સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

જો આપણે સમય કાઢીને યહોવા સાથે વાત કરીશું, તેમનું સાંભળીશું અને તેમના વિશે વિચારીશું તો કેવા ફાયદા થશે?

આપણે સારા નિર્ણય લઈ શકીશું, સારા શિક્ષક બની શકીશું, આપણી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ થશે.—w૨૨.૦૧, પાન ૩૦-૩૧.

યહોવા અને આગેવાની લેતા ભાઈઓ પર ભરોસો કરવો કેમ જરૂરી છે?

એ ખૂબ જરૂરી છે કે આજે આપણે વડીલોનું માર્ગદર્શન પાળીએ. એવું ન વિચારીએ કે, ‘શું ભાઈઓ પોતાનું જ ચલાવી રહ્યા છે?’ માર્ગદર્શન પાળીને બતાવી આપીશું કે આપણને યહોવાની કામ કરવાની રીત પર ભરોસો છે. હમણાં માર્ગદર્શન પાળીશું તો મોટી વિપત્તિમાં પણ પાળી શકીશું. કોઈ માર્ગદર્શન આપણને ધડ-માથા વગરનું લાગે, તોપણ એ પાળી શકીશું.—w૨૨.૦૨, પાન ૪-૬.

દૂતે ઝખાર્યાને કીધું કે લોકો રાજ્યપાલ “ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોશે,” એનો શું અર્થ થતો હતો? (ઝખા. ૪:૮-૧૦)

એ દર્શનથી ઈશ્વરના લોકોને ખાતરી મળી કે ભલે નવું મંદિર ભવ્ય નહિ હોય, પણ એ પૂરું થશે અને યહોવા ચાહે છે એવું જ બનશે.—w૨૨.૦૩, પાન ૧૬-૧૭.

કઈ રીતે ‘બોલવામાં સારો દાખલો’ બેસાડી શકીએ? (૧ તિમો. ૪:૧૨)

આપણે પ્રચારમાં લોકો સાથે પ્રેમથી અને માનથી વાત કરીએ. સભામાં પૂરા દિલથી ગાઈએ. દરેક સભામાં જવાબ આપીએ. સાચું બોલીએ. બીજાઓનું અપમાન થાય એવું નહિ, પણ ઉત્તેજન મળે એવું બોલીએ.—w૨૨.૦૪, પાન ૬-૯.

પ્રકટીકરણ ૧૩:૧, ૨માં જણાવેલું જંગલી જાનવર કેમ દાનિયેલ અધ્યાય ૭માં જણાવેલા ચાર જંગલી જાનવર જેવું દેખાય છે?

પ્રકટીકરણ ૧૩માં જે જંગલી જાનવર વિશે જણાવ્યું છે, એ કોઈ એક સરકારને નથી દર્શાવતું, જેમ કે રોમ. પણ એ જાનવર બધી સરકારોને રજૂ કરે છે, જેઓએ હમણાં સુધી સત્તા ચલાવી છે.—w૨૨.૦૫, પાન ૯.

આપણને યહોવાના ન્યાય પર પૂરો ભરોસો છે એવું કઈ રીતે બતાવી શકીએ?

જો કોઈ એવું કંઈ બોલી બેસે કે કરી બેસે જેનાથી આપણને દુઃખ પહોંચે અથવા આપણી વિરુદ્ધ પાપ કરે, તો આપણે તેમને દિલથી માફ કરીએ. તેમના માટે મનમાં કડવાશ ભરી ન રાખીએ. આપણે બાબતોને યહોવાના હાથમાં સોંપી દઈએ. તે યોગ્ય સમયે બધું ઠીક કરી દેશે.—w૨૨.૦૬, પાન ૧૦-૧૧.

જો એક ભાઈને સભામાં પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તો તેમણે શાનું ધ્યાન રાખવું જોઈએ?

તે પ્રાર્થનામાં ભાઈ-બહેનોને સલાહ નહિ આપે કે કોઈ જાહેરાત નહિ કરે. ખાસ કરીને જો તે શરૂઆતની પ્રાર્થના કરતા હોય, તો તેમણે “ઘણા શબ્દો” બોલવાનું ટાળવું જોઈએ. (માથ. ૬:૭)—w૨૨.૦૭, પાન ૨૪-૨૫.

“જેઓએ દુષ્ટ કામો કર્યાં છે” તેઓને ન્યાય માટે જીવતા કરવામાં આવશે, એનો શું મતલબ થાય? (યોહા. ૫:૨૯)

એનો મતલબ એ નથી કે તેઓએ મરતા પહેલાં જે દુષ્ટ કામો કર્યાં હતાં, એની સજા માટે તેઓને જીવતા કરવામાં આવશે. પણ તેઓને જીવતા કરવામાં આવશે એ પછી તેઓની પરખ થશે અને ધ્યાન આપવામાં આવશે કે શું તેઓ ફેરફાર કરે છે.—w૨૨.૦૯, પાન ૧૭-૧૮.

સપ્ટેમ્બર ૧૯૨૨ના એક મહાસંમેલનમાં ભાઈ જોસેફ એફ. રધરફર્ડે બધાને કયું ઉત્તેજન આપ્યું?

અમેરિકાના સીદાર પોઈન્ટ, ઓહાયોમાં રાખવામાં આવેલા એક મહાસંમેલનમાં ભાઈએ મોટા અવાજે કહ્યું: “રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો!”—w૨૨.૧૦, પાન ૩-૫.

યશાયા અધ્યાય ૩૦માં કઈ ત્રણ રીતો વિશે જણાવ્યું છે, જેના દ્વારા યહોવા આપણને મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા મદદ કરે છે?

આ અધ્યાયમાં જણાવ્યું છે કે યહોવા (૧) આપણી પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે, (૨) આપણને માર્ગદર્શન આપે છે અને (૩) આપણને હમણાં આશીર્વાદ આપે છે તેમજ ભાવિમાં પણ આપશે.—w૨૨.૧૧, પાન ૯.

આપણે કેમ કહી શકીએ કે ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ના શબ્દો જૂના જમાનામાં પૂરા થયા હતા અને ભાવિમાં પણ પૂરા થશે?

દાઉદે જે માહોલ વિશે લખ્યું, એવો માહોલ ઇઝરાયેલમાં ખાસ કરીને સુલેમાનના રાજમાં હતો. ઈસુએ ભાવિમાં આવનાર નવી દુનિયા વિશે જણાવ્યું અને તેમણે કલમ ૧૧ના શબ્દો ટાંક્યા. (માથ. ૫:૫; લૂક ૨૩:૪૩)—w૨૨.૧૨, પાન ૮-૧૦, ૧૪.