તિમોથીને પહેલો પત્ર ૪:૧-૧૬

  • દુષ્ટ દૂતોના શિક્ષણ વિરુદ્ધ ચેતવણી (૧-૫)

  • ખ્રિસ્તના સારા સેવક કઈ રીતે બની શકાય (૬-૧૦)

    • શરીરની કસરત અને ઈશ્વર માટેનો ભક્તિભાવ ()

  • તારા શિક્ષણ પર ધ્યાન આપજે (૧૧-૧૬)

 ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે. ૨  તેઓ જૂઠું બોલતા માણસોના ઢોંગથી ભરમાઈ જશે.+ એ જૂઠા માણસોનાં અંતઃકરણ બહેર મારી ગયાં છે, જાણે ધગધગતા સળિયાના ડામ આપ્યા હોય. ૩  એ માણસો બીજાઓને લગ્‍ન કરવાની મના કરે છે+ અને લોકોને અમુક ખોરાક ખાવાની ના પાડે છે.+ એ ખોરાક તો ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો છે,+ જેથી શ્રદ્ધા રાખનારા અને સત્યને ચોકસાઈથી જાણનારા લોકો ઈશ્વરનો આભાર માનીને એ ખાઈ શકે.+ ૪  ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુ સારી છે+ અને જો આભાર-સ્તુતિ સાથે એનો સ્વીકાર થયો હોય, તો એમાંથી કશાનો નકાર કરવો ન જોઈએ.+ ૫  કેમ કે ઈશ્વરે કહેલા શબ્દોથી અને પ્રાર્થનાથી એ ખોરાક પવિત્ર થાય છે. ૬  ભાઈઓને આ સલાહ આપીને તું ખ્રિસ્ત ઈસુનો એક સારો સેવક બનીશ. તું એવો સેવક બનીશ, જેણે શ્રદ્ધાની વાતોથી અને સૌથી સારા શિક્ષણથી પોષણ મેળવ્યું હોય. હકીકતમાં, તું એ શિક્ષણ ધ્યાનથી પાળતો આવ્યો છે.+ ૭  પણ ઈશ્વરની નિંદા કરનાર જૂઠી વાર્તાઓથી તું દૂર રહેજે.+ અમુક વૃદ્ધ સ્ત્રીઓ એવી વાર્તાઓ કહેતી ફરે છે. એના બદલે, ઈશ્વરની ભક્તિને તારું લક્ષ બનાવીને પોતાને તાલીમ આપતો રહેજે. ૮  કેમ કે શરીરની કસરત* તો અમુક હદે જ લાભ કરે છે, જ્યારે કે ઈશ્વર માટેનો ભક્તિભાવ* બધી વાતે લાભ કરે છે. એમાં હમણાંના અને ભાવિના જીવનનું વચન સમાયેલું છે.+ ૯  એ વાત ભરોસાપાત્ર છે અને પૂરેપૂરી રીતે સ્વીકારવા યોગ્ય છે. ૧૦  એ માટે આપણે ઘણી મહેનત કરીએ છીએ અને સખત લડત આપીએ છીએ,+ કેમ કે આપણે જીવતા ઈશ્વર પર આશા રાખીએ છીએ. તે દરેક પ્રકારના લોકોના,+ ખાસ કરીને પોતાના વફાદાર લોકોના તારણહાર છે.+ ૧૧  તું તેઓને આ આજ્ઞાઓ આપતો રહેજે અને શીખવતો રહેજે. ૧૨  તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં* વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે. ૧૩  હું આવું ત્યાં સુધી તું જાહેર વાંચન પર,+ સલાહ* આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. ૧૪  તારા વિશે ભવિષ્યવાણી થઈ હતી અને વડીલોના જૂથે તારા પર હાથ મૂક્યા હતા ત્યારે તને જે વરદાન મળ્યું હતું, એ વિશે બેદરકાર ન રહેતો.+ ૧૫  આ વાતો પર વિચાર* કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે. ૧૬  તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે.+ આ વાતોને વળગી રહેજે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.+

ફૂટનોટ

અથવા, “પ્રેરિત શબ્દોમાં.”
અથવા, “તાલીમ.”
અથવા, “પવિત્રતામાં.”
અથવા, “ઉત્તેજન.”
અથવા, “મનન.”