ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૨૦

આ લેખમાં ઑગસ્ટ ૩-૩૦, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.

“તમારું નામ પવિત્ર મનાઓ”

અભ્યાસ લેખ ૨૩: ઑગસ્ટ ૩-૯, ૨૦૨૦. આજે માણસો અને સ્વર્ગદૂતો સામે કયો સવાલ છે? એ સવાલ કેમ મહત્ત્વનો છે? એમાં આપણો શું ભાગ છે? એવા સવાલોના જવાબ જાણવાથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે.

‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો’

અભ્યાસ લેખ ૨૪: ઑગસ્ટ ૧૦-૧૬, ૨૦૨૦. આ લેખમાં આપણે દાઊદની પ્રાર્થના વિશે ચર્ચા કરીશું. એ પ્રાર્થના ગીતશાસ્ત્ર ૮૬:૧૧, ૧૨માં લખવામાં આવી છે. યહોવાના નામનો ડર રાખવો એટલે શું? એ મહાન નામ માટે આપણા દિલમાં ઊંડો આદર હોવો કેમ જરૂરી છે? ઈશ્વરનો ડર કઈ રીતે આપણને ખોટું કરવાથી રોકી શકે?

વાચકો તરફથી પ્રશ્નો

‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણમાં’ શું ફક્ત ગલાતીઓ ૫:૨૨, ૨૩માં આપેલા ગુણોનો જ સમાવેશ થાય છે?

‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’

અભ્યાસ લેખ: ઑગસ્ટ ૧૭-૨૩, ૨૦૨૦. જેઓએ વર્ષોથી યહોવાની ભક્તિ કરી છે, તેઓ શા માટે મંડળથી દૂર જતા રહે છે? તેઓ વિશે ઈશ્વરને કેવું લાગે છે? એ સવાલોના જવાબ આપણે આ લેખમાં જોઈશું. આપણે એ પણ જોઈશું કે બાઇબલ સમયના અમુક ઈશ્વરભક્તો યહોવાથી દૂર થઈ ગયા તેઓને યહોવાએ કઈ રીતે મદદ કરી હતી.

‘મારી તરફ પાછા ફરો’

અભ્યાસ લેખ ૨૬: ઑગસ્ટ ૨૪-૩૦, ૨૦૨૦. યહોવા ચાહે છે કે, જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે તેઓ તેમની પાસે પાછા ફરે. યહોવા તેઓને અરજ કરે છે, ‘મારી તરફ પાછા ફરો.’ આપણે પણ એવાં ભાઈ-બહેનોને યહોવા પાસે પાછા આવવા ઉત્તેજન આપવું જોઈએ. આ લેખમાં જોઈશું કે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ.