સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

ગીત ગાવામાં સુધારો કરવા આપણે કઈ ચાર બાબતો કરી શકીએ?

આપણે ગીત પુસ્તિકા ઊંચી પકડી રાખીને ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. ઊંડા શ્વાસ લેવા જોઈએ. આપણે મોં ખોલીને ગાઈશું તો મોટેથી ગાઈ શકીશું.—w૧૭.૧૧, પાન ૫.

ઇઝરાયેલના આશ્રયનગરોની જગ્યા અને એના રસ્તાઓ વિશે કઈ ખાસ વાત આપણે જાણવી જોઈએ?

એ દેશમાં છ આશ્રયનગરો હતા અને એમાં જવા માટે સારા રસ્તાઓ હતા. કોઈ પણ માણસ આશ્રય લેવા એમાં સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકતો હતો.—w૧૭.૧૧, પાન ૧૪.

કઈ રીતે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨ના શબ્દો ઈસુના સજીવન થવા વિશે બતાવે છે?

ઈસુનો મસીહ તરીકે નકાર થયો અને તેમને મારી નાખવામાં આવ્યા. તે “ખૂણાનો મુખ્ય પથ્થર” બને માટે તેમને સજીવન કરવામાં આવે એ જરૂરી હતું.—w૧૭.૧૨, પાન ૯-૧૦.

મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી?

અમુક વાર ઈસુની વંશાવળી પ્રથમ જન્મેલાઓમાંથી આવતી હતી, પણ દર વખતે નહિ. દાઊદ યિશાઈના પ્રથમ દીકરા ન હતા. છતાં, મસીહ દાઊદના વંશમાંથી આવ્યા હતા.—w૧૭.૧૨, પાન ૧૪-૧૫.

અમુક હદે પોતાને પ્રેમ કરવો શા માટે યોગ્ય છે?

આપણે જેવો પોતાના પર એવો પડોશી પર પ્રેમ રાખવો જોઈએ. (માર્ક ૧૨:૩૧) “પતિઓએ પોતાના શરીરની જેમ પોતાની પત્નીઓને પ્રેમ કરવો જોઈએ.” (એફે. ૫:૨૮) જોકે, પોતાના પર વધુ પડતો પ્રેમ રાખવાથી નુકસાન થાય છે.—w૧૮.૦૧, પાન ૨૩.

ઈશ્વરભક્તિમાં મજબૂત થવા આપણે શું કરી શકીએ?

આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ, એના પર મનન કરવું જોઈએ અને જે શીખ્યા એ લાગુ પાડવું જોઈએ. પવિત્ર શક્તિનું માર્ગદર્શન સ્વીકારવા આપણે મન અને દિલ ખુલ્લાં રાખવાં જોઈએ. આપણે બીજાઓની મદદ સ્વીકારીને તેઓનો આભાર માનવો જોઈએ.—w૧૮.૦૨, પાન ૨૬.

શા માટે જ્યોતિષવિદ્યા અને ભવિષ્ય ભાખવું જેવી બાબતોથી ભાવિ વિશે જાણી શકાતું નથી?

એ માટે ઘણાં કારણો છે, પણ મુખ્ય કારણ છે કે બાઇબલ એ બંનેની મના કરે છે.—wp૧૮.૨, પાન ૪-૫.

જમવાનું આમંત્રણ મળે ત્યારે આપણે એને કઈ દૃષ્ટિએ જોવું જોઈએ?

જો આપણે આમંત્રણ સ્વીકારીએ, તો આપણે વચન પાળવું જોઈએ. (ગીત. ૧૫:૪) આપણે બિનજરૂરી કારણોને લીધે એને રદ ન કરવું જોઈએ. કદાચ આપણને બોલાવનારે જમવાનું બનાવવા ઘણી તૈયારી કરી હશે.—w૧૮.૦૩, પાન ૧૮.

વડીલો અને સહાયક સેવકો તિમોથી પાસેથી કયો બોધપાઠ શીખી શકે?

તિમોથી દિલથી લોકોની સંભાળ રાખતા હતા અને તેમણે સેવાકાર્યને પ્રથમ સ્થાન આપ્યું હતું. તેમણે પવિત્ર સેવા કરવા ઘણી મહેનત કરી અને પોતે જે શીખ્યા એ લાગુ પાડ્યું. તે પોતાને તાલીમ આપતા રહ્યા અને તેમણે યહોવાની શક્તિ પર આધાર રાખ્યો. વડીલો અને બીજાઓ તેમના દાખલાને અનુસરી શકે છે.—w૧૮.૦૪, પાન ૧૩-૧૪.