પહેલો કાળવૃત્તાંત ૮:૧-૪૦

  • બિન્યામીનના વંશજો (૧-૪૦)

 બિન્યામીનના+ દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો બેલા,+ બીજો આશ્બેલ,+ ત્રીજો આહરાહ, ૨  ચોથો નોહાહ અને પાંચમો રાફા. ૩  બેલાના દીકરાઓ આ હતા: આદ્દાર, ગેરા,+ અબિહૂદ, ૪  અબીશૂઆ, નામાન, અહોઆહ, ૫  ગેરા, શફુફાન અને હૂરામ. ૬  આ એહૂદના દીકરાઓ હતા, જેઓ ગેબાના+ રહેવાસીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા, જેઓને ગુલામ બનાવીને માનાહાથ લઈ જવાયા હતા: ૭  નામાન, અહિયા અને ગેરા. તેઓ ગુલામીમાં ગયા ત્યારે ગેરા તેઓને દોરી ગયો હતો. ગેરાથી ઉઝ્ઝા અને અહીહૂદ થયા હતા. ૮  શાહરાઈમે લોકોને કાઢી મૂક્યા પછી, તેને મોઆબના વિસ્તારમાં બાળકો થયાં હતાં. તેની પત્નીઓ હુશીમ અને બાઅરા હતી.* ૯  શાહરાઈમને તેની પત્ની હોદેશથી આ દીકરાઓ થયા હતા: યોબાબ, સિબ્યા, મેશા, માલ્કામ, ૧૦  યેઉસ, શાખ્યા અને મિર્માહ. આ તેના દીકરાઓ હતા, જે પિતાનાં કુટુંબોના વડાઓ હતા. ૧૧  શાહરાઈમને હુશીમથી અબીટુબ અને એલ્પાઆલ થયા હતા. ૧૨  એલ્પાઆલના દીકરાઓ આ હતા: એબેર, મિશઆમ, શેમેદ (જેણે ઓનો,+ લોદ+ અને એની આસપાસનાં નગરો બાંધ્યાં હતાં), ૧૩  બરીઆહ અને શેમા. તેઓ આયાલોનના+ રહેવાસીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓએ ગાથમાં રહેનારાઓને કાઢી મૂક્યા. ૧૪  આહયો, શાશાક, યરેમોથ, ૧૫  ઝબાદ્યા, અરાદ, એદેર, ૧૬  મિખાયેલ, યિશ્પાહ અને યોહા, એ બરીઆહના દીકરાઓ હતા. ૧૭  ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર, ૧૮  યિશ્મરાય, યિઝ્લીઆ અને યોબાબ, એ એલ્પાઆલના દીકરાઓ હતા. ૧૯  યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, ૨૦  અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, ૨૧  અદાયા, બરાયા અને શિમ્રાથ, એ શિમઈના દીકરાઓ હતા. ૨૨  યિશ્પાન, એબેર, અલીએલ, ૨૩  આબ્દોન, ઝિખ્રી, હાનાન, ૨૪  હનાન્યા, એલામ, આન્થોથીયા, ૨૫  યિફદયા અને પનુએલ, એ શાશાકના દીકરાઓ હતા. ૨૬  શામ્શરાય, શહાર્યા, અથાલ્યા, ૨૭  યાઅરેશ્યા, એલિયા અને ઝિખ્રી, એ યરોહામના દીકરાઓ હતા. ૨૮  તેઓ પોતાની વંશાવળી પ્રમાણે પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓ યરૂશાલેમમાં રહેતા હતા. ૨૯  ગિબયોનનો પિતા યેઈએલ ગિબયોનમાં રહેતો હતો.+ તેની પત્નીનું નામ માખાહ હતું.+ ૩૦  તેના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નાદાબ, ૩૧  ગદોર, આહયો અને ઝેખેર. ૩૨  મિકલોથથી શિમઆહ થયો. તેઓ બધા પોતાના ભાઈઓની* નજીક યરૂશાલેમમાં રહેતા હતા. તેઓના બીજા ભાઈઓ પણ તેઓની સાથે રહેતા હતા. ૩૩  નેરથી+ કીશ થયો અને કીશથી શાઉલ+ થયો. શાઉલથી યોનાથાન,+ માલ્કી-શૂઆ,+ અબીનાદાબ+ અને એશ્બઆલ*+ થયા. ૩૪  યોનાથાનથી મરીબ-બઆલ* થયો.+ મરીબ-બઆલથી મીખાહ થયો.+ ૩૫  મીખાહથી પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ થયા. ૩૬  આહાઝથી યહોઆદ્દાહ થયો. યહોઆદ્દાહથી આલેમેથ, આઝ્માવેથ અને ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો. ૩૭  મોસાથી બિનઆ થયો, બિનઆથી રાફાહ થયો, રાફાહથી એલઆસાહ થયો અને એલઆસાહથી આસેલ થયો. ૩૮  આસેલના છ દીકરાઓનાં નામ આ હતાં: આઝ્રીકામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન. આ બધા આસેલના દીકરાઓ હતા. ૩૯  આસેલના ભાઈ એશેકના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ. ૪૦  ઉલામના દીકરાઓ પરાક્રમી યોદ્ધાઓ હતા, જેઓ ધનુષ્ય ચલાવવામાં કુશળ હતા. તેઓને ઘણા દીકરાઓ અને પૌત્રો હતા, જેઓની સંખ્યા ૧૫૦ હતી. એ બધા બિન્યામીનના વંશજો હતા.

ફૂટનોટ

અથવા કદાચ, “શાહરાઈમે પોતાની પત્નીઓ હુશીમ અને બાઅરાને કાઢી મૂક્યા પછી તેને મોઆબના વિસ્તારમાં બાળકો થયાં હતાં.”
અર્થ, “બીજા બિન્યામીનીઓ.”
ઈશ-બોશેથ પણ કહેવાતો.
મફીબોશેથ પણ કહેવાતો.