સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વેબસાઇટ વાપરવા માટે સૂચન

વેબસાઇટ વાપરવા માટે સૂચન

મુખ્ય પેજ પર આવેલા લેખ કઈ રીતે શોધી શકો?

jw.org વેબસાઇટના મુખ્ય પેજ પર અલગ અલગ લેખો આવે છે. ઘણાં ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે પ્રચારમાં એ લેખો બહુ કામ આવે છે. એને સહેલાઈથી બીજાઓના ફોન કે ટેબ્લેટ પર મોકલી શકાય છે. ઘણી વાર એ લેખોમાં સમજાવ્યું હોય છે કે હાલની ઘટનાઓથી કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થાય છે. એક ભાઈએ લખ્યું કે મુખ્ય પેજના લેખો “આજકાલ પ્રચારમાં એકદમ અસરકારક છે.”

મુખ્ય પેજના લેખો બદલાતા રહે છે. એટલે કોઈ જૂનો લેખ જોઈતો હોય તો તમે એ કઈ રીતે શોધી શકો?

  • jw.org/gu પર જાઓ અને મુખ્ય પેજ પર “વધુ જુઓ” લિંક પર ક્લિક કરો. આ લિંક તમને “તાજેતરમાં મુખ્ય પેજ પર આવેલા લેખો અને વીડિયો” પેજ પર લઈ જશે. અહીં તમને એવા ઘણા લેખો જોવા મળશે જે મુખ્ય પેજ પર આવ્યા હતા.

  • jw.org/gu કે JW લાઇબ્રેરીમાં જાઓ. પછી “લાઇબ્રેરી” પર ક્લિક કરો. પછી “લેખો” પર ક્લિક કરો. એમાં “બીજા વિષયો” પર ક્લિક કરો. આ વિભાગમાં તમને એવા ઘણા લેખો જોવા મળશે જે મુખ્ય પેજ પર આવ્યા હતા.