સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

અભિષિક્તોને ઈશ્વર તરફથી જે “બ્યાનું” અને ‘મુદ્રા’ મળે છે, એ શું છે?—૨ કોરીં. ૧:૨૧, ૨૨.

પહેલાંના સમયમાં દસ્તાવેજ અસલી છે એ સાબિત કરવા ચીકણી માટી અથવા મીણ પર વીંટીથી મહોર કરવામાં આવતી

બ્યાનું: એક સંશોધન પ્રમાણે બીજો કોરીંથી ૧:૨૨માં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “બ્યાનું” તરીકે કરવામાં આવ્યું છે, એ એક ‘કાયદાકીય અને વ્યવસાયિક શબ્દ છે.’ મૂળ ગ્રીકમાં એનો અર્થ, ‘પહેલો હપ્તો, જમા રકમ, ડાઉન પેમેન્ટ કે જામીન તરીકે થાય છે, જે કોઈ વસ્તુની ખરીદી કરતા પહેલાં ચૂકવવામાં આવે છે. એના દ્વારા એ વસ્તુ પર કાનૂની હક સ્થપાય છે. અથવા એના દ્વારા કોઈ કરારને અમલમાં મૂકવામાં આવે છે.’ જ્યારે એક વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે, ત્યારે જાણે તેને બ્યાનું આપવામાં આવે છે. જોકે, તેને મળનાર ઇનામ એટલે કે પૂરેપૂરી ચૂકવણી વિશે બીજો કોરીંથી ૫:૧-૫માં જણાવ્યું છે. એ કલમો પ્રમાણે તેને સ્વર્ગમાં અવિનાશી શરીર અને અમર જીવનનું ઇનામ આપવામાં આવશે.—૧ કોરીં. ૧૫:૪૮-૫૪.

હાલમાં વપરાતી ગ્રીક ભાષામાં સગાઈની વીંટી માટે જે શબ્દ વાપરવામાં આવે છે, એનો અર્થ “બ્યાનું” શબ્દ સાથે મળતો આવે છે. અભિષિક્તો માટે એ કેટલું યોગ્ય છે. કારણ કે, તેઓ ખ્રિસ્તની સાંકેતિક કન્યા બનવાના છે.—૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૨૧:૨,.

મુદ્રા: પહેલાંના સમયમાં કોઈની માલિકી, કરાર કે ખરાઈ સાબિત કરવા હસ્તાક્ષર તરીકે મુદ્રા કે મહોર કરવામાં આવતી. અભિષિક્તોના કિસ્સામાં, તેઓ ઈશ્વરની માલિકીના છે એ બતાવવા સાંકેતિક રીતે તેઓને પવિત્ર શક્તિથી “મુદ્રાંકિત” કરવામાં આવે છે. (એફે. ૧:૧૩, ૧૪) એ મુદ્રા આખરી મુદ્રા ક્યારે બને છે? અભિષિક્ત વ્યક્તિ વફાદારીથી પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કરે એના થોડા સમય પહેલાં અથવા મહાન વિપત્તિ શરૂ થાય એના થોડા સમય પહેલાં.—એફે. ૪:૩૦; પ્રકટી. ૭:૨-૪.