સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૪

‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો’

‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો’

‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો. હે પ્રભુ મારા ઈશ્વર, હું મારા ખરા હૃદયથી તમારી સ્તુતિ કરીશ.’—ગીત. ૮૬:૧૧, ૧૨.

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

ઝલક *

૧. (ક) ઈશ્વરનો ડર રાખવો એટલે શું? (ખ) જેઓ યહોવાને પ્રેમ કરે છે તેઓએ કેમ એવો ડર રાખવો જોઈએ?

ઈસુના પગલે ચાલનારાઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમનો ડર રાખે છે. પરંતુ અમુકને લાગે કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ અને સાથે સાથે તેમનો ડર પણ રાખીએ એ કઈ રીતે શક્ય છે. આપણે એવા ડરની વાત નથી કરી રહ્યા, જેનાથી શરીરમાં કંપારી છૂટી જાય. પણ આપણે એક ખાસ પ્રકારના ડરની વાત કરી રહ્યા છે. જેઓમાં એ ખાસ પ્રકારનો ડર હોય છે, તેઓનાં દિલમાં ઈશ્વર માટે શ્રદ્ધા અને આદર હોય છે. તેઓ માટે ઈશ્વર સાથેનો સંબંધ ખૂબ જ કીમતી હોય છે. એટલે તેઓ એવું કોઈ કામ કરતા નથી જેનાથી એ સંબંધ જોખમમાં આવી પડે.—ગીત. ૧૧૧:૧૦; નીતિ. ૮:૧૩.

૨. આ લેખમાં આપણે શાના વિશે જોઈશું?

ગીતશાસ્ત્ર ૮૬:૧૧ વાંચો. દાઊદ સારી રીતે જાણતા હતા કે ઈશ્વરનો ડર રાખવો ખૂબ જરૂરી છે. એ આપણને આ કલમથી જાણવા મળે છે. ચાલો જોઈએ કે તેમણે કરેલી પ્રાર્થનામાંથી આપણને શું શીખવા મળે છે. સૌથી પહેલા ચર્ચા કરીશું કે કયા કારણોને લીધે આપણા દિલમાં ઈશ્વર માટે ઊંડો આદર હોવો જોઈએ. પછી જોઈશું કે રોજબરોજના જીવનમાં આપણે ઈશ્વર માટે કઈ રીતે આદર બતાવી શકીએ.

શા માટે યહોવાના નામ માટે ઊંડો આદર હોવો જોઈએ?

૩. કયા અનુભવને લીધે મુસાને યહોવાના નામ માટે ઊંડો આદર રાખવા મદદ મળી?

ચાલો મુસાનો દાખલો જોઈએ. તે ખડકની ફાટમાં છુપાયેલા હતા ત્યારે, તેમણે યહોવાનું ગૌરવ પસાર થતા જોયું. માણસો માટે એ દૃશ્ય રુંવાટા ઊભા કરી નાખે એવું હશે! એ વખતે મુસાએ સ્વર્ગદૂતના આ શબ્દો સાંભળ્યા: ‘યહોવા, યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને સત્યથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર.’ (નિર્ગ. ૩૩:૧૭-૨૩; ૩૪:૫-૭) એ પછી જ્યારે પણ મુસાએ યહોવાનું નામ લીધું હશે, ત્યારે તેમને એ દર્શન યાદ આવ્યું હશે. એટલે તેમણે ઇઝરાયેલીઓને ચેતવણી આપી કે તેઓ યહોવાના નામનો ડર રાખે અને આદર કરે.—પુન. ૨૮:૫૮.

૪. યહોવાના કયા ગુણો પર વિચાર કરવાથી આપણા દિલમાં તેમના માટે આદર વધશે?

આપણા માટે ફક્ત યહોવાનું નામ લેવું જ પૂરતું નથી. એ નામ ધરાવનાર ઈશ્વર કેવા છે, એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આપણે તેમના ગુણો પર વિચાર કરવો જોઈએ. જેમ કે, શક્તિ, બુદ્ધિ, ન્યાય અને પ્રેમ. એમ કરવાથી આપણા દિલમાં તેમના માટે આદર વધશે.—ગીત. ૭૭:૧૧-૧૫.

૫-૬. (ક) યહોવાના નામનો શું અર્થ થાય? (ખ) નિર્ગમન ૩:૧૩, ૧૪ અને યશાયા ૬૪:૮ પ્રમાણે યહોવા કઈ રીતે પોતાનો હેતુ પૂરો કરે છે?

યહોવાના નામનો શું અર્થ થાય? ઘણા વિદ્વાનો માને છે કે યહોવાના નામનો અર્થ છે, “તે શક્ય બનાવે છે.” એનાથી ખબર પડે છે કે યહોવાને પોતાનો હેતુ પૂરો કરવાથી કોઈ રોકી શકતું નથી. તે જે ચાહે એ કરી શકે છે. એવું તે કઈ રીતે કરે છે?

યહોવા પોતાનો હેતુ પૂરો કરવા જે ચાહે એ બની શકે છે. (નિર્ગમન ૩:૧૩, ૧૪ વાંચો.) “હું જે છું તે છું” માટે જે હિબ્રૂ શબ્દો વાપરવામાં આવ્યા છે, એનો અર્થ થાય “હું જે ધારું છું, એ પૂરું કરીશ.” એ શબ્દો પર મનન કરવાનું ઘણી વાર આપણાં સાહિત્યમાં ઉત્તેજન આપવામાં આવે છે. પોતાનો હેતુ પૂરો કરવા યહોવા પોતાના ભક્તોને પણ જે ચાહે એ બનાવી શકે છે. (યશાયા ૬૪:૮ વાંચો.) દુનિયાની કોઈ તાકાત તેમને પોતાનો હેતુ પૂરો કરવાથી રોકી શકે નહિ.—યશા. ૪૬:૧૦, ૧૧.

૭. યહોવા માટે આપણા દિલમાં આદર વધે માટે શું કરવું જોઈએ?

યહોવાએ આપણા માટે જે કંઈ કર્યું છે અને આપણી પાસે જે કરાવી રહ્યા છે, એના પર વિચારવાથી આપણા દિલમાં તેમના માટે આદર વધશે. દાખલા તરીકે, યહોવાએ બનાવેલી સુંદર સૃષ્ટિ પર વિચાર કરીએ ત્યારે, આપણું દિલ તેમના માટે કદરથી ઊભરાય છે. (ગીત. ૮:૩, ૪) પોતાની ઇચ્છા પૂરી કરવા યહોવા જે રીતે આપણને મદદ કરે છે, એનો વિચાર કરવાથી પણ આપણા દિલમાં તેમના માટે આદર વધશે. યહોવાનું નામ ખરેખર અજોડ છે! તેમના નામથી ખબર પડે છે કે તે કેવા ઈશ્વર છે, તેમણે અત્યાર સુધી શું કર્યું છે અને ભાવિમાં શું કરનાર છે.—ગીત. ૮૯:૭, ૮.

“હું યહોવાનું નામ પ્રગટ કરીશ”

મુસાએ ઇઝરાયેલીઓને યહોવા અને તેમના નામ વિશે શીખવ્યું. એનાથી તેઓને તાજગી મળી (ફકરો ૮ જુઓ) *

૮. પુનર્નિયમ ૩૨:૨, ૩ પ્રમાણે યહોવા પોતાના નામ વિશે શું ચાહે છે?

ઇઝરાયેલીઓ વચનના દેશમાં જવાના હતા એ પહેલાં યહોવાએ મુસાને એક ગીત શીખવ્યું. (પુન. ૩૧:૧૯) એ ગીત દ્વારા મુસાએ ઇઝરાયેલીઓને યહોવા વિશે શીખવવાનું હતું. (પુનર્નિયમ ૩૨:૨, ૩ વાંચો.) કલમ ૨ અને ૩ પર મનન કરવાથી યહોવાના વિચારો જાણવા મળે છે. તે ચાહે છે કે લોકો તેમનું નામ જાણે. તે એવું નથી ઇચ્છતા કે તેમના નામને લોકો એટલું પવિત્ર ગણે કે એ નામ ઉચ્ચારે પણ નહિ. યહોવા અને તેમના નામ વિશે શીખવાનો ઇઝરાયેલીઓ પાસે કેટલો મોટો લહાવો હતો! જેમ ઝરમર વરસાદથી ઝાડપાન ખીલી ઊઠે છે, તેમ મુસાની વાતોથી ઇઝરાયેલીઓના મન ખીલી ઊઠ્યા.

૯. યહોવાનું નામ પવિત્ર મનાવવા આપણે શું કરવું જોઈએ?

ઘરેઘરે અને જાહેરમાં ખુશખબર ફેલાવતી વખતે આપણે લોકોને ઈશ્વરનું નામ બાઇબલમાંથી બતાવી શકીએ. તેઓને સાહિત્ય આપી શકીએ અને વીડિયો બતાવી શકીએ. તેઓને આપણી વેબસાઈટ પર આપેલી માહિતી વિશે પણ બતાવી શકીએ. આપણે સ્કૂલમાં, કામની જગ્યાએ કે મુસાફરી કરતી વખતે લોકોને ઈશ્વરનું નામ અને તેમના ગુણો વિશે બતાવી શકીએ. તેઓને એ પણ બતાવી શકીએ કે ઈશ્વર મનુષ્ય માટે અને ધરતી માટે શું કરશે. એ વિશે તેઓ સાંભળે છે ત્યારે તેઓને પહેલી વાર ખબર પડે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. પિતા યહોવા વિશે લોકોને સત્ય જણાવીએ છીએ ત્યારે, તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ. એમ કરવાથી યહોવા વિશે ફેલાયેલું જૂઠાણું આપણે ખુલ્લું પાડીએ છીએ. આપણે લોકોને બાઇબલમાંથી જે શીખવીએ છીએ, એનાથી તેઓને તાજગી મળે છે. તેઓનું મન ખીલી ઊઠે છે!—યશા. ૬૫:૧૩, ૧૪.

૧૦. આપણે બીજાઓને બાઇબલમાંથી શીખવીએ ત્યારે શું કરવું જોઈએ?

૧૦ બીજાઓને બાઇબલમાંથી શીખવીએ ત્યારે આપણે ચાહીએ છીએ કે તેઓ ઈશ્વરનું નામ જાણે અને એનો ઉપયોગ કરે. એટલું જ નહિ, આપણી ઇચ્છા છે કે તેઓ યહોવાને સારી રીતે ઓળખે. શું ફક્ત યહોવાનાં નિયમો અને ધોરણો શીખવવાથી તેઓ તેમને સારી રીતે ઓળખી શકશે? કદાચ નહિ. તેઓ કદાચ યહોવાનાં નિયમો અને ધોરણો શીખે અને પસંદ પણ કરે. પણ જો તેઓને યહોવા માટે પ્રેમ નહિ હોય, તો તેમની આજ્ઞાઓ પાળશે નહિ. ભૂલીએ નહિ, આદમ અને હવાને પણ યહોવાના નિયમો ખબર હતા. પણ તેઓને યહોવા માટે પ્રેમ ન હતો. (ઉત. ૩:૧-૬) એટલે તેઓને યહોવાનાં નિયમો અને ધોરણો જ શીખવવા પૂરતું નથી. યહોવાને પ્રેમ કરવાનું પણ તેઓને શીખવવું જોઈએ.

૧૧. જેઓ સાથે અભ્યાસ કરીએ છીએ તેઓને બીજું શું શીખવી શકીએ?

૧૧ યહોવાનાં નિયમો અને ધોરણો આપણા ભલા માટે છે. (ગીત. ૧૧૯:૯૭, ૧૧૧, ૧૧૨) યહોવા આપણને પ્રેમ કરે છે એટલે તેમણે નિયમો આપ્યા છે. આપણે જેઓ સાથે અભ્યાસ કરીએ છીએ, તેઓ શરૂઆતમાં એ વાત ન સમજી શકે. એટલે આપણે તેઓને પૂછી શકીએ: ‘ઈશ્વર શા માટે અમુક કામ કરવાની હા પાડે છે અને અમુક કામ કરવાની ના પાડે છે? એનાથી ઈશ્વર વિશે શું જાણવા મળે છે?’ એવું કરવાથી આપણે તેઓનાં દિલ સુધી પહોંચી શકીએ છીએ. પછી તેઓ નિયમોને જ નહિ, પણ એ નિયમો આપનાર ઈશ્વરને અને તેમના નામને પ્રેમ કરવાનું શીખી શકશે. (ગીત. ૧૧૯:૬૮) તેઓની શ્રદ્ધા મજબૂત થશે અને ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરી શકશે.—૧ કોરીં. ૩:૧૨-૧૫.

‘અમે યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું’

એક વખત દાઊદનું મન ફંટાય ગયું હતું (ફકરો ૧૨ જુઓ)

૧૨. (ક) દાઊદનું મન કઈ રીતે ફંટાઈ ગયું? (ખ) એનું કેવું પરિણામ આવ્યું?

૧૨ ગીતશાસ્ત્ર ૮૬:૧૧માં ઈશ્વરની પ્રેરણાથી દાઊદ રાજાએ લખ્યું કે ‘મારું હૃદય ફંટાવા ન દો.’ પોતાના અનુભવથી તે જોઈ શક્યા કે જો ધ્યાન ન રાખીએ તો સહેલાઈથી આપણું મન ફંટાય શકે છે. તેમની સાથે એવું જ કંઈક થયું હતું. એક વાર તે ધાબા પર ચાલી રહ્યા હતા ત્યારે, તેમણે એક સ્ત્રીને નાહતી જોઈ. એ સ્ત્રી બીજા કોઈની પત્ની હતી. તે યહોવાનો આ નિયમ સારી રીતે જાણતા હતા: ‘તું તારા પડોશીની સ્ત્રી પર લોભ ન રાખ.’ (નિર્ગ. ૨૦:૧૭) તેમ છતાં, તેમણે એ સ્ત્રી પરથી નજર હટાવી નહિ પણ તેને જોતા રહ્યા. એટલે તેમનું મન ફંટાઈ ગયું. તે યહોવાને ખુશ કરવા તો માગતા હતા, પરંતુ તેમને એ સ્ત્રી પણ જોઈતી હતી. તે વર્ષોથી યહોવાને પ્રેમ કરતા હતા અને તેમનો ડર રાખતા હતા. પણ એ વખતે તેમણે અમુક ખોટાં કામ કર્યાં. એના લીધે યહોવાનું નામ બદનામ થયું. એટલું જ નહિ, ઘણા નિર્દોષ લોકોએ સહેવું પડ્યું, એમાં તેમનું કુટુંબ પણ આવી ગયું.—૨ શમુ. ૧૧:૧-૫, ૧૪-૧૭; ૧૨:૭-૧૨.

૧૩. શા પરથી કહી શકાય કે દાઊદે પોતાનું મન યહોવા તરફ પૂરેપૂરું લગાડ્યું હતું?

૧૩ યહોવાએ દાઊદને સુધાર્યા ત્યારે, તેમણે પોતાની ભૂલ સ્વીકારી. (૨ શમુ. ૧૨:૧૩; ગીત. ૫૧:૨-૪, ૧૭) દાઊદને સમજાઈ ગયું કે તેમણે પોતાનું મન ફંટાવા દીધું એટલે આ મુશ્કેલીઓ આવી. તેથી, તે ગીતશાસ્ત્ર ૮૬:૧૧માં આ શબ્દો કહી શક્યા: ‘મારું હૃદય ફંટાવા ન દો.’ શું યહોવાએ તેમને મદદ કરી? હા. એટલે જ બાઇબલમાં લખ્યું છે કે દાઊદે પોતાનું મન યહોવા તરફ પૂરેપૂરું લગાડ્યું હતું.—૧ રાજા. ૧૧:૪; ૧૫:૩.

૧૪. આપણે પોતાને શું પૂછવું જોઈએ અને શા માટે?

૧૪ દાઊદના દાખલામાંથી ઘણું શીખવા મળે છે. એમાંથી આપણને સારાં કામ કરવાનું ઉત્તેજન મળે છે અને ખોટાં કામથી દૂર રહેવાની ચેતવણી મળે છે. તેમનાથી જે મોટું પાપ થયું હતું, એમાંથી આપણને ચેતવણી મળે છે. ભલે આપણે વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા હોય કે પછી હમણાં શરૂ કરી હોય, આપણે બધાએ પોતાને પૂછવું જોઈએ, ‘શેતાન મારી સામે જે લાલચો મૂકે છે શું એના લીધે મારું મન ફંટાય જાય છે?’

આપણું મન ફંટાવવા શેતાન પૂરો પ્રયત્ન કરશે, પણ તેને તક ન આપો! (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. આપણા મનમાં યહોવાનો ડર હશે તો, ગંદા દૃશ્ય કે ચિત્ર નજર સામે આવે ત્યારે શું કરીશું? સમજાવો.

૧૫ દાખલા તરીકે, જો તમે ટીવી કે ઇન્ટરનેટ પર એવું કોઈ દૃશ્ય કે ચિત્ર જુઓ, જેનાથી તમારા મનમાં ખરાબ વિચારો આવી શકે તો તમે શું કરશો? કદાચ તમે પોતાને કહો, ‘આ એટલું ખરાબ નથી, ગંદા દૃશ્ય કે ચિત્ર તો આનાથી પણ વધારે ખરાબ હોય છે.’ આવા વિચારો શેતાનનો એક ફાંદો હોય શકે. તે તો એ જ ચાહે છે કે આપણું મન ફંટાય જાય. (૨ કોરીં. ૨:૧૧) એ દૃશ્ય કે ચિત્ર એક કુહાડી જેવું હોય શકે. શરૂઆતમાં કુહાડીનો નાનકડો ભાગ લાકડાની અંદર જાય છે, પછી એ ધીમે ધીમે લાકડાના બે ભાગ કરી નાખે છે. એવી જ રીતે એ દૃશ્ય કે ચિત્ર એક વ્યક્તિના મનને ફંટાવી શકે છે. કદાચ એ દૃશ્ય કે ચિત્ર શરૂઆતમાં એટલા ગંદા ન લાગે. પણ જો વ્યક્તિ સતત એને જોતો રહેશે તો તેનું ધ્યાન ફંટાઈ જશે. એક દિવસ તે મોટું પાપ કરી બેસશે અને યહોવા પ્રત્યેની તેની વફાદારી તૂટી જશે. એટલે ખૂબ જરૂરી છે કે મનમાં એવું કંઈ જ આવવા ન દઈએ, જેનાથી મન ફંટાઈ જાય. આપણે હંમેશાં યહોવાનો ડર રાખીએ.

૧૬. લાલચો આવે ત્યારે આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

૧૬ આપણને લલચાવવા શેતાન ગંદા દૃશ્ય કે ચિત્ર ઉપરાંત બીજી રીતો પણ વાપરે છે. તે કદાચ એવી રીત વાપરે, જેનાથી આપણને લાગે કે એમાં કંઈ ખોટું નથી. આપણે કદાચ વિચારીએ, ‘આ કંઈ એટલું મોટું પાપ નથી, જેના લીધે મને બહિષ્કૃત કરવામાં આવે.’ આવું વિચારવું પણ સાવ ખોટું છે. એના બદલે, આપણે પોતાને પૂછીએ, ‘શું શેતાન એ લાલચનો ઉપયોગ કરીને મારું મન ફંટાવી નથી રહ્યો ને? જો હું એવું કામ કરીશ, તો શું યહોવાનું નામ બદનામ નહિ થાય? એવું કરવાથી હું યહોવાની નજીક આવીશ કે પછી દૂર થઈ જઈશ?’ આપણે એવા સવાલો પર ઊંડો વિચાર કરવો જોઈએ. એ સવાલોના જવાબ સાચેસાચા આપી શકીએ માટે યહોવાને પ્રાર્થના કરીએ. (યાકૂ. ૧:૫) એમ કરવાથી આપણે પોતાનું રક્ષણ કરી શકીશું અને શેતાનના ફાંદામાં ફસાઈશું નહિ. એના બદલે, આપણે પણ ઈસુની જેમ કહી શકીશું, “અહીંથી ચાલ્યો જા, શેતાન!”—માથ. ૪:૧૦.

૧૭. આપણું મન ફંટાયેલું હશે, તો શા માટે એ કંઈ કામ નહિ આવે? દાખલો આપીને સમજાવો.

૧૭ જો આપણું મન ફંટાયેલું હશે, તો એ કંઈ કામ નહિ આવે. એવી ટીમનો વિચાર કરો, જેના ખેલાડીઓનું એકબીજા સાથે બનતું નથી. અમુક ખેલાડી ચાહે છે કે પોતાની વાહવાહ થાય. બીજા અમુકને નિયમો પ્રમાણે રમવું નથી. કેટલાક તો કોચનું માન રાખતા નથી. એવી ટીમ ક્યારેય જીતી નહિ શકે, ખરું ને! પણ જે ટીમમાં સંપ હશે તો એ જીતી શકે છે. એવી જ રીતે આપણાં વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓ એકસરખાં હોવાં જોઈએ. એટલે કે આપણે તન મનથી યહોવાની ભક્તિ કરવી જોઈએ. જો એમ કરીશું તો આપણે પણ જીતનાર ટીમ જેવા બનીશું. ભૂલીએ નહિ, શેતાન ચાહે છે કે આપણું મન ફંટાય જાય. તે ઇચ્છે છે કે આપણે યહોવાનાં ધોરણો પ્રમાણે ન ચાલીએ અને પોતાની ખોટી ઇચ્છાઓ પૂરી કરવા લાગીએ. આપણે પોતાનું મન ફંટાવવા ન દઈએ અને શેતાનને જીતવા ન દઈએ. પણ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ.—માથ. ૨૨:૩૬-૩૮.

૧૮. મીખાહ ૪:૫ પ્રમાણે આપણે શું કરવાનું નક્કી કર્યું છે?

૧૮ આપણે દાઊદની જેમ યહોવાને પ્રાર્થના કરીએ: ‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો.’ એ પ્રાર્થના પ્રમાણે જીવીએ. આપણે રોજબરોજ નાના-મોટા નિર્ણયો લઈએ છીએ. એનાથી દેખાઈ આવવું જોઈએ કે આપણે યહોવાનો ડર રાખીએ છીએ અને તેમના નામનો આદર કરીએ છીએ. એમ કરીને આપણે યહોવાના સાક્ષી તરીકે સારું નામ બનાવીએ છીએ. (નીતિ. ૨૭:૧૧) આપણે પણ ઈશ્વરભક્ત મીખાહની જેમ કહી શકીશું, ‘અમે સદા અમારા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.’—મીખા. ૪:૫.

ગીત ૬ અમારી પ્રાર્થના

^ ફકરો. 5 આ લેખમાં આપણે દાઊદની પ્રાર્થના વિશે ચર્ચા કરીશું. એ પ્રાર્થના ગીતશાસ્ત્ર ૮૬:૧૧, ૧૨માં લખવામાં આવી છે. યહોવાના નામનો ડર રાખવો એટલે શું? એ મહાન નામ માટે આપણા દિલમાં ઊંડો આદર હોવો કેમ જરૂરી છે? ઈશ્વરનો ડર કઈ રીતે આપણને ખોટું કરવાથી રોકી શકે?

^ ફકરો. 53 ચિત્રની સમજ: મુસાએ ઇઝરાયેલીઓને ગીત શીખવ્યું, એ ગીતથી તેઓએ યહોવાને આદર આપ્યો.

^ ફકરો. 57 ચિત્રની સમજ: હવાએ મનમાંથી ખોટી ઇચ્છા કાઢી નાખી નહિ. આપણામાં ખોટી ઇચ્છાઓ ન આવે અને યહોવાનું નામ બદનામ ન થાય માટે આપણે ગંદા ચિત્ર કે મૅસેજ જોતા નથી.