ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૮

આ અંકમાં એપ્રિલ ૩૦–જૂન ૩, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી

બાપ્તિસ્મા વિશે બાઇબલ શું કહે છે? બાપ્તિસ્મા લેતા પહેલા વ્યક્તિએ કયાં પગલાં ભરવાં જોઈએ? પોતાનાં બાળકો અને વિદ્યાર્થીઓને શીખવતી વખતે શા માટે શિક્ષકે બાપ્તિસ્માનો ધ્યેય રાખવો જોઈએ?

માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?

બાળકો બાપ્તિસ્મા લે એ પહેલા ઈશ્વરભક્ત શેની ખાતરી કરશે?

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે યહોવાના સાક્ષીઓ પ્રેરિત પાઊલને ચિત્રમાં ટાલવાળા કે પછી ઓછા વાળવાળા બતાવે છે?

મહેમાનગતિ બતાવવાથી મળતો આનંદ

એકબીજાને મહેમાનગતિ બતાવવા વિશે બાઇબલ ઈશ્વરભક્તોને શું કરવાનું જણાવે છે?મહેમાનગતિ બતાવવાની આપણી પાસે કઈ રીતો છે? મહેમાનગતિ બતાવતા રોકે એવી બાબતોને કઈ રીતે ટાળી શકીએ?

જીવન સફર

યહોવાએ ક્યારેય મને નિષ્ફળ થવા દીધી નથી!

એરિકા નેરેર બ્રાઇટે નિયમિત પાયોનિયર, ખાસ પાયોનિયર અને મિશનરી તરીકે સેવા આપી હતી. તે યાદ કરે છે કે ઘણાં વર્ષોની વફાદારીની સેવામાં કઈ રીતે યહોવાએ તેમને નિભાવી રાખ્યાં, શક્તિ આપી અને પોતાના હાથથી તેમને પકડી રાખ્યાં.

શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો

અગાઉ ઈશ્વરે આપેલી શિસ્તમાંથી આપણે શું શીખી શકીએ? શિસ્ત આપીએ ત્યારે આપણે યહોવાના દાખલાને કઈ રીતે અનુસરી શકીએ?

‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’

પોતાને શિસ્ત આપવા વિશે કઈ રીતે યહોવા આપણને શીખવે છે? મંડળમાંથી આપણને શિસ્ત મળે, તો એનો કઈ રીતે લાભ લઈ શકીએ?