સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?

યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?

ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) આ હકીકત યહોવા સાથેના આપણા સંબંધને પણ લાગુ પડે છે. કઈ રીતે? યહોવાએ આપણને ઘણી બધી ભેટો આપી છે, જેનાથી આપણને ખુશી મળે છે. પરંતુ, યહોવાને ભેટ આપીને આપણે વધારે ખુશી મેળવી શકીએ છીએ. યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ? નીતિવચનો ૩:૯ કહે છે: ‘તારી ધન-સંપત્તિથી યહોવાને આદર આપ.’ ‘ધન-સંપત્તિમાં’ આપણાં સમય, આવડત, શક્તિ અને માલમિલકતનો સમાવેશ થાય છે. સાચી ભક્તિને ટેકો આપવા આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, આપણે યહોવાને ભેટ આપીએ છીએ. એમ કરવાથી આપણને ઘણી ખુશી મળે છે.

યહોવાને ભેટ આપવામાં આપણે કદી પાછા ન પડીએ. પ્રેરિત પાઊલે કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું હતું કે દાન માટે “કંઈક બાજુ પર રાખી મૂકવું.” (૧ કોરીં. ૧૬:૨) તમારા વિસ્તારમાં દાન આપવાની ગોઠવણ વિશે વધુ જાણકારી મેળવવા શું કરી શકો? નીચે આપેલું બૉક્સ જુઓ.

દરેક દેશમાં ઓનલાઇન દાન આપવાની વ્યવસ્થા નથી. દાન આપવાની કેટલીક બીજી રીતો વિશેની માહિતી ડોનેશન વેબ પેજ પર મળશે. કેટલાક દેશોમાં, એ વેબ પેજ પર દાન વિશે વારંવાર પૂછાતા સવાલો પણ જોવા મળશે.