પહેલો કાળવૃત્તાંત ૭:૧-૪૦

  • ઇસ્સાખારના વંશજો (૧-૫), બિન્યામીનના વંશજો (૬-૧૨), નફતાલીના વંશજો (૧૩), મનાશ્શાના વંશજો (૧૪-૧૯), એફ્રાઈમના વંશજો (૨૦-૨૯) અને આશેરના વંશજો (૩૦-૪૦)

 ઇસ્સાખારના ચાર દીકરાઓ તોલા, પૂઆહ, યાશૂબ અને શિમ્રોન હતા.+ ૨  તોલાના દીકરાઓ ઉઝ્ઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા. તેઓ પોતાના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તોલાના વંશજો શૂરવીર યોદ્ધાઓ હતા. દાઉદના સમયમાં તેઓની સંખ્યા ૨૨,૬૦૦ હતી. ૩  ઉઝ્ઝીના વંશજોમાં* યિઝ્રાહ્યા અને યિઝ્રાહ્યાના આ દીકરાઓ હતા: મિખાયેલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શિયા. તેઓ પાંચેય મુખીઓ હતા. ૪  તેઓ અને તેઓના વંશજોને ઘણી પત્નીઓ અને દીકરાઓ હતાં. તેઓના પિતાનાં કુટુંબોમાં લડાઈને માટે ૩૬,૦૦૦ સૈનિકો હતા. ૫  ઇસ્સાખાર કુટુંબોના બધા ભાઈઓ શૂરવીર યોદ્ધાઓ હતા. વંશાવળી પ્રમાણે તેઓની સંખ્યા ૮૭,૦૦૦ હતી.+ ૬  બિન્યામીનના ત્રણ દીકરાઓ+ બેલા,+ બેખેર+ અને યદીઅએલ+ હતા. ૭  બેલાના પાંચ દીકરાઓ એસ્બોન, ઉઝ્ઝી, ઉઝ્ઝિએલ, યરીમોથ અને ઈરી હતા. તેઓ પોતાના પિતાનાં કુટુંબોના વડાઓ અને શૂરવીર યોદ્ધાઓ હતા. વંશાવળી પ્રમાણે તેઓ ૨૨,૦૩૪ હતા.+ ૮  બેખેરના દીકરાઓ ઝમીરાહ, યોઆશ, એલીએઝર, એલ્યોએનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ અને આલેમેથ હતા. એ બધા બેખેરના દીકરાઓ હતા. ૯  તેઓની વંશાવળીમાં નોંધાયેલા તેઓના પિતાનાં કુટુંબોના વડાઓમાં અને વંશજોમાં ૨૦,૨૦૦ શૂરવીર યોદ્ધાઓ હતા. ૧૦  યદીઅએલના+ દીકરાઓમાં બિલ્હાન અને તેના આ દીકરાઓ હતા: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ અને અહીશાહાર. ૧૧  તેઓના પિતાનાં કુટુંબોની વંશાવળી પ્રમાણે યદીઅએલના વંશજોમાં ૧૭,૨૦૦ શૂરવીર યોદ્ધાઓ હતા. તેઓ હંમેશાં લડાઈ માટે તૈયાર રહેતા હતા. ૧૨  ઇરના+ દીકરાઓમાં શુપ્પીમ અને હુપ્પીમ હતા. આહેરના વંશજોમાં હુશીમના દીકરાઓ હતા. ૧૩  નફતાલીના દીકરાઓ+ યાહસીએલ, ગૂની, યેસેર અને શાલ્લૂમ હતા. તેઓ બિલ્હાહના વંશજો* હતા.+ ૧૪  મનાશ્શાના+ દીકરાઓ આ હતા: આસરિએલ, જે મનાશ્શાને સિરિયાની ઉપપત્નીથી થયો હતો. (તેની ઉપપત્નીને માખીર+ થયો, જે ગિલયાદનો પિતા હતો. ૧૫  માખીરે હુપ્પીમ અને શુપ્પીમના લગ્‍ન કરાવ્યાં. તેની બહેનનું નામ માખાહ હતું.) બીજા દીકરાનું નામ સલોફહાદ+ હતું, પણ તેને દીકરીઓ જ હતી.+ ૧૬  માખીરની પત્ની માખાહને દીકરો થયો. તેનું નામ પેરેશ અને તેના ભાઈનું નામ શેરેશ હતું. તેના દીકરા ઉલામ અને રેકેમ હતા. ૧૭  ઉલામનો દીકરો બદાન હતો. આ બધા ગિલયાદના દીકરાઓ હતા. ગિલયાદ જે માખીરનો, જે મનાશ્શાનો દીકરો હતો. ૧૮  ગિલયાદની બહેન હામ્મોલેખેથ હતી. તેણે ઈશ્હોદ, અબીએઝેર અને માહલાહને જન્મ આપ્યો હતો. ૧૯  શમીદાના દીકરાઓ આહ્યાન, શખેમ, લિકહી અને અનીઆમ હતા. ૨૦  એફ્રાઈમના દીકરાઓ+ આ હતા: તેનો દીકરો શૂથેલાહ,+ તેનો દીકરો બેરેદ, તેનો દીકરો તાહાથ, તેનો દીકરો એલઆદાહ, તેનો દીકરો તાહાથ, ૨૧  તેનો દીકરો ઝાબાદ અને તેનો દીકરો શૂથેલાહ. એફ્રાઈમને એઝેર અને એલઆદ પણ થયા. ગાથના માણસો+ એફ્રાઈમના દીકરાઓનાં ઢોરઢાંક લૂંટવા ગયા ત્યારે, તેઓએ એઝેરને અને એલઆદને મારી નાખ્યા હતા. ૨૨  તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક પાળ્યો. તેના ભાઈઓ આવીને તેને દિલાસો આપતા હતા. ૨૩  પછી તેણે પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધ્યો. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. એ સમયે એફ્રાઈમના કુટુંબ પર આફત આવી પડી હોવાથી તેનું નામ બરીઆહ* પાડ્યું. ૨૪  તેની દીકરીનું નામ શેઅરાહ હતું, જેણે નીચેનું+ અને ઉપરનું બેથ-હોરોન+ તથા ઉઝ્ઝેન-શેઅરાહ બાંધ્યું. ૨૫  એફ્રાઈમના વંશજો રેફા અને રેશેફ હતા. રેશેફનો દીકરો તેલાહ, તેનો દીકરો તાહાન, ૨૬  તેનો દીકરો લાઅદાન, તેનો દીકરો આમ્મીહૂદ, તેનો દીકરો અલિશામા, ૨૭  તેનો દીકરો નૂન, તેનો દીકરો યહોશુઆ*+ હતો. ૨૮  એફ્રાઈમના વંશજો આ જગ્યાએ રહેતા હતા: બેથેલ+ અને એની આસપાસનાં નગરો, પૂર્વમાં નાઅરાન, પશ્ચિમે ગેઝેર અને એની આસપાસનાં નગરો, શખેમ અને એની આસપાસનાં નગરો, છેક અઝ્ઝાહ* અને એની આસપાસનાં નગરો, ૨૯  મનાશ્શાના વંશજોની સરહદ નજીકનું બેથ-શેઆન+ અને એની આસપાસનાં નગરો, તાઅનાખ+ અને એની આસપાસનાં નગરો, મગિદ્દો+ અને એની આસપાસનાં નગરો, દોર+ અને એની આસપાસનાં નગરો. ઇઝરાયેલના દીકરા યૂસફના વંશજો એ જગ્યાઓએ રહેતા હતા. ૩૦  આશેરના દીકરાઓ યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી અને બરીઆહ હતા.+ તેઓની બહેન સેરાહ હતી.+ ૩૧  બરીઆહના દીકરાઓ હેબેર અને માલ્કીએલ હતા. માલ્કીએલ બિર્ઝાઈથનો પિતા હતો. ૩૨  હેબેરના દીકરાઓ યાફલેટ, શોમેર અને હોથામ હતા. તેઓની બહેન શૂઆ હતી. ૩૩  યાફલેટના દીકરાઓ પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ હતા. એ યાફલેટના દીકરાઓ હતા. ૩૪  શેમેરના* દીકરાઓ અહી, રોહગાહ, યહુબ્બાહ અને અરામ હતા. ૩૫  તેના ભાઈ હેલેમના* દીકરાઓ સોફાહ, યિમ્ના, શેલેશ અને આમાલ હતા. ૩૬  સોફાહના દીકરાઓ આ હતા: સૂઆહ, હાનેફેર, શૂઆલ, બેરી, યિમ્રાહ, ૩૭  બેસેર, હોદ, શામ્મા, શિલ્શાહ, યિથ્રાન અને બએરા. ૩૮  યેથેરના દીકરાઓ યફૂન્‍નેહ, પિસ્પાહ અને અરા હતા. ૩૯  ઉલ્લાના દીકરાઓ આરાહ, હાન્‍નીએલ અને રિસ્યા હતા. ૪૦  આ બધા આશેરના દીકરાઓ હતા, જેઓ પોતાના પિતાનાં કુટુંબોના વડાઓ, પસંદ કરાયેલા, શૂરવીર યોદ્ધાઓ અને વડાઓના મુખીઓ હતા. વંશાવળી પ્રમાણે+ તેઓમાં લડાઈને માટે ૨૬,૦૦૦ માણસો હતા.+

ફૂટનોટ

મૂળ, “દીકરાઓમાં.”
મૂળ, “દીકરાઓ.”
અર્થ, “આફત સાથે.”
અર્થ, “યહોવા તારણ છે.”
અથવા કદાચ, “ગાઝા.” પણ પલિસ્તનું ગાઝા નહિ.
૧કા ૭:૩૨માં શોમેર પણ કહેવામાં આવ્યો છે.
કદાચ ૧કા ૭:૩૨માં જણાવેલો હોથામ છે.