ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૯

આ અંકમાં ઑગસ્ટ ૫–સપ્ટેમ્બર ૧, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

‘સાવધ રહો, કોઈ તમને ફસાવે નહિ!’

લોકોને છેતરવાની વાત આવે ત્યારે શેતાનને કોઈ પહોંચી ન વળે! તે કઈ રીતે આપણને યહોવાથી દૂર લઈ જવાનો અને આપણા વિચારોને બગાડવાનો પ્રયત્ન કરે છે?

ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ હોય એવા વિચારો કાઢી નાખીએ!

અનુભવ, સમાજ અને શિક્ષણની અસર આપણા વિચારો પર થાય છે. આપણા મનમાં રહેલા ‘કિલ્લાઓ જેવા મજબૂત’ ખરાબ વિચારોને કઈ રીતે તોડી શકાય?

ચિંતામાં પણ યહોવા પર ભરોસો રાખો

ખૂબ જ ચિંતા કે સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે તો, એની શરીર અને મન પર ખરાબ અસર પડે છે. અગાઉના ઈશ્વરભક્તો ઘણી ચિંતામાં હતા ત્યારે, યહોવાએ કઈ રીતે તેઓને મદદ કરી, એનો વિચાર કરવાથી આપણે ઘણું શીખી શકીએ.

ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ

લોત, અયૂબ અને નાઓમી યહોવાને વફાદાર રહ્યા. પણ, એવું ન હતું કે તેઓના જીવનમાં ચિંતાઓ ન હતી. તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

શેતાનના ફાંદાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ?

પોર્નોગ્રાફીના ફાંદામાં ઘણા ઈશ્વરભક્તો ફસાઈ ગયા છે. આપણે કઈ રીતે એનાથી દૂર રહી શકીએ?

જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

ઈ.સ. ૧૯૭૦માં ઇઝરાયેલમાં એન ગેડી નામની જગ્યાએથી નિષ્ણાતોને બળી ગયેલો વીંટો મળી આવ્યો હતો. એ સમયે ટૅક્નોલૉજી કામમાં આવી. થ્રી-ડી સ્કેનિંગથી એ વીંટો ‘ખોલવામાં આવ્યો.’ કેવું લખાણ હતું, એ વીંટા પર?