ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૧૮
આ અંકમાં એપ્રિલ ૨-૨૯, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.
નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો
આ વફાદાર વ્યક્તિઓએ પણ આપણી જેમ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વફાદાર રહેવા તેઓને ક્યાંથી મદદ મળી?
શું તમે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાને ઓળખો છો?
આ વ્યક્તિઓ કઈ રીતે સર્વશક્તિમાન ઈશ્વરને ઓળખી શક્યા? એ જ્ઞાનથી તેઓને કેવી મદદ મળી? આપણે તેઓ જેવી શ્રદ્ધા કેવી રીતે કેળવી શકીએ?
જીવન સફર
યહોવા માટે બધું જ શક્ય છે
કિર્ગિઝસ્તાનમાં બસમાં સાંભળેલા અમુક રસપ્રદ શબ્દોથી એક યુગલનું જીવન બદલાયું.
ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?
બાઇબલમાં ‘ઈશ્વરની શક્તિથી દોરવાયેલા માણસના’ ગુણો બતાવ્યા છે. વધુમાં, ‘દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસથી’ તે કઈ રીતે અલગ પડે છે, એ પણ બતાવ્યું છે.
ઈશ્વરની શક્તિથી દોરવાયેલા તરીકે પ્રગતિ કરો!
જરૂરી નથી કે બાઇબલના જ્ઞાનથી તમે ભક્તિમાં મજબૂત થશો. બીજા શાની જરૂર પડી શકે?
આનંદ—ઈશ્વર તરફથી મળતો ગુણ
રોજબરોજની કસોટીઓથી તમારો આનંદ છીનવાઈ જતો હોય, તો એને પાછો મેળવવા તમે શું કરી શકો?
આપણો ઇતિહાસ
જાહેર પ્રવચનોથી ફેલાઈ આયર્લૅન્ડમાં ખુશખબર
સી. ટી. રસેલને શેનાથી ખાતરી થઈ કે ખેતરો “કાપણી માટે તૈયાર છે”?