સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

ઈશ્વરની સહાનુભૂતિ વિશે શાસ્ત્રમાંથી કઈ માહિતી છે?

ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા ત્યારે, ઈશ્વરને તેઓના દુઃખની ફક્ત જાણ જ ન હતી, પરંતુ તેમણે દુઃખ પણ અનુભવ્યું હતું. (નિર્ગ. ૩:૭; યશા. ૬૩:૯) ઈશ્વરે આપણને પોતાના સ્વરૂપમાં બનાવ્યા છે. આપણે પણ સહાનુભૂતિ બતાવી શકીએ છીએ. અમુક વાર આપણને એવું લાગે કે આપણે ઈશ્વરની દયા મેળવવાને લાયક નથી. છતાં, ઈશ્વરના દિલમાં આપણા માટે સહાનુભૂતિ છે.—wp૧૮.૩, પાન ૮-૯.

ઈસુના શિક્ષણની મદદથી લોકો કઈ રીતે પૂર્વગ્રહની લાગણીઓ દૂર કરી શક્યા?

ઈસુના સમયમાં ઘણા યહુદીઓના મનમાં પૂર્વગ્રહની લાગણી હતી. ખ્રિસ્તે નમ્ર બનવા પર ભાર મૂક્યો અને શીખવ્યું કે પોતાની જાતિ પર અભિમાન કરવું ખોટું છે. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ એકબીજાને ભાઈઓ ગણે.—w૧૮.૦૬, પાન ૯-૧૦.

ઈશ્વરે મુસાને વચનના દેશમાં પ્રવેશવા દીધા નહિ એનાથી આપણને શું શીખવા મળે છે?

મુસાનો યહોવા સાથેનો સંબંધ મજબૂત હતો. (પુન. ૩૪:૧૦) વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ પૂરા થવાને આરે હતા. પાણી ન હોવાથી લોકોએ ફરીથી ફરિયાદ કરી. ઈશ્વરે મુસાને ખડક સાથે વાત કરવાનું કહ્યું હતું. એને બદલે, મુસાએ ખડક પર લાકડી મારી. મુસા પર યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો કારણ કે મુસાએ તેમની સૂચનાઓ પાળી ન હતી. ચમત્કારનો શ્રેય યહોવાને આપવાનું મુસા ચૂકી ગયા હતા. (ગણ. ૨૦:૬-૧૨) એનાથી શીખવા મળે છે યહોવાને આજ્ઞા પાળવાનું અને તેમને મહિમા આપવાનું મહત્ત્વ સમજીએ.—w૧૮.૦૭, પાન ૧૩-૧૪.

બહારનો દેખાવ જોઈને કોઈના વિશે અભિપ્રાય બાંધવો કેમ ખોટું છે?

બહારના દેખાવ વિશે આપણા અભિપ્રાયને અસર કરતા આ ત્રણ પાસાં છે: વ્યક્તિની જાતિ કે તેનો દેશ, વ્યક્તિની ધનસંપત્તિ અને વ્યક્તિની ઉંમર. યહોવા કોઈના વિશે પૂર્વગ્રહ રાખતા નથી. આપણે પણ તેમનું અનુકરણ કરીએ, એ મહત્ત્વનું છે. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫)—w૧૮.૦૮, પાન ૮-૧૨.

વૃદ્ધ ભાઈઓ કઈ રીતોથી બીજાઓને મદદ કરી શકે?

જે વૃદ્ધ ભાઈઓની સોંપણી બદલાઈ છે, તેઓને યહોવા હજુ પણ કીમતી ગણે છે અને તેઓ હમણાં પણ બીજાઓને મદદ કરી શકે છે. તેઓ આવી બાબતો કરી શકે: સત્યમાં નથી એવા સાથીને કે ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને મદદ કરવી; બાઇબલ અભ્યાસ ચલાવવો; સેવાકાર્યની અલગ અલગ રીતો અજમાવવી.—w૧૮.૦૯, પાન ૮-૧૧.

આપણી પાસે શીખવવાનાં કયા સાધનો છે?

આપણી પાસે કોન્ટેક્ટ કાર્ડ અને આમંત્રણ પત્રિકા છે. તેમ જ, આઠ પત્રિકાઓ, ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન છે. આ સાધનોમાં પુસ્તિકાઓ, અભ્યાસ માટેના બે પુસ્તકો અને ચાર વીડિયો પણ છે. એમાં બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોનો પણ સમાવેશ થાય છે.—w૧૮.૧૦, પાન ૧૬.

નીતિવચનો ૨૩:૨૩માં કહ્યા પ્રમાણે એક ઈશ્વરભક્ત સત્યને કઈ રીતે ‘ખરીદી’ શકે?

સત્ય માટે આપણે કઈ પૈસા કે દામ ચૂકવતા નથી. પરંતુ, એને મેળવવા માટે આપણે સમય અને શક્તિ આપવાની જરૂર પડે છે.—w૧૮.૧૧, પાન ૪.

હોશીઆ જે રીતે પોતાની પત્ની ગોમેર સાથે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

ગોમેરે ઘણી વખત વ્યભિચાર કર્યો હતો. તેમ છતાં, હોશીઆએ તેને માફ કરી અને લગ્નને ટકાવી રાખ્યા હતા. જીવનસાથી વ્યભિચાર કરે ત્યારે નિર્દોષ સાથી ચાહે તો માફી આપી શકે છે. જો નિર્દોષ વ્યક્તિ પોતાના દોષિત સાથી સાથે જાતીય સંબંધ બાંધે, તો છૂટાછેડા માટે કોઈ કારણ રહેતું નથી.—w૧૮.૧૨, પાન ૧૩.