સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

અભ્યાસ માટે સૂચન

શું તમને ભાઈ-બહેનોની જીવન સફર વાંચવી ગમે છે?

એક યુગલ રોજ સવારે એક જીવન સફર વાંચે છે. તેઓ કહે છે: “એ વાંચીને અમને ઘણું ઉત્તેજન મળ્યું છે. અમારો ભરોસો વધ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અમે પણ યહોવાને વફાદાર રહી શકીએ છીએ.” એક બેન કહે છે: “ભાઈ-બહેનોની જીવન સફર મારા દિલને સ્પર્શી જાય છે. મને ઘણી હિંમત અને દિલાસો મળે છે. એ ભાઈ-બહેનો ભક્તિનાં કામોમાં મંડ્યાં રહે છે. એ વિશે વાંચીને મારો પણ ઉત્સાહ વધ્યો છે કે હું ખુશખબર ફેલાવવાના કામમાં વધારે કરું. મારાં બાળકોને પૂરા સમયની સેવાનો ધ્યેય રાખવા હું મદદ કરી શકું છું.”

જીવન સફર વાંચવાથી તમને ઘણી મદદ મળશે. તમે ભક્તિમાં વધારે કરવા માટે ધ્યેય રાખી શકશો, નબળાઈનો સામનો કરી શકશો. કસોટીમાં ખુશ રહી શકશો અને ધીરજ રાખી શકશો. ભાઈ-બહેનોની જીવન સફર ક્યાં આપી છે?