ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૮

આ અંકમાં જૂન ૪ થી જુલાઈ ૮, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

ખરી આઝાદી તરફ લઈ જતો માર્ગ

કેટલાક લોકોને જુલમ, ભેદભાવ અને ગરીબીથી આઝાદી જોઈએ છે. બીજા અમુકને બોલવામાં કે પસંદગી કરવામાં આઝાદી જોઈએ છે. શું ખરી આઝાદી મેળવવી શક્ય છે?

આઝાદીના ઈશ્વર, યહોવાની સેવા કરીએ

ઈશ્વરની શક્તિએ કઈ રીતે આપણને આઝાદ કર્યા છે? આપણે કઈ રીતે ઈશ્વરે આપેલી આઝાદીનો દુરુપયોગ કરવાનું ટાળી શકીએ?

વડીલો અને સહાયક સેવકો—તિમોથી પાસેથી શીખો

એવું લાગે છે કે તિમોથીએ પ્રેરિત પાઊલ સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનામાં આત્મવિશ્વાસની ખામી હતી. મંડળના વડીલો અને સહાયક સેવકો તિમોથીના દાખલા પરથી શું શીખી શકે?

ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ

યહોવાના લોકોને હંમેશા ઉત્તેજનની જરૂર પડે છે.

એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ

જેમ જેમ યહોવાનો દિવસ નજીક આવતો જાય તેમ આપણે ભાઈ-બહેનોમાં દિલથી રસ લઈએ, જેથી જરૂર પડે ત્યારે તેઓને ઉત્તેજન આપી શકીએ.

યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?

અમુક વાર જીવનમાં ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે અને એમાં પસંદગી કરવાની હોય છે. એટલે, કદાચ યુવાનો મૂંઝાઈ જઈ શકે. કઈ રીતે તેઓ ભાવિ વિશે સમજી-વિચારીને નિર્ણય લઈ શકે?

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે યહોવાના સાક્ષીઓનાં સાહિત્યને કોઈ પણ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી નથી?

વાચકો તરફથી પ્રશ્નો

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની સુધારેલી આવૃત્તિ ગીતશાસ્ત્ર ૧૪૪ વિશે શું જણાવે છે?