સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૨

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તમારો ઉપયોગ કરે છે!

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તમારો ઉપયોગ કરે છે!

“ઈશ્વર તમને શક્તિ આપે છે, જેનાથી તમને તેમનું કામ કરવાની ઇચ્છા જ નહિ, એ પૂરું કરવાનું બળ પણ મળે છે.”—ફિલિ. ૨:૧૩.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલક *

૧. પોતાનો હેતુ પૂરો કરવા યહોવા શું કરે છે?

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા કંઈ પણ બની શકે છે. એ માટે તે અલગ અલગ ભૂમિકા નિભાવે છે. જેમ કે, શીખવનાર, દિલાસો આપનાર અને સંદેશો આપનાર. (યશા. ૪૮:૧૭; ૨ કોરીં. ૭:૬; ગલા. ૩:૮) પોતાનો હેતુ પૂરો કરવા અમુક વાર યહોવા માણસોનો પણ ઉપયોગ કરે છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; ૨ કોરીં. ૧:૩, ૪) તે પોતાની ઇચ્છા પૂરી કરવા આપણી પાસે કંઈ પણ કરાવી શકે છે. એ માટે તે આપણને બુદ્ધિ અને બળ પૂરાં પાડે છે. ઘણા વિદ્વાનો કહે છે કે એ બધું યહોવાના નામના અર્થમાં આવી જાય છે.

૨. (ક) શા માટે અમુક વાર શંકા થાય કે યહોવા આપણો ઉપયોગ કરે છે કે કેમ? (ખ) આ લેખમાં આપણે શું જોઈશું?

આપણે બધા ચાહીએ છીએ કે યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા આપણો ઉપયોગ કરે. પણ અમુકને શંકા થાય કે યહોવા તેઓનો ઉપયોગ કરે છે કે કેમ. શા માટે? તેઓને લાગે છે કે વધતી ઉંમર, અઘરા સંજોગો કે ઓછી આવડતોને લીધે તેઓ ચાહે એટલું કરી શકતા નથી. બીજા અમુકને લાગે છે કે તેઓ જેટલું કરી રહ્યા છે એટલું બસ છે, વધારે કરવાની જરૂર નથી. આ લેખમાં આપણે જોઈશું કે યહોવા પોતાનો હેતુ પૂરો કરાવવા આપણને જરૂરી બધી મદદ આપી શકે છે. આપણે બાઇબલમાંથી અમુક અહેવાલો પણ તપાસીશું. એનાથી જોવા મળશે કે યહોવાએ પોતાના ભક્તોને અમુક કામ કરવા ઇચ્છા અને બળ પૂરાં પાડ્યાં હતાં. એ ભક્તોમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. છેલ્લે જોઈશું કે કઈ રીતે આપણે યહોવાના હાથે પોતાને ઘડાવવા દઈ શકીએ.

યહોવા કઈ રીતે આપણને જરૂરી મદદ આપે છે?

૩. ફિલિપીઓ ૨:૧૩ પ્રમાણે યહોવા કઈ રીતે આપણા મનમાં કામ કરવાની ઇચ્છા મૂકી શકે?

ફિલિપીઓ ૨:૧૩ વાંચો. * યહોવા આપણા મનમાં કામ કરવાની ઇચ્છા મૂકી શકે છે. કઈ રીતે? કદાચ આપણને ખબર પડે કે મંડળમાં કોઈકને મદદની જરૂર છે કે પછી પ્રાર્થનાઘરમાં કોઈ કામ માટે મદદની જરૂર છે. અથવા વડીલો શાખા કચેરીથી આવેલો પત્ર વાંચે, જેમાં જણાવ્યું હોય કે બીજી કોઈક જગ્યાએ વધારે પ્રચારકોની જરૂર છે. એ જાણીને આપણને કદાચ થાય, “હું કઈ રીતે મદદ કરી શકું?” આપણને કોઈ અઘરું કામ સોંપવામાં આવે ત્યારે કદાચ સવાલ થાય, “શું મારાથી એ કામ થશે?” બાઇબલ વાંચતાં વાંચતાં આપણને કદાચ વિચાર આવે, “આ કલમથી હું બીજાઓને કઈ રીતે મદદ કરી શકું?” યહોવા આપણને કોઈ પણ કામ માટે બળજબરી કરતા નથી. પણ જ્યારે યહોવા જુએ છે કે આપણે કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છીએ, ત્યારે તે આપણને એ કામ કરવા જરૂરી મદદ આપે છે.

૪. યહોવા કઈ રીતે આપણને કામ કરવા બળ પૂરું પાડી શકે?

યહોવા આપણને કામ કરવા બળ પૂરું પાડી શકે છે. (યશા. ૪૦:૨૯) આપણી આવડતો નિખારવા તે પવિત્ર શક્તિ આપે છે. (નિર્ગ. ૩૫:૩૦-૩૫) યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને અમુક કામ શીખવે છે. કોઈ સોંપણી કઈ રીતે પૂરી કરવી એ ન સમજાય તો બીજાઓ પાસે મદદ માંગવી જોઈએ. ઉદાર પિતા યહોવાની મદદ માંગતા ક્યારેય અચકાઈએ નહિ. તે આપણને “માણસની શક્તિ કરતાં ઘણી ચઢિયાતી” શક્તિ આપશે. (૨ કોરીં. ૪:૭; લુક ૧૧:૧૩) બાઇબલમાં એવા અનેક દાખલા છે, જેમાં યહોવાએ પુરુષો અને સ્ત્રીઓને અમુક કામ કરવા ઇચ્છા અને બળ પૂરાં પાડ્યાં હતાં. ચાલો એમાંના અમુક દાખલા તપાસીએ. એનો પણ વિચાર કરીએ કે, એવાં કામ કરવા યહોવા કઈ રીતે તમારો ઉપયોગ કરી શકે.

યહોવાએ કઈ રીતે પુરુષોને મદદ કરી?

૫. પોતાના લોકોને છોડાવવા યહોવાએ જે રીતે અને જે સમયે મુસાનો ઉપયોગ કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

ઇઝરાયેલીઓને છોડાવવા યહોવાએ મુસાનો ઉપયોગ કર્યો હતો. મુસાને “ઇજિપ્તનું સર્વ શિક્ષણ આપવામાં આવ્યું” હતું. મુસાને લાગ્યું કે ઇઝરાયેલીઓને છોડાવવા માટે તે તૈયાર છે. (પ્રે.કા. ૭:૨૨-૨૫) પરંતુ યહોવાએ એ સમયે તેમનો ઉપયોગ કર્યો નહિ. મુસાને નમ્ર અને શાંત વ્યક્તિ બનવા યહોવાએ મદદ કરી. એ પછી યહોવાએ તેમનો ઉપયોગ કર્યો. (પ્રે.કા. ૭:૩૦, ૩૪-૩૬) યહોવાએ મુસાને ઇજિપ્તના સૌથી શક્તિશાળી રાજા સામે બોલવા હિંમત આપી. (નિર્ગ. ૯:૧૩-૧૯) યહોવાએ જે રીતે અને જે સમયે મુસાનો ઉપયોગ કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ? જેઓ યહોવા જેવા ગુણો બતાવે છે અને શક્તિ માટે તેમના પર આધાર રાખે છે, તેઓનો તે ઉપયોગ કરે છે.—ફિલિ. ૪:૧૩.

૬. યહોવાએ રાજા દાઊદને મદદ કરવા જે રીતે બાર્ઝિલ્લાયનો ઉપયોગ કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

સદીઓ પછી, યહોવાએ રાજા દાઊદને મદદ કરવા બાર્ઝિલ્લાયનો ઉપયોગ કર્યો હતો. આબ્શાલોમથી બચવા દાઊદ અને તેમના લોકો નાસી રહ્યા હતા. તેઓ “ભૂખ્યા, થાકેલા તથા તરસ્યા” હતા. એ સમયે બાર્ઝિલ્લાય ઘણા વૃદ્ધ હતા. બાર્ઝિલ્લાય અને બીજા લોકોએ જીવના જોખમે દાઊદ અને તેમના લોકોને જરૂરી મદદ પૂરી પાડી. બાર્ઝિલ્લાયે એવું વિચાર્યું નહિ કે પોતે ઘરડા થઈ ગયા હોવાથી યહોવા તેમનો ઉપયોગ નહિ કરે. એને બદલે, તેમણે ઉદારતાથી પોતાની પાસે જે કંઈ હતું એમાંથી ઈશ્વરભક્તોની મદદ કરી. (૨ શમૂ. ૧૭:૨૭-૨૯) એમાંથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે ગમે એ ઉંમરના હોઈએ, યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. નજીકમાં રહેતાં કે પછી બીજા દેશમાં રહેતાં ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી પાડવા યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. (નીતિ. ૩:૨૭, ૨૮; ૧૯:૧૭) આપણે કદાચ જાતે જઈને તેઓને મદદ કરી શકતા નથી. પણ જગતવ્યાપી કાર્ય માટે આપણે દાન આપી શકીએ છીએ. એનાથી ભાઈ-બહેનોને જરૂરી મદદ મળે છે.—૨ કોરીં. ૮:૧૪, ૧૫; ૯:૧૧.

૭. યહોવાએ શિમયોનનો કઈ રીતે ઉપયોગ કર્યો? એ જાણીને આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે?

શિમયોન એક વફાદાર ભક્ત હતા. તે યરૂશાલેમમાં રહેતા હતા અને ઘણા વૃદ્ધ હતા. યહોવાએ તેમને વચન આપ્યું હતું કે, જ્યાં સુધી શિમયોન મસીહને જોશે નહિ, ત્યાં સુધી તેમનું મરણ થશે નહિ. એ વચનથી શિમયોનને ઘણું ઉત્તેજન મળ્યું હશે. કારણ કે તે ઘણાં વર્ષોથી મસીહના આવવાની રાહ જોતા હતા. તેમની શ્રદ્ધા અને ધીરજ ફળી, યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. એક દિવસ “પવિત્ર શક્તિથી દોરવાઈને” તે મંદિરમાં આવ્યા. ત્યાં તેમણે નાનકડા ઈસુને જોયા. યહોવાએ શિમયોન દ્વારા ભવિષ્યવાણી કરાવી કે, એ બાળક મોટું થઈને ખ્રિસ્ત બનશે. (લુક ૨:૨૫-૩૫) ઈસુએ પૃથ્વી પર સેવાકાર્ય શરૂ કર્યું એ પહેલાં કદાચ શિમયોન મરણ પામ્યા. પણ તેમને જે લહાવો મળ્યો અને ભાવિમાં જે મળવાનો છે, એ માટે તે ઘણા આભારી હતા! નવી દુનિયામાં એ વફાદાર ભક્તને જોવા મળશે કે ઈસુના રાજમાં ધરતી પર બધાં કુટુંબો સુખી છે. (ઉત. ૨૨:૧૮) યહોવા તેમની સેવામાં જે રીતે આપણો ઉપયોગ કરે છે, એ માટે આપણે પણ કેટલા આભારી છીએ!

૮. યહોવાએ બાર્નાબાસનો ઉપયોગ કર્યો, એવો આપણો પણ કઈ રીતે ઉપયોગ કરી શકે?

પહેલી સદીમાં યુસફ નામના ઈશ્વરભક્ત હતા. તે ઘણા ઉદાર હતા. યહોવા તેમનો ઉપયોગ કરે એ માટે તે દિલથી તૈયાર હતા. (પ્રે.કા. ૪:૩૬, ૩૭) તે બીજાઓને ઘણી સારી રીતે દિલાસો આપતા હતા. એટલે બીજા પ્રેરિતો તેમને બાર્નાબાસ કહેતા હતા, જેનો અર્થ થાય, “દિલાસાનો દીકરો.” દાખલા તરીકે, શાઊલ ખ્રિસ્તી બન્યા એ પછી પણ ઘણાં ભાઈ-બહેનો તેમનાથી ડરતાં હતાં. કારણ કે અગાઉ તેમણે ઈસુને પગલે ચાલનારા લોકોની સતાવણી કરી હતી. પણ બાર્નાબાસે તેમને દિલાસો આપ્યો અને મદદ કરી. એ માટે શાઊલ તેમના ઘણા આભારી હતા. (પ્રે.કા. ૯:૨૧, ૨૬-૨૮) યરૂશાલેમના વડીલોએ જોયું કે દૂર સિરિયાના અંત્યોખમાં રહેતાં ભાઈ-બહેનોને ઉત્તેજનની જરૂર છે. તેઓએ કોને મોકલ્યા? બાર્નાબાસને! તેઓએ યોગ્ય વ્યક્તિને પસંદ કર્યા હતા. બાઇબલમાં લખ્યું છે કે બાર્નાબાસે ‘બધાને દૃઢ હૃદયથી પ્રભુમાં ચાલતા રહેવા ઉત્તેજન આપ્યું.’ (પ્રે.કા. ૧૧:૨૨-૨૪) આજે પણ ભાઈ-બહેનોને મદદ કરવા યહોવા આપણને “દિલાસાનો દીકરો” બનાવી શકે છે. દાખલા તરીકે, જેઓના સ્નેહીજનો ગુજરી ગયા છે, તેઓને દિલાસો આપવા યહોવા આપણો ઉપયોગ કરી શકે છે. બીમાર કે નિરાશ વ્યક્તિને મળીને કે ફોન કરીને દિલાસાના બે બોલ કહેવા તે આપણને પ્રેરણા આપી શકે છે. યહોવાએ બાર્નાબાસનો ઉપયોગ કર્યો હતો. યહોવા આપણો પણ ઉપયોગ કરે એ માટે શું આપણે તૈયાર છીએ?—૧ થેસ્સા. ૫:૧૪.

૯. વેઝલીભાઈને પ્રેમાળ વડીલ બનવા યહોવાએ જે રીતે મદદ કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

વેઝલીભાઈને પ્રેમાળ વડીલ બનવા યહોવાએ મદદ કરી હતી. વેઝલીભાઈ ૨૬ વર્ષના હતા ત્યારે વડીલ બન્યા હતા. તેમને ડર હતો કે તેમની પાસે એટલો અનુભવ નથી કે ભાઈ-બહેનોને મદદ કરી શકે. ખાસ તો મુશ્કેલીમાં હોય એવાં ભાઈ-બહેનોને. અનુભવી વડીલો પાસેથી અને રાજ્ય સેવા શાળામાં જવાથી તેમને સારી તાલીમ મળી. વેઝલીભાઈએ સારા વડીલ બનવા ઘણી મહેનત કરી. તેમણે નાના નાના ધ્યેયો રાખ્યા. જેમ જેમ ધ્યેયો પૂરા થતા ગયા તેમ તેમ તેમનો ડર ઓછો થતો ગયો. તે જણાવે છે: ‘પહેલાં જે બાબતોથી મને ડર લાગતો, હવે એનાથી મને ખુશી મળે છે. કોઈ ભાઈ કે બહેનને દિલાસો આપવા યહોવાની મદદથી બાઇબલની કલમ બતાવું છું ત્યારે, મારા દિલને ઠંડક મળે છે.’ ભાઈઓ, તમે પણ વેઝલીભાઈની જેમ કરી શકો. યહોવા તમારો ઉપયોગ કરે માટે તૈયાર રહી શકો. જો એમ કરશો તો યહોવા તમને એવી આવડત આપશે, જેનાથી તમે મંડળમાં વધુ જવાબદારી લઈ શકશો.

યહોવાએ કઈ રીતે સ્ત્રીઓને મદદ કરી?

૧૦. અબીગાઈલે શું કર્યું અને આપણે તેના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૦ દાઊદ અને તેમના માણસોનો શાઊલ રાજા પીછો કરી રહ્યા હતા. દાઊદના માણસો ભૂખ્યા-તરસ્યા હતા, એટલે નાબાલ પાસે મદદ માંગવા ગયા. તે ઇઝરાયેલી હતો અને ઘણો ધનવાન હતો. એ માણસોએ નાબાલને વિનંતી કરી કે તેઓને થોડું ખાવાનું આપે. તેઓ શા માટે નાબાલ પાસે મદદ માંગવા ગયા? કારણ કે વેરાન પ્રદેશમાં તેઓ નાબાલના ઘેટાં-બકરાં સાચવતા હતા. પણ નાબાલ તો એટલો સ્વાર્થી હતો કે, તેણે ખોરાક આપવાની ઘસીને ના પાડી દીધી. દાઊદનો પિત્તો ગયો. નાબાલ અને તેના માણસોને મારી નાખવાનું તેમણે નક્કી કર્યું. (૧ શમૂ. ૨૫:૩-૧૩, ૨૨) નાબાલની પત્ની અબીગાઈલ ઘણી સુંદર અને સમજુ હતી. તે દાઊદને પગે પડી. તેણે હિંમત બતાવી અને દાઊદને અરજ કરી કે નાબાલ અને તેના માણસોનું ખૂન ન કરે. તેઓના ખૂનનો દોષ પોતાને માથે ન લે. તેણે નમ્રતાથી દાઊદને સલાહ આપી કે યહોવાના હાથમાં બાબતો છોડી દે. અબીગાઈલન વર્તન અને તેણે નમ્રતાથી કહેલા શબ્દો દાઊદના દિલને સ્પર્શી ગયાં. દાઊદને સમજાઈ ગયું કે યહોવાએ અબીગાઈલને મોકલી હતી. (૧ શમૂ. ૨૫:૨૩-૨૮, ૩૨-૩૪) અબીગાઈલે સારા ગુણો કેળવ્યા હતા. એટલે યહોવાએ તેનો ઉપયોગ કર્યો. એવી જ રીતે, મંડળમાં અમુક બહેનો સમજી-વિચારીને વર્તે છે. કુટુંબને અને મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરવા યહોવા તેઓનો ઉપયોગ કરે છે.—નીતિ. ૨૪:૩; તિત. ૨:૩-૫.

૧૧. શાલ્લુમની દીકરીઓએ શું કર્યું અને આજે કોણ તેઓને પગલે ચાલી રહ્યું છે?

૧૧ સદીઓ પછી, યરૂશાલેમના કોટનું સમારકામ કરવા યહોવાએ અમુક લોકોનો ઉપયોગ કર્યો. એમાં શાલ્લુમની દીકરીઓ પણ હતી. (નહે. ૨:૨૦; ૩:૧૨) શાલ્લુમ રાજવંશના હતા તોપણ તેમની દીકરીઓ ખુશીથી એ અઘરું અને ખતરનાક કામ કરવા તૈયાર હતી. (નહે. ૪:૧૫-૧૮) પણ તકોઆના આગળ પડતા લોકોએ એ “કામમાં મદદ કરી નહિ.” (નહે. ૩:૫) તકોઆના લોકો અને શાલ્લુમની દીકરીઓ વચ્ચે કેવો આભ-જમીનનો ફરક! એ કામ ફક્ત બાવન દિવસમાં પૂરું થઈ ગયું. જરા વિચારો, એ જોઈને શાલ્લુમની દીકરીઓની ખુશીનો પાર નહિ રહ્યો હોય! (નહે. ૬:૧૫) આજે પણ અમુક બહેનો રાજીખુશીથી યહોવાની ખાસ સેવા કરી રહી છે. યહોવાની સેવામાં વપરાતી જગ્યાના બાંધકામ અને સમારકામમાં તેઓ ભાગ લે છે. એ વફાદાર બહેનોની આવડત અને જોશને લીધે એ કામ સફળતાથી પાર પડી રહ્યું છે!

૧૨. ટબીથાના દાખલા પરથી આપણે શું શીખી શકીએ?

૧૨ યહોવાએ ટબીથાને પ્રેરણા આપી એટલે તે “સારાં કામ કરવામાં અને દાન આપવામાં ઘણી ઉદાર” બની શકી. ખાસ કરીને તેમણે વિધવાઓ માટે એમ કર્યું. (પ્રે.કા. ૯:૩૬) તે ઘણી ઉદાર અને પ્રેમાળ હતી. તેનું મરણ થયું ત્યારે લોકો દુઃખી થઈ ગયા. પ્રેરિત પીતરે તેને સજીવન કરી ત્યારે તેઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. (પ્રે.કા. ૯:૩૯-૪૧) ટબીથાના દાખલા પરથી આપણે શું શીખી શકીએ? ભલે આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, સ્ત્રી હોઈએ કે પુરુષ, આપણે ઘણી રીતોએ ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ.—હિબ્રૂ. ૧૩:૧૬.

૧૩. યહોવાએ કઈ રીતે રૂથબહેનનો ઉપયોગ કર્યો? તેમણે શું જણાવ્યું?

૧૩ ચાલો રૂથબહેનનો દાખલો જોઈએ. તે બહુ શરમાળ હતાં. તેમને બીજા દેશમાં જઈને સેવા આપવી હતી. તે નાનાં હતાં ત્યારે એક ઘરેથી બીજા ઘરે દોડીને પત્રિકા આપતાં. તેમણે જણાવ્યું: ‘એ કામ મને ઘણું ગમતું. પણ ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવું, એ મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.’ શરમાળ હોવા છતાં રૂથ ૧૮ વર્ષે નિયમિત પાયોનિયર બન્યાં. ૧૯૪૬માં તેમણે ગિલયડ શાળામાં તાલીમ લીધી. પછી તેમણે હવાઇ અને જાપાનમાં સેવા આપી. એ દેશોમાં જોરશોરથી ખુશખબર ફેલાવવા યહોવાએ તેમનો ઉપયોગ કર્યો. સેવાકાર્યમાં આશરે ૮૦ વર્ષ વિતાવ્યા પછી તેમણે કહ્યું: ‘યહોવા હંમેશાં મારી પડખે રહ્યા છે. મારો સ્વભાવ શરમાળ છે, છતાં તેમની સેવામાં લાગુ રહેવા યહોવાએ મને ઘણી મદદ કરી છે. હું માનું છું કે જેઓ યહોવામાં ભરોસો રાખે છે, તેઓનો યહોવા ઉપયોગ કરે છે.’

યહોવા તમારો ઉપયોગ કરે એ માટે તૈયાર રહો

૧૪. કોલોસીઓ ૧:૨૯ પ્રમાણે યહોવા તમારો ઉપયોગ કરે એ માટે શું કરવું જોઈએ?

૧૪ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જોવા મળે છે કે, યહોવાએ પોતાના ભક્તોનો ઘણી રીતોએ ઉપયોગ કર્યો છે. તે તમારો કઈ રીતે ઉપયોગ કરશે? તમે કેટલી મહેનત કરવા તૈયાર છો, એનાથી એ નક્કી થશે. (કોલોસીઓ ૧:૨૯ વાંચો.) યહોવા તમારો ઉપયોગ કરે એ માટે તૈયાર રહો. જો એમ કરશો તો તે તમને ઉત્સાહી પ્રચારક, સારા શિક્ષક, ખાસ મિત્ર, દિલાસો આપનાર કે સારી રીતે કામ કરનાર બનાવશે. તેમની ઇચ્છા પૂરી કરવા તે કોઈ પણ રીતે તમારો ઉપયોગ કરશે.

૧૫. પહેલો તિમોથી ૪:૧૨, ૧૫માં જણાવ્યા પ્રમાણે યુવાન ભાઈઓ યહોવાને કઈ વિનંતી કરી શકે?

૧૫ યુવાન ભાઈઓ, તમે કઈ રીતે યહોવાની સેવામાં વધારે કરી શકો? મંડળમાં પૂરા જોશથી કામ કરી શકે, એવા સહાયક સેવકોની ખૂબ જરૂર છે. ઘણાં મંડળોમાં સહાયક સેવકો કરતાં વડીલો વધારે છે. શું તમે મંડળમાં વધારે જવાબદારીઓ ઉપાડવા તૈયાર છો? અમુક ભાઈઓ કદાચ કહે, ‘હું એક પ્રકાશક છું, એનાથી મને સંતોષ છે.’ જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? તમારા મનમાં સહાયક સેવક બનવાની ઇચ્છા જગાડવા યહોવા પાસે મદદ માંગો. તેમને વિનંતી કરો કે તમારી આવડતો નિખારવા મદદ કરે. એનાથી તેમની સેવામાં તમે બનતું બધું કરી શકશો. (સભા. ૧૨:૧) યુવાન ભાઈઓ, અમને તમારી મદદની જરૂર છે!—૧ તિમોથી ૪:૧૨, ૧૫ વાંચો.

૧૬. આપણે યહોવાને કઈ વિનંતી કરવી જોઈએ અને શા માટે?

૧૬ યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા આપણી પાસે કંઈ પણ કરાવી શકે છે. તેમને વિનંતી કરો કે તેમનું કામ કરવા આપણા મનમાં ઇચ્છા જગાડે. તેમને જણાવો કે એ માટે તમને જરૂરી બળ પૂરું પાડે. તમે યુવાન હો કે વૃદ્ધ, તમારાં સમય-શક્તિ, આવડત અને માલમિલકતનો ઉપયોગ યહોવાને મહિમા આપવામાં કરો. (સભા. ૯:૧૦) યહોવાની સેવામાં વધુ કરવાની કીમતી તક મળે ત્યારે, ના પાડશો નહિ. એમ ન વિચારશો કે એ કામ કરવું તમારા ગજા બહારની વાત છે. આપણા પ્રેમાળ પિતા માન-મહિમાના હકદાર છે! એ માટે આપણને નાનકડું કામ કરવાનો લહાવો મળે તો, એ કેટલી મોટી વાત કહેવાય!

ગીત ૨૯ ચાલું તારી સંગે

^ ફકરો. 5 શું તમને લાગે છે કે યહોવાની સેવામાં તમે જેટલું કરવા માંગો છો, એટલું કરી શકતા નથી? શું તમને એવો વિચાર આવે છે કે હવે તમે યહોવાની સેવામાં પહેલાં જેટલું કરી શકતા નથી? કે પછી તમને એવું થાય છે કે યહોવાની ભક્તિમાં હવે કંઈ વધારે કરવાની જરૂર નથી? આ લેખમાં અમુક રીતોની ચર્ચા કરીશું, જેમાંથી શીખીશું કે યહોવા પોતાનો હેતુ પૂરો કરવા આપણને કઈ રીતે ઇચ્છા અને બળ પૂરાં પાડે છે.

^ ફકરો. 3 પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને પત્ર લખ્યો હતો. પરંતુ તેમના શબ્દો આજના બધા ઈશ્વરભક્તોને પણ લાગુ પડે છે.