“ચોકીબુરજ”માં આવતા બીજા લેખો
ઘણાં ભાઈ-બહેનો સભાઓની તૈયારી JW લાઇબ્રેરી એપમાંથી કરે છે. એમાં “મિટીંગ્સ” ટેબ સીધેસીધું ચોકીબુરજના અભ્યાસ લેખ તરફ લઈ જાય છે. જોકે, ચોકીબુરજ અભ્યાસ આવૃત્તિમાં ઘણી વાર બીજા પણ અમુક લેખો હોય છે, જે આપણી શ્રદ્ધા વધારે છે. તમે કેવી રીતે JW લાઇબ્રેરીમાં એ લેખો શોધી શકો અને એમાંથી ફાયદો મેળવી શકો?
ચોકીબુરજના દરેક અભ્યાસ લેખના અંતે આ ગૌણમથાળું છે: “વધારે વાંચવા માટે.” એની નીચે “આ અંકના બીજા લેખો” એવું જોવા મળશે, એના પર ક્લિક કરો. એ તમને “વિષય”માં લઈ જશે, જ્યાં તમે દરેક અભ્યાસ લેખનો વિષય અને નંબર જોઈ શકશો. હવે તમે અભ્યાસ લેખ સિવાયનો જે બીજો લેખ વાંચવા માંગો છો, એના વિષય પર ક્લિક કરો.
JW લાઇબ્રેરીના મુખ્ય પાન પર “નવું નજરાણું” વિભાગમાં ચોકીબુરજનો નવો અંક આવે ત્યારે એને ડાઉનલોડ કરો. પછી એ અંક ખોલીને વિષય વિભાગ પર નજર કરો અને જુઓ કે એમાં કયા કયા લેખ છે, જેથી તમે બધા લેખોથી ફાયદો મેળવી શકો.