સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ માટે સૂચનો

વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ માટે સૂચનો

આપણે સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં બીજાઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ. આપણે એકલા એકલા અને કુટુંબ સાથે મળીને પણ યહોવાની ભક્તિ કરીએ છીએ. વ્યક્તિગત અભ્યાસ અને કુટુંબ તરીકેની ભક્તિ માટે અહીં અમુક સૂચનો આપ્યાં છે:

  • સભાઓની તૈયારી કરો. તમે ગીતોની પ્રૅક્ટિસ પણ કરી શકો. કુટુંબમાં એકબીજાને મદદ કરો, જેથી દરેક જણ એક જવાબ તૈયાર કરી શકે.

  • બાઇબલનો કોઈ અહેવાલ વાંચો. પછી એ બનાવનું ચિત્ર દોરો અથવા એ બનાવમાંથી જે શીખ્યા એ લખી લો.

  • બાઇબલમાં આપેલી કોઈ પ્રાર્થના વાંચો અને એના પર વિચાર કરો. પછી ચર્ચા કરો કે એનાથી તમને વધારે સારી રીતે પ્રાર્થના કરવા કઈ રીતે મદદ મળી શકે.

  • jw.org પર કોઈ વીડિયો જુઓ. પછી બીજાઓ સાથે એની ચર્ચા કરો અથવા વીડિયોમાંથી જે શીખ્યા એ વિશે એકાદ ફકરો લખો.

  • પ્રચારમાં શું કહેવું એની તૈયારી કરો. પ્રૅક્ટિસ કરવા કદાચ એક સભ્ય પ્રચારક બની શકે અને બીજું ઘરમાલિક.

  • યહોવાએ રચેલી સૃષ્ટિ નિહાળો અને એના પર મનન કરો અથવા ચર્ચા કરો કે એમાંથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું. a

a માર્ચ ૨૦૨૩, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ.”