પહેલો કાળવૃત્તાંત ૯:૧-૪૪
૯ બધા ઇઝરાયેલીઓની નોંધ વંશાવળી પ્રમાણે કરવામાં આવી હતી. તેઓ વિશે ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલું છે. યહૂદાના લોકો ઈશ્વરને બેવફા બન્યા હોવાથી, તેઓને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા હતા.+
૨ જેઓ પોતાનાં શહેરોમાં પોતાની જગ્યાએ સૌથી પહેલા પાછા ફર્યા, તેઓમાંથી અમુક ઇઝરાયેલીઓ યાજકો, લેવીઓ અને મંદિરના સેવકો*+ હતા.
૩ યહૂદા,+ બિન્યામીન,+ એફ્રાઈમ અને મનાશ્શાના અમુક વંશજો યરૂશાલેમમાં વસ્યા. તેઓનાં નામ આ છે:
૪ ઉથાય જે આમ્મીહૂદનો દીકરો, જે ઓમ્રીનો દીકરો, જે ઈમ્રીનો દીકરો, જે બાનીનો દીકરો હતો. બાની યહૂદાના દીકરા પેરેસના+ વંશજોમાંથી હતો.
૫ શેલાહના વંશજોમાંથી પ્રથમ જન્મેલો અસાયા અને તેના દીકરાઓ હતા.
૬ ઝેરાહના+ દીકરાઓમાંથી યેઉએલ અને તેઓના ૬૯૦ ભાઈઓ હતા.
૭ બિન્યામીનના વંશજોમાંથી સાલ્લૂ જે મશુલ્લામનો દીકરો, જે હોદાવ્યાનો દીકરો, જે હાસ્સેનુઆહનો દીકરો હતો,
૮ યિબ્નેયાહ જે યરોહામનો દીકરો, એલાહ જે ઉઝ્ઝીનો દીકરો, જે મિખ્રીનો દીકરો અને મશુલ્લામ જે શફાટિયાનો દીકરો, જે રેઉએલનો દીકરો, જે યિબ્નિયાનો દીકરો હતો.
૯ વંશાવળી પ્રમાણે તેઓના ૯૫૬ ભાઈઓ હતા. આ બધા માણસો તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા.
૧૦ યાજકોમાંથી આ હતા: યદાયા, યહોયારીબ, યાખીન+
૧૧ અને અઝાર્યા જે હિલ્કિયાનો દીકરો, જે મશુલ્લામનો દીકરો, જે સાદોકનો દીકરો, જે મરાયોથનો દીકરો, જે અહીટૂબનો દીકરો હતો. અહીટૂબ સાચા ઈશ્વરના મંદિરનો એક આગેવાન હતો,
૧૨ અદાયા જે યરોહામનો દીકરો, જે પાશહૂરનો દીકરો, જે માલ્કિયાનો દીકરો, માઅસાય જે અદીએલનો દીકરો, જે યાહઝેરાહનો દીકરો, જે મશુલ્લામનો દીકરો, જે મશિલ્લેમીથનો દીકરો, જે ઇમ્મેરનો દીકરો હતો
૧૩ અને તેઓના ભાઈઓ, જેઓ પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓ બધા ૧,૭૬૦ શૂરવીરો અને ઈશ્વરના મંદિરમાં સેવા આપવા માટે કાબેલ માણસો હતા.
૧૪ લેવીઓમાંથી આ હતા: મરારીઓના વંશજોમાંથી શમાયા,+ જે હાશ્શૂબનો દીકરો, જે આઝ્રીકામનો દીકરો, જે હશાબ્યાનો દીકરો હતો;
૧૫ બાકબાક્કાર, હેરેશ, ગાલાલ, માત્તાન્યા જે મીખાનો દીકરો, જે ઝિખ્રીનો દીકરો, જે આસાફનો દીકરો હતો,
૧૬ ઓબાદ્યા જે શમાયાનો દીકરો, જે ગાલાલનો દીકરો, જે યદૂથૂનનો દીકરો હતો અને બેરેખ્યા જે આસાનો દીકરો, જે એલ્કાનાહનો દીકરો હતો. બેરેખ્યા નટોફાહીઓનાં ગામડાઓમાં+ રહેતો હતો.
૧૭ દરવાનોમાંથી+ આ હતા: શાલ્લૂમ, આક્કૂબ, ટાલ્મોન અને અહીમાન. તેઓનો ભાઈ શાલ્લૂમ મુખ્ય હતો.
૧૮ શાલ્લૂમ એ અગાઉ રાજાના દરવાજે ચોકી કરતો હતો, જે પૂર્વ તરફ હતો.+ તેઓ લેવીઓની છાવણીના દરવાનો હતા.
૧૯ શાલ્લૂમ જે કોરેનો દીકરો, જે એબ્યાસાફનો દીકરો, જે કોરાહનો દીકરો હતો. શાલ્લૂમ અને તેના પિતાના કુટુંબના ભાઈઓ, એટલે કે કોરાહીઓ મંડપના દરવાનો હતા અને એને લગતી સેવાની દેખરેખ રાખતા હતા. તેઓના પૂર્વજો યહોવાના મંડપના દરવાજે દરવાનો હતા.
૨૦ અગાઉ એલઆઝારનો+ દીકરો ફીનહાસ+ તેઓનો આગેવાન હતો. યહોવા તેની સાથે હતા.
૨૧ મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા+ મુલાકાતમંડપના દરવાજે દરવાન હતો.
૨૨ દરવાજે ચોકી કરવા બધા મળીને ૨૧૨ માણસો પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ વંશાવળી પ્રમાણે પોતાનાં ગામડાઓમાં રહેતા હતા.+ દાઉદે અને દર્શન સમજાવનાર*+ શમુએલે તેઓને પસંદ કર્યા હતા, કેમ કે તેઓ વિશ્વાસુ હતા.
૨૩ તેઓ અને તેઓના દીકરાઓ યહોવાના મંદિર, એટલે કે મંડપના બધા દરવાજે દરવાનો હતા.+
૨૪ દરવાનો ચારે દિશામાં, એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં હતા.+
૨૫ તેઓ સાથે સાત સાત દિવસ સેવા કરવા તેઓના ભાઈઓ પોતાનાં ગામડાઓમાંથી વારાફરતી આવતા હતા.
૨૬ પસંદ કરાયેલા વિશ્વાસુ દરવાનોમાં ચાર મુખ્ય* દરવાનો હતા. તેઓ લેવીઓ હતા અને સાચા ઈશ્વરના મંદિરના ઓરડાઓ* અને ભંડારોની દેખરેખ રાખતા હતા.+
૨૭ તેઓ સાચા ઈશ્વરના મંદિરની આસપાસ પોતપોતાની જગ્યાએ આખી રાત ચોકી કરતા હતા. તેઓ એ જવાબદારી નિભાવતા અને ચાવી સાચવતા. તેઓ રોજ સવારે મંદિર ખોલતા હતા.
૨૮ તેઓમાંથી અમુકને ભક્તિ માટે વપરાતાં વાસણો સાચવવાની જવાબદારી હતી.+ તેઓ એ વાસણો અંદર લાવતી વખતે ગણતા અને બહાર લઈ જતી વખતે પણ ગણતા.
૨૯ તેઓમાંથી અમુકને વાસણો, જેમાં બધાં પવિત્ર વાસણો+ પણ હતા તથા મેંદો,+ દ્રાક્ષદારૂ,+ તેલ,+ લોબાન*+ અને સુગંધી તેલ*+ સાચવવાની જવાબદારી હતી.
૩૦ યાજકના અમુક દીકરાઓ સુગંધી તેલ બનાવતા હતા.
૩૧ લેવીઓમાંથી કોરાહી શાલ્લૂમનો પ્રથમ જન્મેલો દીકરો માત્તિથ્યા હતો. તવા પર શેકેલી ચીજોની+ જવાબદારી તેને સોંપવામાં આવી હતી, કેમ કે તે વિશ્વાસુ હતો.
૩૨ કહાથીઓના અમુક ભાઈઓને દર સાબ્બાથે*+ અર્પણની રોટલીઓ* બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.+
૩૩ ગાયકો લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓ મંદિરના ઓરડાઓમાં* રહેતા હતા અને રાત-દિવસ પોતાની જવાબદારી નિભાવતા હતા. તેઓને બીજી કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી.
૩૪ તેઓ પોતાની વંશાવળી પ્રમાણે લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓ યરૂશાલેમમાં રહેતા હતા.
૩૫ ગિબયોનનો પિતા યેઈએલ ગિબયોનમાં રહેતો હતો.+ તેની પત્નીનું નામ માખાહ હતું.
૩૬ તેના દીકરાઓ આ હતા: પ્રથમ જન્મેલો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ,
૩૭ ગદોર, આહયો, ઝખાર્યા અને મિકલોથ.
૩૮ મિકલોથથી શિમઆહ થયો. તેઓ બધા પોતાના ભાઈઓની* નજીક યરૂશાલેમમાં રહેતા હતા. તેઓના બીજા ભાઈઓ પણ તેઓની નજીક રહેતા હતા.
૩૯ નેરથી+ કીશ થયો અને કીશથી શાઉલ+ થયો. શાઉલથી યોનાથાન,+ માલ્કી-શૂઆ,+ અબીનાદાબ+ અને એશ્બઆલ થયા.
૪૦ યોનાથાનથી મરીબ-બઆલ થયો.+ મરીબ-બઆલથી મીખાહ થયો.+
૪૧ મીખાહથી પીથોન, મેલેખ, તાહરેઆ અને આહાઝ થયા.
૪૨ આહાઝથી યારાહ થયો. યારાહથી આલેમેથ, આઝ્માવેથ અને ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો.
૪૩ મોસાથી બિનઆ થયો, બિનઆથી રફાયા થયો, રફાયાથી એલઆસાહ થયો અને એલઆસાહથી આસેલ થયો.
૪૪ આસેલના છ દીકરાઓનાં નામ આ હતાં: આઝ્રીકામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન. આ આસેલના દીકરાઓ હતા.
ફૂટનોટ
^ અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.
^ મૂળ, “શૂરવીર.”
^ અથવા, “ભોજનખંડો.”
^ શબ્દસૂચિમાં “સુગંધી દ્રવ્ય” જુઓ.
^ અથવા, “ભોજનખંડોમાં.”
^ અર્થ, “બીજા બિન્યામીનીઓ.”