વાચકો તરફથી પ્રશ્નો
એક પુરુષ અને સ્ત્રીનું લગ્ન થયું ન હોય, તેઓ કોઈ કારણ વગર સાથે રાત વિતાવે છે. તો શું એનો અર્થ એમ થાય કે, તેઓએ પાપ કર્યું છે અને ન્યાય સમિતિની ગોઠવણ કરવી જોઈએ?
હા, કોઈ કારણ વગર બે વ્યક્તિ સાથે રાત વિતાવે તો, એ મજબૂત પુરાવો આપે છે કે તેઓએ વ્યભિચાર કર્યો છે. એટલે, કોઈ વાજબી કારણ ન હોય તો, એવા સંજોગોમાં ન્યાય સમિતિની ગોઠવણ કરવી જોઈએ.—૧ કોરીં. ૬:૧૮.
દરેક સંજોગોમાં વડીલોનું જૂથ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી નક્કી કરશે કે ન્યાય સમિતિની ગોઠવણ કરવી કે નહિ. તેઓ આ સવાલોનો વિચાર કરશે: શું એ યુગલ ડેટિંગ કરી રહ્યું છે? શું એકબીજા પ્રત્યેના તેઓના વર્તનને લીધે અગાઉ વડીલોએ તેઓને શિસ્ત આપી હતી? શા માટે તેઓએ સાથે રાત વિતાવી? શું એ માટે તેઓએ અગાઉથી યોજના બનાવી હતી? શું તેઓ પાસે બીજો કોઈ રસ્તો હતો? કે પછી સંજોગો તેઓના હાથ બહાર હતા, જેમ કે અણધારી ઘટના કે ઇમર્જન્સીને લીધે તેઓ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો? (સભા. ૯:૧૧) તેઓ ક્યાં સૂઈ ગયા હતા? દરેક સંજોગો એકસરખા હોતા નથી, એટલે એવી બીજી માહિતી હોય શકે જેની અસર વડીલોના નિર્ણય પર પડશે.
બધી માહિતી પર વિચાર કર્યા પછી, વડીલોનું જૂથ નક્કી કરશે કે ન્યાય સમિતિની ગોઠવણ કરવી કે નહિ.