સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

અભ્યાસ માટે સારો માહોલ પસંદ કરો

અભ્યાસ માટે સારો માહોલ પસંદ કરો

શું તમે વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા માંગો છો? એમ હોય તો નીચે આપેલાં સૂચનો લાગુ પાડો:

  • સારી જગ્યા પસંદ કરો. જો શક્ય હોય તો એવી જગ્યા પસંદ કરો, જ્યાં પૂરતો પ્રકાશ હોય અને બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય. તમે ચાહો તો ટેબલ-ખુરશી પર બેસીને અથવા બહાર કોઈ જગ્યાએ જઈને અભ્યાસ કરી શકો.

  • એકાંત શોધો. ઈસુ ‘વહેલી સવારે એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના’ કરતા હતા. (માર્ક ૧:૩૫) જો તમારા માટે એકાંતમાં અભ્યાસ કરવો શક્ય ન હોય, તો તમે તમારાં કુટુંબીજનો અથવા સાથે રહેતા સભ્યોને તમારા અભ્યાસનો સમય જણાવી શકો. તમે તેઓને વિનંતી કરી શકો કે એ સમય દરમિયાન તમને ખલેલ ન પહોંચાડે.

  • ધ્યાન ભટકવા ન દો. જો તમે અભ્યાસ માટે ફોન કે ટેબ્લેટ વાપરતા હો, તો એને એવા મોડ પર મૂકો જેથી તમને ખલેલ ન પહોંચે અથવા એવું સેટિંગ કરો જેથી તમને કોઈ ફોન કે મેસેજ ન આવે. જો તમારું ધ્યાન ભટકવા લાગે તો ઊભા થઈને કમર સીધી કરો અથવા થોડું ચાલો. અભ્યાસની વચ્ચે તમને કોઈ કામ યાદ આવે તો એને લખી લો અને અભ્યાસ પછી એને પૂરું કરો.