અભ્યાસ માટે વિષય
યહોવાને ખુશ કરવા માંગતા લોકો સમજી-વિચારીને નિર્ણયો લે છે
ઉત્પત્તિ ૨૫:૨૯-૩૪ વાંચો અને જાણો કે એસાવ અને યાકૂબે સારા નિર્ણય લીધા હતા કે નહિ.
આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. એ પહેલાં શું બન્યું હતું? (ઉત. ૨૫:૨૦-૨૮) એ પછી શું બન્યું હતું?—ઉત. ૨૭:૧-૪૬.
બનાવમાં ઊંડા ઊતરો. એ દિવસોમાં પ્રથમ જન્મેલા દીકરા પાસે કયા હક હતા? તેની કઈ જવાબદારીઓ હતી?—ઉત. ૧૮:૧૮, ૧૯; w૧૦-E ૫/૧ ૧૩.
-
શું મસીહના પૂર્વજ બનવા એ વ્યક્તિ પ્રથમ જન્મેલી હોય એ જરૂરી હતું? (w૧૭.૧૨ ૧૪-૧૫)
તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. એસાવ કરતાં યાકૂબ માટે પ્રથમ જન્મેલાનો હક કેમ વધારે મહત્ત્વનો હતો? (હિબ્રૂ. ૧૨:૧૬, ૧૭; w૦૩ ૧૦/૧૫ ૨૮-૨૯) એ બે ભાઈઓ વિશે યહોવાને કેવું લાગતું હતું અને શા માટે? (માલા. ૧:૨, ૩) સારા નિર્ણયો લેવા એસાવ શું કરી શકતો હતો?
-
પોતાને પૂછો: ‘શું અઠવાડિયાના મારા શેડ્યુલથી દેખાઈ આવે છે કે યહોવાની ભક્તિ મારા માટે ખૂબ મહત્ત્વની છે? શું મારી પાસે કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય હોય છે?’