સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બસ એક સ્માઈલ!

બસ એક સ્માઈલ!

ફિલિપાઇન્સના બગુઆ શહેરની આ વાત છે. એ વિસ્તાર વેપારધંધા માટે જાણીતો છે. ત્યાં રસ્તા પરથી બે છોકરીઓ પસાર થઈ રહી હતી. બાજુમાં જ જાહેર પ્રચાર માટે ટ્રોલી મૂકી હતી અને આપણાં હેલનબહેન ત્યાં ઊભાં હતાં. તેમણે એ બે છોકરીઓને સરસ મોટી સ્માઈલ આપી. એ બે છોકરીઓએ ટ્રોલી પર તો બહુ ધ્યાન આપ્યું નહિ, પણ હેલનબહેનની સ્માઈલ તેઓનાં દિલને સ્પર્શી ગઈ.

પછીથી એ બંને છોકરીઓ બસમાં બેસીને ઘરે જતી હતી. રસ્તામાં તેઓની નજર એક પ્રાર્થનાઘર પર પડી, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું jw.org. તેઓને તરત યાદ આવ્યું કે આવું જ કંઈક પેલી ટ્રોલી પર પણ લખ્યું હતું. તે બંને છોકરીઓ બસમાંથી ઊતરી અને પ્રાર્થનાઘર પાસે ગઈ. પ્રાર્થનાઘરની બહાર અલગ-અલગ મંડળોના સભાનો સમય લખ્યો હતો. તેઓ એનો સમય જોવા લાગી.

એ બંને છોકરીઓ એજ અઠવાડિયે એક સભામાં આવી. તમને ખબર છે પ્રાર્થનાઘરમાં પગ મૂકતાં જ તેમને કોણ દેખાયું? હેલનબહેન! તેઓ હેલનબહેનને તરત ઓળખી ગઈ. તેમની સરસ સ્માઈલ તેઓને હજી યાદ હતી. પણ હેલનબહેને કહ્યું “તેઓને જોઈને મારા ધબકારા વધી ગયા. મને થયું ચોક્કસ મેં કંઈ ગરબડ કરી છે.” પણ એ બંને છોકરીઓ હેલનબહેન પાસે આવી અને જણાવ્યું કે કઈ વાત તેઓનાં દિલને સ્પર્શી ગઈ હતી.

બંને છોકરીઓને આપણી સભા ખૂબ ગમી. તેઓને ભાઈ-બહેનો સાથે વાતચીત કરવામાં ખૂબ મજા આવી. તેઓને લાગ્યું કે જાણે વર્ષોથી તેઓ આ ભાઈ-બહેનોને ઓળખે છે. સભા પછી જ્યારે બધાં સાફ-સફાઈ કરતા હતાં ત્યારે, એ જોઈને તેઓએ પૂછ્યું: “શું અમે પણ મદદ કરી શકીએ?” સમય જતાં, એક છોકરી વિદેશ જતી રહી, પણ બીજી છોકરી સભામાં આવવા લાગી અને તેણે બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો. તમે જાણો છો આ બધું કેમ બન્યું? બસ એક સ્માઈલના લીધે!