ્યાઓમાં રહેતા હતા અને તેઓએ આ વિસ્તારમાં છાવણીઓ નાખી હતી: કહાથીઓના કુટુંબમાંથી હારુનના વંશજો માટે પહેલી ચિઠ્ઠી નીકળી. ૫૫  તેઓએ યહૂદામાં હેબ્રોન+ અને એની આસપાસનાં ગૌચરો આપ્યાં. ૫૬  પણ શહેરની જમીન અને એનાં ગામડાઓ યફૂન્‍નેહના દીકરા કાલેબને આપ્યાં.+ ૫૭  હારુનના વંશજોને આશ્રય શહેરો,*+ એટલે કે હેબ્રોન+ મળ્યું. તેમ જ તેઓને લિબ્નાહ+ અને એનાં ગૌચરો, યાત્તીર,+ એશ્તમોઆ અને એનાં ગૌચરો,+ ૫૮  હીલેન અને એનાં ગૌચરો, દબીર+ અને એનાં ગૌચરો, ૫૯  આશાન+ અને એનાં ગૌચરો, બેથ-શેમેશ+ અને એનાં ગૌચરો મળ્યાં; ૬૦  બિન્યામીન કુળમાંથી ગેબા+ અને એનાં ગૌચરો, આલ્લેમેથ અને એનાં ગૌચરો, અનાથોથ+ અને એનાં ગૌચરો મળ્યાં. તેઓનાં કુટુંબો માટે કુલ ૧૩ શહેરો હતાં.+ ૬૧  બાકીના કહાથીઓને બીજાં કુળોનાં કુટુંબોમાંથી અને મનાશ્શાના અડધા કુળમાંથી+ દસ શહેરો ચિઠ્ઠીઓ* નાખીને વહેંચી આપવામાં આવ્યાં હતાં. ૬૨  ગેર્શોમીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે ૧૩ શહેરો આપવામાં આવ્યાં હતાં. એ શહેરો ઇસ્સાખાર કુળ, આશેર કુળ, નફતાલી કુળ અને બાશાનમાં રહેતા મનાશ્શાના અડધા કુળમાંથી આપવામાં આવ્યાં હતાં.+ ૬૩  મરારીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે રૂબેન કુળ, ગાદ કુળ અને ઝબુલોન કુળમાંથી ૧૨ શહેરો આપવામાં આવ્યાં હતાં.+ ૬૪  આમ ઇઝરાયેલીઓએ લેવીઓને એ શહેરો અને એનાં ગૌચરો વહેંચી આપ્યાં હતાં.+ ૬૫  તેઓએ ચિઠ્ઠીઓ નાખીને યહૂદા કુળ, શિમયોન કુળ અને બિન્યામીન કુળમાંથી શહેરો આપ્યાં હતાં. ૬૬  કહાથીઓનાં અમુક કુટુંબોને પોતાના વિસ્તાર તરીકે એફ્રાઈમ કુળમાંથી શહેરો આપવામાં આવ્યાં હતાં.+ ૬૭  તેઓને આશ્રય શહેરો,* એટલે કે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં આવેલું શખેમ+ આપવામાં આવ્યું હતું. તેમ જ ગેઝેર,+ ૬૮  યોકમઆમ, બેથ-હોરોન+ અને એનાં ગૌચરો આપ્યાં હતાં. ૬૯  આયાલોન,+ ગાથ-રિમ્મોન+ અને એનાં ગૌચરો આપ્યાં હતાં. ૭૦  કહાથીઓનાં બાકી રહી ગયેલાં કુટુંબોને મનાશ્શાના અડધા કુળમાંથી આનેર અને એનાં ગૌચરો, બિલહામ અને એનાં ગૌચરો આપ્યાં હતાં. ૭૧  ગેર્શોમીઓને આ શહેરો મળ્યાં હતાં: મનાશ્શાના અડધા કુળના કુટુંબમાંથી બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો, આશ્તારોથ અને એનાં ગૌચરો;+ ૭૨  ઇસ્સાખાર કુળમાંથી કેદેશ અને એનાં ગૌચરો, દાબરાથ+ અને એનાં ગૌચરો,+ ૭૩  રામોથ અને એનાં ગૌચરો, આનેમ અને એનાં ગૌચરો; ૭૪  આશેર કુળમાંથી માશાલ અને એનાં ગૌચરો, આબ્દોન અને એનાં ગૌચરો,+ ૭૫  હૂક્કોક અને એનાં ગૌચરો, રહોબ+ અને એનાં ગૌચરો; ૭૬  નફતાલી કુળમાંથી ગાલીલનું+ કેદેશ+ અને એનાં ગૌચરો, હામ્મોન અને એનાં ગૌચરો, કિર્યાથાઈમ અને એનાં ગૌચરો. ૭૭  તેઓએ બાકીના મરારીઓને આ શહેરો આપ્યાં હતાં: ઝબુલોન કુળમાંથી+ રિમ્મોનો અને એનાં ગૌચરો, તાબોર અને એનાં ગૌચરો; ૭૮  રૂબેન કુળમાંથી યરીખો પાસે યર્દનના વિસ્તારમાં, એટલે કે યર્દનની પૂર્વ તરફ વેરાન પ્રદેશમાં બેસેર અને એનાં ગૌચરો, યાહાસ+ અને એનાં ગૌચરો, ૭૯  કદેમોથ+ અને એનાં ગૌચરો, મેફાઆથ અને એનાં ગૌચરો; ૮૦  ગાદ કુળમાંથી ગિલયાદનું રામોથ અને એનાં ગૌચરો, માહનાઈમ+ અને એનાં ગૌચરો, ૮૧  હેશ્બોન+ અને એનાં ગૌચરો, યાઝેર+ અને એનાં ગૌચરો.

ફૂટનોટ

મૂળ, “દીકરાઓ.”
૧કા ૬:૧માં ગેર્શોન પણ કહેવામાં આવ્યો છે.
અથવા, “વંશજોમાં.”
અથવા, “વંશજોમાં.”
મૂળ, “મંદિરમાં.”
અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવતા.”
શબ્દસૂચિમાં “વેદી” જુઓ.
અથવા કદાચ, “શહેર,” યહો ૨૧:૧૩ પ્રમાણે.
અથવા કદાચ, “શહેર,” યહો ૨૧:૧૩ પ્રમાણે.