સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અનુભવ

અનુભવ

બધા લોકોને કરુણા બતાવીએ

એક દિવસની વાત છે. ન્યૂ ઝીલૅન્ડમાં રહેતાં આપણાં બહેને jw.org પર એક વીડિયો જોયો. એમાં બતાવ્યું હતું કે યહોવાના દિલમાં આપણા માટે કરુણા છે અને તે કરુણા બતાવે પણ છે. (યશા. ૬૩:૭-૯) બહેને શીખેલી વાતો લાગુ પાડવાનું અને બીજાઓને મદદ કરવાનું નક્કી કર્યું. એ જ દિવસે પછીથી તે કરિયાણું ખરીદવા ગયાં. ત્યાં તેમને એક ગરીબ સ્ત્રી મળી. તેની પાસે રહેવા માટે ઘર ન હતું. બહેને તેને કહ્યું કે તે ખાવાનું ખરીદીને તેને આપવા માંગે છે. એ સ્ત્રીએ હા પાડી. બહેન ખાવાનું લઈ આવ્યાં અને એ તકનો ઉપયોગ કરીને તેને યહોવા વિશે જણાવ્યું. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા પણ બતાવી.

એ સ્ત્રી રડવા લાગી. તેણે બહેનને જણાવ્યું કે તેનાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી હતાં. તેઓએ તેને સત્ય શીખવ્યું હતું. પણ તેણે સત્ય છોડી દીધું હતું. હવે તેણે યહોવા પાસે પાછા ફરવું હતું. થોડા દિવસોથી તે મદદ માટે યહોવાને પ્રાર્થના પણ કરતી હતી. બહેને તેને બાઇબલ આપ્યું અને તેની સાથે અભ્યાસની ગોઠવણ કરી. a

આપણે પણ યહોવાનું અનુકરણ કરીને લોકોને કરુણા બતાવી શકીએ. સગાં-વહાલાં અને મંડળનાં ભાઈ-બહેનોને પણ કરુણા બતાવી શકીએ. તક મળે ત્યારે લોકોને ખુશખબર જણાવીને બતાવી શકીએ કે આપણા દિલમાં તેઓ માટે કરુણા છે.

a નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે કઈ રીતે મદદ કરી શકો? એ વિશે જાણવા જૂન ૨૦૨૦, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: ‘મારી તરફ પાછા ફરો.’