સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૨

વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ

વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ

‘તમે બાપ્તિસ્મા લો.’—પ્રે.કા. ૨:૩૮.

ગીત ૧૦ હું હાજર છું તારા માટે

ઝલક *

૧. યરૂશાલેમમાં આવેલા લોકોને પિતરે શું કરવાનું કહ્યું?

યરૂશાલેમમાં ઘણા દેશોમાંથી લોકો ભેગા થયા હતા. તેઓ બધા અલગ અલગ ભાષા બોલતા હતા. પણ અચાનક અમુક યહૂદીઓ બીજા દેશમાંથી આવેલા લોકોની ભાષા બોલવા લાગ્યા. એ જોઈને લોકોને નવાઈ લાગી, પણ તેઓની વાતો સાંભળીને વધારે નવાઈ લાગી. પિતરે લોકોને કહ્યું કે હંમેશનું જીવન મેળવવા તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકવી પડશે. એ સાંભળીને તેઓએ પૂછ્યું: “અમારે શું કરવું જોઈએ?” પિતરે તેઓને કહ્યું: “તમે બાપ્તિસ્મા લો.”—પ્રે.કા. ૨:૩૭, ૩૮.

એક યુવાન સાથે ભાઈ અને તેમના પત્ની બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. યુવાન પાસે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકની છાપેલી પ્રત છે (ફકરો ૨ જુઓ)

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

એ ઘટના પછી એવું કંઈક બન્યું કે લોકો દંગ રહી ગયા. એ દિવસે આશરે ૩૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું અને તેઓ ઈસુના શિષ્યો બન્યા. એ પછી પ્રચારકામ જોરશોરથી થવા લાગ્યું જે આજે પણ થઈ રહ્યું છે. પણ આજે કોઈ એક જ દિવસમાં બાપ્તિસ્મા લેતું નથી. એક વ્યક્તિને બાપ્તિસ્મા લેવામાં મહિનાઓ, વર્ષ કે એથી વધારે સમય લાગી શકે છે. શિષ્યો બનાવવાનું કામ ઘણી મહેનત માંગી લે છે. જો તમે કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવતા હો તો તમે પણ એ વાતથી સહમત હશો. ખરું ને? આ લેખમાં જોઈશું કે વિદ્યાર્થીને બાપ્તિસ્મા તરફ આગળ વધવા આપણે કેવી મદદ કરી શકીએ.

શીખેલી વાતો લાગુ કરવા મદદ કરીએ

૩. માથ્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે વિદ્યાર્થીએ બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ?

વિદ્યાર્થી શીખેલી વાતો લાગુ કરશે તો જ તે બાપ્તિસ્મા લઈ શકશે. (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) તે શીખેલી વાતો લાગુ કરે છે ત્યારે તે ઈસુના દાખલામાં આપેલા “સમજદાર માણસ” જેવો બને છે. એ માણસે ઊંડે સુધી ખોદીને ખડક પર પોતાના ઘરનો પાયો નાખ્યો હતો. (માથ. ૭:૨૪, ૨૫; લૂક ૬:૪૭, ૪૮) વિદ્યાર્થીને શીખેલી વાતો લાગુ કરવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ? ચાલો એનાં ત્રણ સૂચનો પર ધ્યાન આપીએ.

૪. વિદ્યાર્થીને બાપ્તિસ્મા તરફ આગળ વધવા તમે કેવી મદદ કરી શકો? (“ વિદ્યાર્થીને ધ્યેય રાખવાનું અને એને પૂરા કરવાનું શીખવીએ” બૉક્સ પણ જુઓ.)

ધ્યેય રાખવાનું શીખવીએ. એમ કરવું કેમ મહત્ત્વનું છે? ચાલો એને સમજવા એક દાખલો લઈએ. વિચારો કે તમે ગાડી લઈને એક લાંબી મુસાફરીમાં નીકળ્યા છો. જો તમે રોકાયા વગર એ મુસાફરી કરશો તો થાકી જશો. પણ જો વચ્ચે વચ્ચે રોકાઈને કુદરતી દૃશ્યોનો આનંદ માણશો તો તમને એ મુસાફરી એટલી લાંબી નહિ લાગે. એવી જ રીતે વિદ્યાર્થી નાના નાના ધ્યેય રાખશે અને પૂરા કરશે તો બાપ્તિસ્માનો ધ્યેય સહેલાઈથી પૂરો કરી શકશે. વિદ્યાર્થીને મદદ કરવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના “આટલું કરો” વિભાગનો ઉપયોગ કરો. દરેક પાઠ પછી તમે ચર્ચા કરો કે જે વાતો શીખ્યા એને કઈ રીતે લાગુ પાડીને ધ્યેય પૂરો કરી શકો. જો તમારા મનમાં વિદ્યાર્થી માટે કોઈ ધ્યેય હોય તો એને પાઠના “બીજું શું કરી શકો?” વિભાગ નીચે લખી શકો. સમયે સમયે તમે વિદ્યાર્થીને પૂછી શકો કે નાના મોટા ધ્યેયો પૂરા કરવા તે શું કરે છે.

૫. માર્ક ૧૦:૧૭-૨૨ પ્રમાણે ઈસુએ ધનવાન માણસને શું કહ્યું? શા માટે?

જીવનમાં કેવા ફેરફારો કરવા જોઈએ એ સમજાવીએ. (માર્ક ૧૦:૧૭-૨૨ વાંચો.) ઈસુને ખબર હતી કે ધનવાન માણસ માટે પોતાની વસ્તુઓ વેચીને તેમના શિષ્ય બનવું અઘરું હતું. (માર્ક ૧૦:૨૩) તેમ છતાં ઈસુએ તેને જીવનમાં મોટો ફેરફાર કરવાનું કહ્યું, કારણ કે તે એ માણસને પ્રેમ કરતા હતા. આપણને પણ કદાચ થાય કે આપણો વિદ્યાર્થી મોટા ફેરફાર કરવા હજુ તૈયાર નથી. પણ ભૂલીએ નહિ જૂની આદતો છોડીને નવો સ્વભાવ પહેરવા સમય લાગે છે. (કોલો. ૩:૯, ૧૦) એટલે જેટલું જલદી આપણે વિદ્યાર્થીને જણાવીશું એટલું જલદી તે ફેરફાર કરવાનું શરૂ કરી દેશે. એમ કરીને બતાવીએ છીએ કે આપણે તેને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેનું કેટલું ધ્યાન રાખીએ છીએ.—ગીત. ૧૪૧:૫; નીતિ. ૨૭:૧૭.

૬. સવાલો પૂછવા કેમ જરૂરી છે?

આપણે વિદ્યાર્થીને સવાલો પૂછીએ. એનાથી આપણને ખબર પડશે કે તેને એ વિષય સમજાયો છે કે નહિ. અવારનવાર સવાલો પૂછવાથી ફાયદો થાય છે. એનાથી ભાવિમાં એવા વિષય પર ચર્ચા કરવી સહેલું બનશે જે માનવું વિદ્યાર્થીને અઘરું લાગે. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં ઘણા સવાલો આપ્યા છે. જેમ કે પાઠ ૦૪માં પૂછ્યું છે: “તમે યહોવાનું નામ વાપરો ત્યારે તેમને કેવું લાગે છે?” પાઠ ૦૯માં પૂછ્યું છે: “તમે કઈ વાત પ્રાર્થનામાં કહેવા માંગો છો?” શરૂ શરૂમાં વિદ્યાર્થીને સવાલોના જવાબ આપવા અઘરું લાગે. એ સમયે પાઠમાં આપેલી કલમો અને ચિત્રો બતાવીએ. પછી તેને કહીએ એના પર વિચારીને જવાબ આપે.

૭. વિદ્યાર્થીને ફેરફાર કરવાનું જાતે સમજાઈ જાય માટે આપણે શું કરી શકીએ?

એકવાર વિદ્યાર્થીને સમજાઈ જાય કે તેણે અમુક ફેરફાર કરવાના છે એ પછી શું કરી શકાય? આપણે તેને અમુક ભાઈ-બહેનોના અનુભવો જણાવીએ. એનાથી તે સમજી શકશે કે ફેરફારો કરવા તે શું કરી શકે. દાખલા તરીકે, વિદ્યાર્થી દરેક સભામાં ન આવતો હોય તો તેને યહોવાએ મારી સંભાળ રાખી વીડિયો બતાવી શકીએ. એ વીડિયો નવા પુસ્તકના પાઠ ૧૪ના “વધારે માહિતી” વિભાગમાં આપવામાં આવ્યો છે. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના કેટલાક પાઠમાં “વધારે જાણો” અને “વધારે માહિતી” વિભાગમાં બીજા અમુક અનુભવો આપવામાં આવ્યા છે. * પણ ધ્યાન રાખીએ કે અનુભવ જણાવતી વખતે આપણે કોઈની સાથે વિદ્યાર્થીને સરખાવીએ નહિ. આપણે એમ ન કહીએ કે “જો આ ભાઈ કે બહેન કરી શકતા હોય તો તમે પણ કરો.” વિદ્યાર્થી ફેરફાર કરશે કે નહિ એ વિશે તેને જાતે જ નિર્ણય લેવા દઈએ. વિદ્યાર્થીને જણાવીએ કે એ ભાઈ કે બહેનને કઈ વાત કે કલમથી મદદ મળી અથવા ફેરફાર કરવા તેમણે શું કર્યું. એટલું જ નહિ તક મળે ત્યારે જણાવીએ કે યહોવાએ એ ભાઈ કે બહેનને કઈ રીતે મદદ કરી.

૮. યહોવાને પ્રેમ કરવાનું કઈ રીતે શીખવી શકીએ?

યહોવાને પ્રેમ કરવાનું શીખવીએ. જ્યારે મોકો મળે ત્યારે યહોવાના ગુણો પર ધ્યાન દોરીએ. તેને બતાવીએ કે યહોવા આનંદી ઈશ્વર છે. એ પણ બતાવીએ કે યહોવા એવા લોકોની પડખે રહે છે જેઓ તેમને પ્રેમ કરે છે. (૧ તિમો. ૧:૧૧; હિબ્રૂ. ૧૧:૬) વિદ્યાર્થી શીખેલી વાતો લાગુ કરે છે ત્યારે તેને ઘણો ફાયદો થાય છે. આપણે સમજાવીએ કે યહોવા તેને પ્રેમ કરે છે એટલે તેને ફાયદો થઈ રહ્યો છે. (યશા. ૪૮:૧૭, ૧૮) એ રીતે આપણે વિદ્યાર્થીને યહોવાને પ્રેમ કરવાનું શીખવી શકીશું. વિદ્યાર્થીના દિલમાં યહોવા માટેનો પ્રેમ વધતો જશે તેમ ફેરફાર કરવાની તેની ઇચ્છા પણ વધતી જશે.—૧ યોહા. ૫:૩.

ભાઈ-બહેનો સાથે ઓળખાણ કરાવીએ

૯. વિદ્યાર્થીને અમુક બાબતો જતી કરવા માર્ક ૧૦:૨૯, ૩૦માંથી કેવી મદદ મળી શકે?

ધનવાન માણસ વિશે અગાઉ જોઈ ગયા. ઈસુએ તેને અમુક બાબતો જતી કરવાનું જણાવ્યું હતું. એવી જ રીતે વિદ્યાર્થીએ બાપ્તિસ્મા તરફ આગળ વધવા ઘણું જતું કરવું પડશે. જેમ કે તે એવી નોકરી કરતો હોય જે બાઇબલ સિદ્ધાંતોને આધારે ન હોય તો, તેણે એવી નોકરી છોડવી પડે. તેણે કદાચ એવા દોસ્તોનો સાથ છોડવો પડે જેઓ યહોવાની ભક્તિ કરતા ન હોય. એવું પણ બને કે તેના કુટુંબના સભ્યોને યહોવાના સાક્ષીઓ પસંદ ન હોવાથી તેનો સાથ છોડી દે. ઈસુએ કહ્યું હતું કે એ બધું જતું કરવું સહેલું નહિ હોય. ઈસુએ વચન આપ્યું હતું કે જેઓ તેના શિષ્યો બનશે તેઓને તે એકલા નહિ મૂકી દે. તેઓને યહોવાના લોકો પોતાના કુટુંબની જેમ પ્રેમ કરશે. (માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.) આપણો વિદ્યાર્થી પણ મંડળનાં ભાઈ-બહેનોને પોતાનું કુટુંબ માને એ માટે આપણે શું કરી શકીએ?

૧૦. માનુવેલભાઈએ જે કહ્યું એમાંથી શું શીખી શકીએ?

૧૦ દોસ્તી કરીએ. આપણાં વાણી-વર્તનથી વિદ્યાર્થીને દેખાઈ આવવું જોઈએ કે આપણને ખરેખર તેની ચિંતા છે. માનુવેલભાઈ મેક્સિકોમાં રહે છે. તેમના બાઇબલ શિક્ષકે તેમને ઘણી મદદ કરી હતી. એ વિશે તે કહે છે, “દરેક અભ્યાસ પહેલા તે મારા ખબરઅંતર પૂછતા ત્યારે હું દિલ ખોલીને વાત કરતો. કોઈ પણ વિષય પર હું વાત કરી શકતો અને તે ધ્યાનથી મારું સાંભળતા. હું જોઈ શક્યો કે તે સાચે જ મારી ચિંતા કરે છે.”

૧૧. આપણે વિદ્યાર્થી સાથે હળી-મળીશું તો તેને કેવો ફાયદો થશે?

૧૧ ઈસુ પોતાના શિષ્યો સાથે હળતાં-મળતાં હતા. એવી જ રીતે આપણે વિદ્યાર્થી સાથે હળીએ-મળીએ. (યોહા. ૩:૨૨) જો આપણો વિદ્યાર્થી જીવનમાં ફેરફાર કરવા લાગે તો તેને પોતાના ઘરે બોલાવીએ. તેને ચા-કૉફી, જમવા કે JW બ્રૉડકાસ્ટિંગનો કાર્યક્રમ જોવા આપણા ઘરે બોલાવીએ. કદાચ વિદ્યાર્થીનું કુટુંબ કે દોસ્તો જૂઠા ધાર્મિક તહેવારો ઉજવી રહ્યા હોય કે દેશભક્તિના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે, તેને એકલું લાગી શકે છે. એવા સંજોગોમાં ખાસ તેને આપણા ઘરે બોલાવીએ. યુગાન્ડામાં રહેતા કાઝીબવેભાઈ કહે છે કે “અભ્યાસના સમયે હું યહોવા વિશે તો શીખું જ છું. પણ અભ્યાસ ચલાવનાર ભાઈ સાથે હળવા-મળવાથી હું યહોવા વિશે હજુ પણ વધારે શીખી શક્યો. મને જોવા મળ્યું કે યહોવા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે અને તેમના ભક્તો ખુશ રહે છે. મારે પણ ખુશ રહેવું હતું.”

અભ્યાસમાં અલગ અલગ ભાઈ-બહેનોને લઈ જઈશું તો વિદ્યાર્થી સભામાં આવતા અચકાશે નહિ (ફકરો ૧૨ જુઓ) *

૧૨. બાઇબલ અભ્યાસમાં આપણે કેમ અલગ અલગ ભાઈ-બહેનોને લઈ જવાં જોઈએ?

૧૨ અભ્યાસમાં અલગ અલગ ભાઈ-બહેનોને લઈ જઈએ. વિદ્યાર્થીના અભ્યાસમાં એકલા જવું કે એકની એક વ્યક્તિ સાથે જવું સહેલું હોય છે. પણ જ્યારે અલગ અલગ ભાઈ-બહેનોને લઈ જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીને ઘણો ફાયદો થાય છે. મૉલ્ડોવાના દિમીત્રીભાઈ કહે છે, “મારા અભ્યાસમાં અલગ અલગ ભાઈ-બહેનો આવતાં હતાં. તેઓની શીખવવાની રીત અલગ અલગ હતી. એનાથી હું વિષયો સારી રીતે સમજી શક્યો અને એને લાગુ પાડી શક્યો. એટલે સભામાં પહેલી વાર જવાનું થયું ત્યારે હું અચકાયો નહિ. કારણ કે હું ઘણાં ભાઈ-બહેનોને પહેલેથી ઓળખતો હતો.”

૧૩. વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપવું કેમ જરૂરી છે?

૧૩ સભામાં આવવાનું ઉત્તેજન આપીએ. એવું કરવું કેમ જરૂરી છે? કારણ કે સભાઓ આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. એટલે યહોવાએ આજ્ઞા આપી છે કે તેમના લોકોએ સાથે મળીને તેમની ભક્તિ કરવી જોઈએ. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) વધુમાં સભામાં આવવું એ તો જાણે કુટુંબ સાથે મળીને ભાવતા ભોજન કરવા જેવું છે. બાપ્તિસ્મા લેવા માટે સભામાં આવવું ખૂબ જરૂરી છે. પણ બની શકે કે આપણા વિદ્યાર્થી માટે સભામાં આવવું અઘરું હોય. શું એવા સમયે દુઃખ જશે, સુખ આવશે પુસ્તક આપણા વિદ્યાર્થીને મદદ કરી શકે? હા. ચાલો જોઈએ.

૧૪. વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપવા શું કરી શકીએ?

૧૪ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૧૦નો ઉપયોગ કરીને વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપી શકીએ. દુઃખ જશે, સુખ આવશે પુસ્તક બહાર પાડતા પહેલાં અમુક અનુભવી ભાઈ-બહેનોને પોતાના વિદ્યાર્થી સાથે પાઠ ૧૦ની ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું. તેઓએ કહ્યું કે એનાથી સારું પરિણામ મળ્યું. વિદ્યાર્થીઓ તરત જ સભામાં આવવા લાગ્યા. પણ પાઠ ૧૦ આવે ત્યાં સુધી રાહ ન જોઈએ. બને એટલું જલદી વિદ્યાર્થીને સભામાં આવવાનું આમંત્રણ આપીએ. દરેક વિદ્યાર્થીના સંજોગો અલગ અલગ હોય છે. એટલે વિદ્યાર્થીને જોઈતી મદદ કરીએ. જો વિદ્યાર્થી તરત સભામાં ન આવે તો નિરાશ ન થઈએ. પણ ધીરજ રાખીએ અને તેને સભામાં આવવાનું ઉત્તેજન આપતા રહીએ.

ડર દૂર કરવા મદદ કરીએ

૧૫. વિદ્યાર્થીને કઈ વાતનો ડર હોઈ શકે?

૧૫ યાદ કરો, તમે અભ્યાસ કરતા હતા ત્યારે તમને કઈ વાતનો ડર સતાવતો હતો? તમને એવો ડર લાગ્યો હશે કે તમારા દોસ્તો કે સગાંવહાલાઓ તમારો વિરોધ કરશે. કદાચ તમને ઘરઘરનો પ્રચાર કરવો અઘરું લાગ્યું હશે. એટલે તમારા વિદ્યાર્થીની લાગણીઓ તમે સમજી શકો છો. કારણ કે તમે પણ એવા સંજોગોથી પસાર થઈ ચૂક્યા છો. ઈસુ જાણતા હતા કે લોકોને એવો ડર સતાવશે. તેમ છતાં તેમણે કહ્યું કે ડરને લીધે યહોવાની સેવા કરવાનું ન છોડીએ. (માથ. ૧૦:૧૬, ૧૭, ૨૭, ૨૮) ઈસુએ શિષ્યોનો ડર દૂર કરવા શું કર્યું? વિદ્યાર્થીનો ડર દૂર કરવા આપણે શું કરી શકીએ?

૧૬. વિદ્યાર્થીને પ્રચાર કરવાનું કઈ રીતે શીખવી શકીએ?

૧૬ પ્રચાર કરવાનું શીખવીએ. ઈસુએ શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે તેઓને ચોક્કસ ડર લાગ્યો હશે. તેઓને મદદ કરવા ઈસુએ તેઓને જણાવ્યું કે કેવા કેવા લોકોને પ્રચાર કરવો જોઈએ અને કઈ રીતે બોલવું જોઈએ. (માથ. ૧૦:૫-૭) આપણે ઈસુ જેવું કઈ રીતે કરી શકીએ? વિદ્યાર્થી ક્યારે પ્રચાર કરી શકે એ જોવા તેને મદદ કરીએ. દાખલા તરીકે, શું તે એવી કોઈ વ્યક્તિને ઓળખે છે જેને બાઇબલમાંથી શીખવાનું ગમી શકે? આપણે તેની સાથે મળીને તૈયારી કરી શકીએ. જરૂર પડે તો દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી “અમુક લોકો કહે છે” અથવા “જો કોઈ પૂછે” વિભાગમાંથી પ્રેક્ટિસ કરી શકીએ. વિદ્યાર્થીને સમજાવીએ કે બીજાઓ સાથે સમજી-વિચારીને અને બાઇબલમાંથી વાત કરે.

૧૭. માથ્થી ૧૦:૧૯, ૨૦, ૨૯-૩૧ની મદદથી વિદ્યાર્થીને યહોવા પર ભરોસો રાખવાનું કઈ રીતે શીખવી શકીએ?

૧૭ યહોવા પર ભરોસો રાખવાનું શીખવીએ. ઈસુએ શિષ્યોને ખાતરી અપાવી કે યહોવા તેઓને પ્રેમ કરે છે એટલે તેઓનો સાથ ક્યારેય નહિ છોડે. (માથ્થી ૧૦:૧૯, ૨૦, ૨૯-૩૧ વાંચો.) આપણે પણ વિદ્યાર્થીને ખાતરી અપાવીએ કે યહોવા તેને પ્રેમ કરે છે એટલે તેની મદદ કરશે. તેણે જે ધ્યેયો રાખ્યા છે એ વિશે સાથે મળીને પ્રાર્થના કરીએ. આમ તે યહોવા પર ભરોસો રાખવાનું શીખશે. પોલૅન્ડમાં રહેતા ફ્રાંચીશેકભાઈ કહે છે, “મારો અભ્યાસ ચલાવનાર ભાઈ ઘણી વાર મારા ધ્યેયો વિશે પ્રાર્થના કરતા. મેં જોયું કે યહોવાએ તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો. એટલે મેં પણ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. નવી નવી નોકરી લાગી ત્યારે મને સભાઓ અને સંમેલન માટે રજા જોઈતી હતી. એટલે મેં યહોવાને પ્રાર્થના કરી. તેમણે મારી પ્રાર્થના સાંભળી અને મને રજા મળી.”

૧૮. ઈશ્વરભક્તો બીજાઓને શીખવવા જે મહેનત કરે છે એ જોઈને યહોવાને કેવું લાગે છે?

૧૮ યહોવા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમ કરે છે અને તેઓની કાળજી રાખે છે. ઈશ્વરભક્તો બીજાઓને શીખવવા ઘણી મહેનત કરે છે માટે યહોવા ઈશ્વરભક્તોને પણ ખૂબ પ્રેમ કરે છે. (યશા. ૫૨:૭) હાલમાં તમારી પાસે કોઈ બાઇબલ અભ્યાસ ન હોય તો શું કરી શકો? તમે બીજાં ભાઈ-બહેનોના બાઇબલ અભ્યાસમાં જઈ શકો. તેઓના વિદ્યાર્થીઓને બાપ્તિસ્મા સુધી પહોંચવા મદદ કરી શકો.

ગીત ૧૪૪ સાંભળો અને બચો

^ ફકરો. 5 આ લેખમાં જોઈશું કે ઈસુએ લોકોને શિષ્યો બનાવવા શું કર્યું. એ પણ જોઈશું કે ઈસુના પગલે ચાલવા આપણે શું કરી શકીએ. આપણે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં આપેલી અમુક બાબતોની પણ ચર્ચા કરીશું. એ પુસ્તક એવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીને બાપ્તિસ્મા તરફ આગળ વધવા મદદ મળી શકે.

^ ફકરો. 7 અમુક ભાઈ-બહેનોના અનુભવો અહીં આપ્યા છે: (૧) યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “બાઇબલ”, “વ્યવહારુ સલાહ” અને “બાઇબલ જીવન સુધારે છે” (ચોકીબુરજ શૃંખલા) વિષયો અથવા (૨) JW લાઇબ્રેરી મિડીયામાં “ઇન્ટરવ્યૂ અને અનુભવ” વિભાગ.

^ ફકરો. 62 ચિત્રની સમજ: એક યુવાનનો અભ્યાસ ચલાવવા ભાઈ તેમના પત્ની સાથે ગયા છે. તે અભ્યાસમાં અલગ અલગ ભાઈઓને પણ લઈ જાય છે.