અભ્યાસ માટે વિષય
યહોવાના વફાદાર ભક્તો પોતાની માનતા પૂરી કરે છે
ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦ વાંચો અને જાણો કે યિફતા અને તેમની દીકરીના અહેવાલમાંથી માનતા પૂરી કરવા વિશે શું શીખી શકો.
આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. વફાદાર ઇઝરાયેલીઓ માટે યહોવા આગળ લીધેલી માનતા પૂરી કરવી કેટલી મહત્ત્વની હતી? (ગણ. ૩૦:૨) યિફતા અને તેમની દીકરીએ કઈ રીતે બતાવ્યું કે તેઓને યહોવામાં શ્રદ્ધા હતી?—ન્યા. ૧૧:૯-૧૧, ૧૯-૨૪, ૩૬.
બનાવમાં ઊંડા ઊતરો. યિફતાએ યહોવા આગળ કઈ માનતા લીધી અને તે શું કહેવા માંગતા હતા? (w૧૬.૦૪ ૭ ¶૧૨) યિફતાની માનતા પૂરી કરવા તેમણે અને તેમની દીકરીએ કઈ બાબતો જતી કરી? (w૧૬.૦૪ ૭-૮ ¶૧૪-૧૬) આજે ઈશ્વરભક્તો કદાચ કઈ કઈ માનતા લે છે?—w૧૭.૦૪ ૫-૮ ¶૧૦-૧૯.
તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો:
-
‘સમર્પણ વખતે આપેલા વચન પ્રમાણે જીવવા મારે શું કરવું જોઈએ?’ (w૨૦.૦૩ ૧૩ ¶૨૦)
-
‘વધારે સારી રીતે યહોવાની સેવા કરવા હું શું જતું કરી શકું?’
-
‘લગ્નસાથીને આપેલું વચન નિભાવવા હું શું કરી શકું?’ (માથ. ૧૯:૫, ૬; એફે. ૫:૨૮-૩૩)