સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેનેથ ઇ. કૂક, જુનિયર, અને તેમના પત્ની, જેમી

નિયામક જૂથના નવા સભ્ય

નિયામક જૂથના નવા સભ્ય

અમેરિકા અને કેનેડાના બેથેલ કુટુંબ આગળ ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ બુધવારની સવારે ખાસ જાહેરાત કરવામાં આવી: ભાઈ કેનેથ કૂક, જુનિયરને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અમેરિકાના દક્ષિણ-મધ્ય પેન્સિલ્વેનિયામાં ભાઈ કેનેથનો જન્મ થયો હતો. હાઇસ્કૂલમાં તેમની સાથે ભણતા મિત્રએ તેમને સત્ય શીખવ્યું હતું. તેમણે ૭ જૂન, ૧૯૮૦ના રોજ પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. તેમણે ૧ સપ્ટેમ્બર, ૧૯૮૨થી નિયમિત પાયોનિયર તરીકે પૂરા સમયની સેવા શરૂ કરી. બે વર્ષ પછી, તેમને બેથેલનું આમંત્રણ મળ્યું. ૧૨ ઑક્ટોબર, ૧૯૮૪થી તેમણે વૉલકીલ, ન્યૂ યૉર્કમાં બેથેલ સેવાની શરૂઆત કરી.

પછી ૨૫ વર્ષ સુધી કેનેથભાઈએ છાપકામ અને બેથેલ ઑફિસ વિભાગમાં અલગ અલગ જવાબદારી ઉપાડી હતી. ૧૯૯૬માં તેમણે જેમી બહેન સાથે લગ્‍ન કર્યા. પછી, બહેન પણ તેમની સાથે વૉલકીલ બેથેલમાં જોડાયા. ડિસેમ્બર ૨૦૦૯માં તેઓને વૉચટાવર એજ્યુકેશનલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા, જે પેટરસન, ન્યૂ યૉર્કમાં છે. ત્યાં કેનેથભાઈ લેખન સમિતિમાં પત્રવ્યવહારનું કામ કરતા હતા. પછી થોડા સમય માટે તેઓએ વોલકીલ બેથેલમાં કામ કર્યું. એપ્રિલ ૨૦૧૬માં તેઓને બ્રુકલિન, ન્યૂ યૉર્ક મોકલવામાં આવ્યા. પાંચ મહિના પછી તેઓને વૉરવિક, ન્યૂ યૉર્કમાંના મુખ્યમથકમાં મોકલવામાં આવ્યા. જાન્યુઆરી ૨૦૧૭માં ભાઈ કેનેથને લેખન સમિતિના મદદનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.