ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૯

આ અંકમાં ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–ફેબ્રુઆરી ૨, ૨૦૨૦ માટેના અભ્યાસ લેખો છે.

અંત આવે એ પહેલાં મિત્રો સાથે ગાઢ સંબંધ કેળવીએ

આપણે યિર્મેયાના દાખલા પરથી ઘણું શીખી શકીએ છીએ. યરૂશાલેમનો વિનાશ થવાનો હતો. એવા અઘરા સંજોગો માટે તૈયાર થવા તેમના પાકા મિત્રોએ તેમને ઘણી મદદ કરી હતી.

પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળે છે?

મુશ્કેલીઓનો સામનો કરવા પવિત્ર શક્તિથી મદદ મળે છે. પવિત્ર શક્તિનો પૂરેપૂરો ફાયદો મેળવવા આપણે ચાર બાબતો કરવી જોઈએ.

“શ્રદ્ધાની મોટી ઢાલ” મજબૂત પકડી રાખો!

આપણી શ્રદ્ધા ઢાલ જેવું કામ કરે છે અને આપણું રક્ષણ કરે છે. આપણી શ્રદ્ધાની ઢાલ બરાબર કામ કરે છે કે નહિ, એની તપાસ કરવા આપણે શું કરી શકીએ?

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

યહોવાએ પ્રાચીન ઇઝરાયેલને જે નિયમો આપ્યા હતા, એ લેવીય પુસ્તકમાં છે. હવે આપણે એ નિયમો પાળતા નથી. પણ એ નિયમોથી આપણે હજુ પણ ફાયદો મેળવી શકીએ છીએ.

‘તમે જે કામ શરૂ કર્યું, એ કામ પૂરું કરો’

સારા નિર્ણયો લઈએ તોપણ એ કામ પૂરું કરવું કદાચ આપણને અઘરું લાગે. જે કામ શરૂ કર્યું હોય એને પૂરું કરવા મદદ કરે એવાં પગલાં જોઈએ.

શું તમે જાણો છો?

બાઇબલ સમયમાં કારભારીઓ કયું કામ કરતા હતા?