ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૬

આ અંકમાં નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૨૫, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

તેઓએ સારો દાખલો બેસાડ્યો, હું તેઓનો પડછાયો બન્યો

પરિપક્વ ભાઈઓ દ્વારા મળેલા ઉત્તેજનથી બીજાઓને સારા ધ્યેયો રાખવા અને એને હાંસલ કરવા મદદ મળે છે. થોમસ મેક્લેન જણાવે છે કે, બીજાઓએ તેમના માટે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો અને તે કઈ રીતે તેઓનો પડછાયો બનીને બીજાઓ માટે સારો દાખલો બન્યા.

‘અજાણ્યાઓને પ્રેમ બતાવવાનું ભૂલશો નહિ’

અજાણ્યાઓ પ્રત્યે ઈશ્વરનું વલણ કેવું છે? બીજા દેશના લોકો તમારા મંડળમાં આવે ત્યારે, તેઓને અજાણ્યું ન લાગે એ માટે તમે કઈ રીતે તેઓને મદદ કરી શકો?

બીજા દેશમાં સેવા આપતી વખતે તમારી શ્રદ્ધા જાળવી રાખો

દરેક ઈશ્વરભક્તે પોતાની અને કુટુંબની ભક્તિને લગતી જરૂરિયાતોને મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ, જો તમે બીજી ભાષા બોલતા મંડળમાં સેવા આપો છો, તો તમારે બીજા અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

શું તમે ‘ડહાપણ’ કેળવવા મહેનત કરો છો?

ડહાપણનો ગુણ કઈ રીતે જ્ઞાન અને સમજણ કરતાં અલગ છે? એ જાણવાથી આપણને સાચે જ ફાયદો થઈ શકે છે.

ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો

પ્રાચીન સમયના અને આજના સમયના વિશ્વાસુ સેવકોએ જે રીતે શ્રદ્ધા બતાવી, એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તમે કઈ રીતે તમારી શ્રદ્ધા મજબૂત રાખી શકો?

યહોવાનાં વચનોમાં શ્રદ્ધા બતાવો

શ્રદ્ધા એટલે શું? અને વધુ મહત્ત્વનું તો, તમે કઈ રીતે એ બતાવી શકો?

શું તમે જાણો છો?

પ્રથમ સદીમાં રોમન સરકારે યહુદિયામાં રહેતા યહુદી અધિકારીઓને કેટલી છૂટ આપી હતી? શું એ સાચું છે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી હતી?