અભ્યાસ માટે સૂચન
પહેલા શાનો અભ્યાસ કરું?
આપણને બધાને જાતે અભ્યાસ કરવા બહુ સમય મળતો નથી. તો પછી જે પણ સમય મળે છે, એનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? સૌથી પહેલા, તમે જે વાંચો છો એના માટે પૂરતો સમય ફાળવો. ફટાફટ ઘણું બધું વાંચી જવાને બદલે થોડી જ માહિતીનો ધ્યાનથી અભ્યાસ કરવો વધારે સારું છે. એનાથી તમને વધારે ફાયદો થશે.
પછી નક્કી કરો કે તમે પહેલા શાનો અભ્યાસ કરશો. (એફે. ૫:૧૫, ૧૬) આ સૂચનોનો વિચાર કરો:
દરરોજ બાઇબલ વાંચો. (ગીત. ૧:૨) અઠવાડિયા દરમિયાન થતી સભામાં બાઇબલના જે અધ્યાયો પર ચર્ચા થાય છે, એનાથી શરૂઆત કરવી સારું રહેશે.
ચોકીબુરજ અભ્યાસની અને અઠવાડિયા દરમિયાન થતી સભાની તૈયારી કરો. સારી તૈયારી કરો, જેથી જવાબ આપી શકો.—ગીત. ૨૨:૨૨.
સમય મળે ત્યારે બીજું સાહિત્ય પણ વાંચો કે જુઓ, જેમ કે જનતા માટેનાં મૅગેઝિન, વીડિયો અને jw.org પર આવતી માહિતી.
સંશોધન કરો. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરતા હો, તમને કોઈ સવાલ હોય, કે પછી બાઇબલના કોઈ વિષયને તમારે સારી રીતે સમજવો હોય, તો એના માટે સંશોધન કરી શકો.