સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

આપણે અભિષિક્તો સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

આપણે તેઓની શ્રદ્ધાની કદર કરીએ છીએ. પણ આપણે તેઓને વધુ પડતું મહત્ત્વ આપવાથી દૂર રહીશું. આપણે “બીજાઓની વાહ વાહ” કરવાનું ટાળીશું. (યહુ. ૧૬, ફૂટનોટ) તેઓની આશા વિશે આપણે તેઓને સવાલો પૂછીશું નહિ.—w૨૦.૧, પાન ૨૯.

કઈ વાતથી ખાતરી થવી જોઈએ કે યહોવા તમારા પર ધ્યાન આપે છે?

બાઇબલ કહે છે કે તમારા જન્મ પહેલાંથી જ તેમનું ધ્યાન તમારા પર છે. તે તમારી પ્રાર્થનાઓ સાંભળે છે. તમારા દિલમાં શું છે અને તમે શું વિચારો છો, એ તે જાણે છે. તમે સારું કામ કરશો તો તે ખુશ થશે. પણ તમે ખરાબ કામ કરશો તો તેમને દુઃખ થશે. (૧ કાળ. ૨૮:૯; નીતિ. ૨૭:૧૧) યહોવા તમને તેમની પાસે દોરી લાવ્યા છે.—w૨૦.૨, પાન ૧૨.

ક્યારે બોલવું જોઈએ અને ક્યારે નહિ એના દાખલા આપો?

આપણે યહોવા વિશે ખુશીથી વાત કરીએ છીએ. આપણને જોવા મળે કે કોઈ ગંભીર ભૂલ કરવા જઈ રહ્યું છે તો તેને જણાવવું જોઈએ. વડીલોએ પણ જરૂર હોય ત્યારે સલાહ આપવી જોઈએ. પ્રતિબંધ છે એવા દેશોમાં આપણું કામ કઈ રીતે થાય છે એ વિશે કોઈની પાસેથી માહિતી જાણવા (કે કોઈને માહિતી જણાવવા) બોલવું ન જોઈએ. આપણે ખાનગી વાતો જાહેર ન કરવી જોઈએ.—w૨૦.૩, પાન ૨૦-૨૧.

યોએલ બીજા અધ્યાયમાં બતાવેલા તીડો કઈ રીતે પ્રકટીકરણ નવમાં અધ્યાયમાં બતાવેલા તીડોથી અલગ છે?

યોએલ ૨:૨૦-૨૯ કહે છે કે ઈશ્વર તીડોને હાંકી કાઢે છે અને તેઓએ જે નુકસાન કર્યું છે એ તે પાછું ભરપાઈ કરી આપશે. એ પછી ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ રેડી દેશે. ભવિષ્યવાણીના એ ભાગો, બાબેલોને ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે અને પછીથી પૂરા થયા. પ્રકટીકરણ ૯:૧-૧૧માં બતાવેલા તીડો યહોવાના અભિષિક્ત ભક્તોને રજૂ કરે છે. તેઓ દુષ્ટ દુનિયામાં યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરે છે. એટલે એ સંદેશો લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે.—w૨૦.૪, પાન ૩-૬.

આજે ઉત્તરનો રાજા કોણ છે?

રશિયા અને એના મિત્ર દેશો. તેઓએ પ્રચારકામ પર પ્રતિબંધ મૂક્યો છે અને ભાઈ-બહેનોની સતાવણી કરી છે. તેઓ યહોવાના સાક્ષીઓને નફરત કરે છે. ઉત્તરનો રાજા દક્ષિણના રાજા સામે લડે છે.—w૨૦.૫, પાન ૧૩.

શું ગલાતીઓ ૫:૨૨, ૨૩માં આપેલા નવ ગુણોનો જ ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણમાં’ સમાવેશ થાય છે?

ના. પવિત્ર શક્તિ આપણને નેકી જેવા બીજા સારા ગુણો કેળવવા પણ મદદ કરે છે. (એફે. ૫:૮, ૯)—w૨૦.૬, પાન ૧૭.

સોશિયલ મીડિયા પર માહિતી મૂકવામાં કયું એક જોખમ છે?

સોશિયલ મીડિયા પર જે માહિતી મૂકીએ છીએ એનાથી બીજાઓને લાગી શકે કે આપણે નમ્ર નથી પણ બડાઈ મારીએ છીએ.—w૨૦.૭, પાન ૬-૭.

ઈશ્વરભક્તો સારા માછીમાર પાસેથી શું શીખી શકે?

કયા સમયે અને કઈ જગ્યાએ વધુ માછલી મળે એનું તે ધ્યાન રાખે છે. યોગ્ય સાધનો વાપરવાનું તે શીખે છે. અલગ અલગ સંજોગોમાં તે હિંમતથી કામ કરે છે. આપણે પણ ખુશખબર ફેલાવવાના કામમાં એવું કરી શકીએ.—w૨૦.૯, પાન ૫.

વિદ્યાર્થીના દિલમાં ઈશ્વર માટે પ્રેમ વધે માટે કઈ રીતોએ મદદ કરી શકીએ?

આપણે તેઓને દરરોજ બાઇબલ વાંચવાનું અને એના પર મનન કરવાનું ઉત્તેજન આપીએ. આપણે તેઓને પ્રાર્થના કરવાનું શીખવીએ.—w૨૦.૧૧, પાન ૪.

‘ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.’ એમાં કોનો સમાવેશ થાય છે?—૧ કોરીં. ૧૫:૨૨.

પાઊલ એવું કહી રહ્યા ન હતા કે બધા માણસોને ઉઠાડવામાં આવશે. તેમણે જ્યારે કહ્યું કે બધાને જીવતા કરવામાં આવશે ત્યારે તે અભિષિક્તોની વાત કરી રહ્યા હતા. (૧ કોરીં. ૧:૨; ૧૫:૧૮)—w૨૦.૧૨, પાન ૫-૬.

‘છેલ્લું રણશિંગડું વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં બદલાણ થયા’ પછી અભિષિક્તો શું કરશે?—૧ કોરીં. ૧૫:૫૧-૫૩.

અભિષિક્તો પોતાના સેનાપતિ ઈસુની પાછળ પાછળ ચાલશે અને લોઢાના દંડથી પ્રજાઓ પર રાજ કરશે, એટલે કે તેઓના ટુકડેટુકડા કરશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭)—w૨૦.૧૨, પાન ૧૨-૧૩.