સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલના શબ્દો

શું તમારામાં શ્રદ્ધા છે?

શું તમારામાં શ્રદ્ધા છે?

યહોવાને ખુશ કરવા આપણામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. પણ બાઇબલમાં લખ્યું છે કે, “બધા લોકોમાં શ્રદ્ધા હોતી નથી.” (૨ થેસ્સા. ૩:૨) જ્યારે પ્રેરિત પાઉલે એ શબ્દો કહ્યા, ત્યારે તે ‘ક્રૂર અને દુષ્ટ લોકોની’ વાત કરતા હતા, જેઓ તેમની સતાવણી કરતા હતા. જોકે, એવા બીજા પણ ઘણા લોકો છે જેઓમાં શ્રદ્ધા નથી. સર્જનહારે બધું બનાવ્યું છે એના લાખો પુરાવા હોવા છતાં, અમુક લોકો એમાં નથી માનતા. (રોમ. ૧:૨૦) બીજા અમુક લોકો માને છે કે કોઈ પરમ શક્તિ છે. જોકે, ફક્ત એટલું જ માનવાથી યહોવા ખુશ થતા નથી.

આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને જેઓની શ્રદ્ધા પાકી છે તેઓને તે “ઇનામ આપે છે.” (હિબ્રૂ. ૧૧:૬) એવી શ્રદ્ધા કેળવવા આપણને ઈશ્વરની પવિત્ર શક્તિ મદદ કરશે. ઈશ્વરને પ્રાર્થના કરવાથી આપણે પવિત્ર શક્તિ મેળવી શકીએ છીએ. (લૂક ૧૧:૯, ૧૦, ૧૩) પવિત્ર શક્તિ મેળવવાની એક મુખ્ય રીત છે, બાઇબલ વાંચીએ જે ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે. પછી જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરી શકીએ અને શીખેલી વાતો લાગુ પાડી શકીએ. આમ, ઈશ્વરની પવિત્ર શક્તિ આપણા પર કામ કરશે. એ આપણને એવું જીવન જીવવા મદદ કરશે, જેનાથી દેખાઈ આવે કે આપણામાં શ્રદ્ધા છે. એવી શ્રદ્ધાથી યહોવા ખુશ થાય છે.