સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧૧

બાઇબલનો અભ્યાસ મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે

બાઇબલનો અભ્યાસ મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે

‘ઈશ્વર તમને ધીરજ ધરવા મદદ કરે.’—રોમ. ૧૫:૫.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

ઝલક *

૧. યહોવાના લોકોને કઈ મુશ્કેલીઓ સહેવી પડે છે?

શું તમે મુશ્કેલીઓના પહાડ નીચે દબાઈ ગયા છો? કદાચ મંડળમાંથી કોઈ ભાઈ કે બહેને તમારા દિલને ઠેસ પહોંચાડી છે. (યાકૂ. ૩:૨) તમે યહોવાના સાક્ષી છો એટલે સ્કૂલમાં કે નોકરી પર લોકો તમારી મજાક ઉડાવે છે. (૧ પિત. ૪:૩, ૪) અથવા તમારા કુટુંબના લોકો તમને સભા કે પ્રચારમાં જવાથી રોકે છે. (માથ. ૧૦:૩૫, ૩૬) જ્યારે આવી મોટી મુશ્કેલીઓ આવી પડે ત્યારે આપણે હિંમત હારી બેસીએ છીએ. પણ ભૂલીએ નહિ, ભલે ગમે એવી મુશ્કેલી હોય યહોવા સારો નિર્ણય લેવા બુદ્ધિ આપશે અને મુશ્કેલી સહેવા હિંમત આપશે.

૨. રોમનો ૧૫:૪ પ્રમાણે બાઇબલ વાંચવાથી કેવા ફાયદા થશે?

યહોવાએ એવા લોકો વિશે બાઇબલમાં લખાવ્યું છે જેઓએ ધીરજથી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. શા માટે? કારણ કે એનાથી આપણને શીખવા મળે છે. યહોવાએ પ્રેરિત પાઉલ પાસે પણ એ વિશે લખાવ્યું હતું. (રોમનો ૧૫:૪ વાંચો.) એ વાંચીને આપણને દિલાસો અને આશા મળે છે. પણ એટલું જ પૂરતું નથી. આપણે જે વાંચીએ એની આપણાં વિચારો અને લાગણીઓને અસર થવી જોઈએ. આપણને મુશ્કેલીઓમાં મદદ મળી શકે માટે શું કરી શકીએ. આપણને આ ચાર બાબતો મદદ કરશે: (પ્રાર્થના કરીએ, () કલ્પના કરીએ, () મનન કરીએ અને () શીખેલી વાતો લાગુ પાડીએ. આ લેખમાં જોઈશું કે એ રીતનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ. * એ પણ જોઈશું કે એવી રીતે અભ્યાસ કરવાથી દાઉદ રાજા અને પ્રેરિત પાઉલના જીવનમાંથી શું શીખી શકીએ.

૧. પ્રાર્થના કરીએ

બાઇબલ વાંચતા પહેલાં યહોવા પાસે મદદ માંગીએ, જેથી જે વાંચીએ એનાથી ફાયદો મેળવી શકીએ (ફકરો ૩ જુઓ)

૩. (ક) બાઇબલ વાંચતા પહેલાં શું કરવું જોઈએ? (ખ) એમ કરવાથી કેવો ફાયદો થશે?

(પ્રાર્થના કરીએ. બાઇબલ વાંચતા પહેલાં યહોવાને પ્રાર્થના કરીએ. જે વાંચીએ છીએ એનાથી ફાયદો મળે માટે યહોવા પાસે મદદ માંગીએ. દાખલા તરીકે, તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. એ માટે તમે બાઇબલ સિદ્ધાંત શોધી રહ્યા છો. એ શોધવા પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો.—ફિલિ. ૪:૬, ૭; યાકૂ. ૧:૫.

૨. કલ્પના કરીએ

જે વ્યક્તિ વિશે વાંચી રહ્યા હોઈએ તેના વિશે કલ્પના કરીએ (ફકરો ૪ જુઓ)

૪. બાઇબલમાં આપેલી વ્યક્તિઓનું મનમાં ચિત્ર બનાવવા શું કરવું જોઈએ?

(કલ્પના કરીએ. યહોવાએ આપણને મનમાં કલ્પના કરવાની એક અદ્‍ભુત ભેટ આપી છે. આપણે જે પણ વ્યક્તિ વિશે વાંચીએ, એ વિશે મનમાં કલ્પના કરી શકીએ છીએ. તે કેવી દેખાય છે, તે શું કરી રહી છે, તેની આસપાસ શું થઈ રહ્યું છે અને તે કેવી લાગણી અનુભવી રહી છે. એમ કરવાથી એ વ્યક્તિનું મનમાં ચિત્ર ઊભું થાય છે.

૩. મનન કરીએ

જે વાંચ્યું એના પર વિચારીએ અને જોઈએ કે એમાંથી કઈ રીતે ફાયદો મેળવી શકીએ (ફકરો ૫ જુઓ)

૫. (ક) મનન કરવાનો શું અર્થ થાય? (ખ) આપણે કઈ રીતે મનન કરી શકીએ?

(મનન કરીએ. મનન કરવાનો અર્થ થાય કે આપણે જે વાંચીએ છીએ, એના પર ધ્યાનથી વિચાર કરીએ. એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ માહિતીથી કઈ રીતે ફાયદો લઈ શકીએ. દાખલા તરીકે, કોઈ વિષય પર આપણે અમુક માહિતી જાણતા હોઈશું. અભ્યાસ કરવાથી આપણને એ વિષય પર નવી માહિતી મળે છે. પણ મનન કરવાથી આપણે એ બંને માહિતીને જોડી શકીશું અને વધારે સારી સમજણ મેળવી શકીશું. પણ મનન ન કરીએ તો શું થશે? એ તો જાણે એવું થશે કે આપણે રસોઈ બનાવવા બધી સામગ્રી ભેગી કરીએ છીએ, પણ એને રાંધતા નથી. પણ મનન કરીએ છીએ ત્યારે જાણે સામગ્રીને ભેગી કરીને રાંધીએ છીએ અને એમાંથી એક સરસ મજાની વાનગી બને છે. મનન કરતી વખતે આવા સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘બાઇબલના અહેવાલમાં આપેલા ઈશ્વરભક્તે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો? યહોવાએ તેમને કઈ રીતે મદદ કરી? મારી મુશ્કેલીઓનો સામનો કરવા એ ઈશ્વરભક્તના દાખલામાંથી શું શીખવા મળે છે?’

૪. શીખેલી વાતો લાગુ પાડીએ

એનાથી ખરો નિર્ણય લઈ શકીશું, મનની શાંતિ મળશે અને શ્રદ્ધા મજબૂત થશે (ફકરો ૬ જુઓ)

૬. શીખેલી વાતોને જીવનમાં કેમ લાગુ પાડવી જોઈએ?

(શીખેલી વાતો લાગુ પાડીએ. ઈસુએ કહ્યું હતું કે જે કોઈ શીખેલી વાતોને લાગુ નથી પાડતો, તે એવા માણસ જેવો છે જેણે પોતાનું ઘર રેતી પર બનાવ્યું છે. જ્યારે તોફાન અને પૂર આવશે ત્યારે તેનું ઘર પડી ભાંગશે. તેણે ઘર બનાવવા જે પણ મહેનત કરી છે, એની પર પાણી ફરી વળશે. (માથ. ૭:૨૪-૨૭) એવી જ રીતે, આપણે પ્રાર્થના કરીએ, કલ્પના કરીએ અને મનન કરીએ, પણ શીખેલી વાતો લાગુ ન પાડીએ તો આપણી બધી મહેનત પાણીમાં જશે. જેમ કે, મુશ્કેલીઓ કે સતાવણીમાં કદાચ આપણી શ્રદ્ધા નબળી પડી જાય. પણ જો શીખેલી વાતોને લાગુ પાડીશું, તો આપણે ખરા નિર્ણયો લઈ શકીશું, આપણને મનની શાંતિ મળશે અને આપણી શ્રદ્ધા મજબૂત થશે. (યશા. ૪૮:૧૭, ૧૮) ચાલો આપણે આ ચાર બાબતોની મદદથી દાઉદ રાજાના જીવનમાં ડોકિયું કરીએ અને એમાંથી શીખીએ.

દાઉદ રાજા પાસેથી શું શીખી શકીએ?

૭. આપણે કોના દાખલા પર ચર્ચા કરીશું?

શું તમારા કોઈ દોસ્ત કે સગાં-વહાલાંએ તમારો ભરોસો તોડ્યો છે? શું તેઓએ તમારા દિલને ઠેસ પહોંચાડી છે? જો એમ હોય તો દાઉદ રાજાના દાખલા પર ધ્યાન આપો. તેમના દીકરા આબ્શાલોમે તેમને દગો દીધો અને તેમની રાજગાદી છીનવી લેવાની કોશિશ કરી.—૨ શમુ. ૧૫:૫-૧૪, ૩૧; ૧૮:૬-૧૪.

૮. તમે યહોવા પાસેથી મદદ મેળવવા શું કરી શકો?

(પ્રાર્થના કરો. એ અહેવાલ મનમાં રાખીને યહોવા સામે દિલ રેડી દો. તમારા દિલ પર લાગેલા ઘા વિશે તેમને જણાવો. (ગીત. ૬:૬-૯) તમે કોઈ બાઇબલ સિદ્ધાંતો શોધવા યહોવા પાસે મદદ માંગો, જેની મદદથી એ મુશ્કેલીનો સામનો કરી શકશો.

૯. દાઉદ અને આબ્શાલોમ વચ્ચે જે બન્યું એ વિશે ટૂંકમાં જણાવો.

(કલ્પના કરો. દાઉદ રાજા સાથે જે બન્યું એની કલ્પના કરો. આબ્શાલોમ વર્ષોથી લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરતો હતો. (૨ શમુ. ૧૫:૭) પછી તેણે લાગ જોઈને આખા ઇઝરાયેલમાં જાસૂસો મોકલ્યા, જેથી લોકો આબ્શાલોમને રાજા તરીકે સ્વીકારવા તૈયાર થાય. આબ્શાલોમે દાઉદના ખાસ મિત્ર અને સલાહકાર અહીથોફેલને પણ પોતાની તરફ કરી લીધો. પછી તે રાજા બની બેઠો અને એની જાહેરાત પણ કરી દીધી. અરે, તેણે તો દાઉદ રાજાને મારવાનું કાવતરું પણ ઘડ્યું. એ સમયે દાઉદ રાજા ઘણા બીમાર હતા. (ગીત. ૪૧:૧-૯) દાઉદ રાજાને એ કાવતરાની ખબર પડી ત્યારે તે યરૂશાલેમથી ભાગી ગયા. પછી આબ્શાલોમની સેના અને દાઉદ રાજાના માણસો વચ્ચે લડાઈ થઈ. એમાં આબ્શાલોમની હાર થઈ અને તેને મારી નાખવામાં આવ્યો.

૧૦. મુશ્કેલ સંજોગોમાં દાઉદે શું ન કર્યું?

૧૦ જરા વિચારો, દાઉદને કેવું લાગ્યું હશે. તે પોતાના દીકરા આબ્શાલોમને ખૂબ પ્રેમ કરતા હતા. તે અહીથોફેલ પર ઘણો ભરોસો કરતા હતા. પર બંનેએ દાઉદની પીઠમાં ખંજર ભોંક્યું, તેમને દગો દીધો. તેઓ દાઉદને મારી નાખવા માંગતા હતા. પણ શું એના લીધે દાઉદનો બીજા મિત્રો પરથી ભરોસો ઊઠી ગયો? શું તેમણે શંકા કરી તેઓ પણ આબ્શાલોમ સાથે મળી ગયા છે? શું તેમણે ફક્ત પોતાનો જ વિચાર કર્યો અને પોતાનો જીવ બચાવીને ભાગી ગયા? શું તે નિરાશ થઈ ગયા અને હાથ પર હાથ ધરીને બેસી રહ્યા? ના. તેમણે એવું કંઈ પણ ન કર્યું. તેમણે પોતાની મુશ્કેલીઓનો સામનો કર્યો. તે એવું કંઈ રીતે કરી શક્યા? ચાલો જોઈએ.

૧૧. દાઉદે પોતાની મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કર્યો?

૧૧ () મનન કરો. દાઉદે પોતાની મુશ્કેલીઓનો સામનો કરવા શું કર્યું એનો વિચાર કરો. દાઉદ ડરી ગયા નહિ, તેમણે ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભર્યું નહિ અથવા હિંમત હારી ગયા નહિ. પણ તેમણે યહોવાની મદદ લીધી અને મિત્રોનો સાથ લીધો. પછી તેમણે સમજી-વિચારીને નિર્ણય લીધો અને તરત પગલાં ભર્યાં. દાઉદનું દિલ દુઃખી હતું, પણ તેમણે મનમાં કડવાશ ભરી રાખી નહિ. તેમણે યહોવા અને બીજા મિત્રો પર ભરોસો કર્યો.

૧૨. યહોવાએ દાઉદનું કઈ રીતે રક્ષણ કર્યું?

૧૨ યહોવાએ દાઉદની કઈ રીતે મદદ કરી એ વિશે સાહિત્યમાંથી સંશોધન કરીએ. એમ કરીશું તો ખબર પડશે કે યહોવાએ દાઉદને મુશ્કેલીઓ સહેવા હિંમત આપી. (ગીત. ૩:૧-૮) તેમણે દાઉદના નિર્ણયોને આશીર્વાદ આપ્યો. દાઉદનું રક્ષણ કરવા તેમના માણસો આબ્શાલોમની સેના સાથે લડી રહ્યા હતા. એ સમયે યહોવાએ તેમને સાથ આપ્યો.

૧૩. દાઉદને પગલે ચાલવા તમે શું કરી શકો? (માથ્થી ૧૮:૧૫-૧૭)

૧૩ () શીખેલી વાતો લાગુ પાડો. પોતાને પૂછો: ‘દાઉદના પગલે ચાલવા હું શું કરી શકું?’ મુશ્કેલીનો હલ લાવવા તરત પગલાં ભરો. માથ્થી ૧૮મા અધ્યાયમાં ઈસુએ આપેલી સલાહ પાળો. (માથ્થી ૧૮:૧૫-૧૭ વાંચો.) પણ ગુસ્સામાં આવીને ઉતાવળે કોઈ નિર્ણય ન લો. એના બદલે, યહોવા પાસે મદદ માંગો કે તમે મન શાંત રાખી શકો અને સમજી-વિચારીને નિર્ણય લઈ શકો. એટલું જ નહિ, મિત્રો પર ભરોસો કરવાનું છોડશો નહિ અને તેમની મદદ લેતા રહો. (નીતિ. ૧૭:૧૭) સૌથી મહત્ત્વનું તો બાઇબલમાં આપેલી યહોવાની સલાહ પાળો.—નીતિ. ૩:૫, ૬.

પાઉલ પાસેથી શું શીખી શકીએ?

૧૪. કેવા સંજોગોમાં ૨ તિમોથી ૧:૧૨-૧૬; ૪:૬-૧૧, ૧૭-૨૨ વાંચવાથી હિંમત મળશે?

૧૪ શું તમારા કુટુંબના સભ્યો તમારો વિરોધ કરે છે? શું તમે એવા દેશમાં રહો છો જ્યાં આપણા કામ પર અમુક રોક ટોક છે કે પૂરેપૂરો પ્રતિબંધ છે? જો એમ હોય તો ૨ તિમોથી ૧:૧૨-૧૬; ૪:૬-૧૧, ૧૭-૨૨ * વાંચવાથી તમારી હિંમત વધશે. તમને ખબર છે, આ પત્ર પાઉલે ક્યારે લખ્યો હતો? તે જેલમાં હતા ત્યારે લખ્યો હતો.

૧૫. તમે યહોવાને શાના વિશે પ્રાર્થના કરી શકો?

૧૫ (પ્રાર્થના કરો. એ કલમો વાંચતા પહેલાં યહોવાને પોતાની મુશ્કેલીઓ વિશે જણાવો. તેમની આગળ દિલ ઠાલવી દો. પછી યહોવાને કહો કે એ કલમોમાંથી બાઇબલ સિદ્ધાંતો શોધવા મદદ કરે, જેનાથી તમે મુશ્કેલીઓનો હલ લાવી શકો.

૧૬. પાઉલના સંજોગો વિશે ટૂંકમાં જણાવો.

૧૬ (કલ્પના કરો. પાઉલ કેવા સંજોગોમાં હશે એની કલ્પના કરો. તે રોમની જેલમાં કેદ હતા, સાંકળોથી બંધાયેલા હતા. તેમને પહેલાં પણ જેલ થઈ હતી, પણ આ વખતે તેમને ખબર હતી કે તેમને મારી નાખવામાં આવશે. આટલું ઓછું હોય એમ, તેમના અમુક દોસ્તોએ તેમનાથી મોં ફેરવી લીધું હતું અને તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું.—૨ તિમો. ૧:૧૫.

૧૭. પાઉલે શું ન વિચાર્યું?

૧૭ શું પાઊલે એવું વિચાર્યું કે “ઈસુના શિષ્ય બનવાને લીધે મારે કેટલું સહેવું પડે છે, મારે જેલમાં જવું પડે છે”? ના, તેમણે એવું વિચાર્યું નહિ. એશિયાના જે ભાઈઓ તેમને છોડીને જતા રહ્યા હતા, તેઓ માટે મનમાં કડવાશ ભરી રાખી નહિ. તે તો બીજા દોસ્તો પર ભરોસો કરતા રહ્યા. તેમને ખાતરી હતી કે યહોવા એ માટે તેમને ચોક્કસ ઇનામ આપશે. તે શા માટે એવો ભરોસો રાખી શક્યા?

૧૮. પાઉલે મુશ્કેલીનો સામનો કઈ રીતે કર્યો?

૧૮ (મનન કરો. પાઉલે મુશ્કેલીનો સામનો કરવા શું કર્યું એનો વિચાર કરો. પાઉલના માથે મોતની તલવાર લટકતી હતી. એવા સમયે પણ તેમણે યહોવાનો મહિમા કરવામાં મન લગાડ્યું. તેમણે પોતાનો નહિ, પણ બીજાઓનો વિચાર કર્યો. તેમણે બીજાઓને ઉત્તેજન આપવા મહેનત કરી. તે યહોવાને પ્રાર્થના કરતા રહ્યા અને તેમની પર આધાર રાખ્યો. (૨ તિમો. ૧:૩) અમુક લોકો પાઉલને છોડીને જતા રહ્યા હતા. પાઉલને ચોક્કસ દુઃખ થયું હશે, પણ તે એ દુઃખમાં ડૂબી ન ગયા. એના બદલે જે ભાઈ-બહેનોએ તેમને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો તેઓનો આભાર માન્યો. તે શાસ્ત્રનો અભ્યાસ કરતા રહ્યા. (૨ તિમો. ૩:૧૬, ૧૭; ૪:૧૩) સૌથી મહત્ત્વનું તો, તેમને ખાતરી હતી કે યહોવા અને ઈસુ તેમને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તેમનો સાથ ક્યારેય નહિ છોડે અને તેમની વફાદારીનું ચોક્કસ ઇનામ આપશે.

૧૯. યહોવાએ પાઉલની કઈ રીતે મદદ કરી?

૧૯ યહોવાએ પાઉલને અગાઉથી જણાવ્યું હતું કે તે ઈસુના શિષ્ય બનશે ત્યારે અમુક મુશ્કેલીનો સામનો કરવો પડશે. (પ્રે.કા. ૨૧:૧૧-૧૩) એ મુશ્કેલીમાં યહોવાએ તેમને કઈ રીતે મદદ કરી? યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને સમય જતાં મુશ્કેલીઓ સહેવા તેમને તાકાત આપી. (૨ તિમો. ૪:૧૭) યહોવાએ ખાતરી અપાવી કે પાઉલને પોતાની મહેનતનું ઈનામ મળશે. એટલું જ નહિ, યહોવાએ વફાદાર દોસ્તો દ્વારા પાઉલને મદદ આપી.

૨૦. (ક) રોમનો ૮:૩૮, ૩૯ પ્રમાણે પાઉલને કઈ વાતની ખાતરી હતી? (ખ) તમે કઈ રીતે તેમના પગલે ચાલી શકો?

૨૦ () શીખેલી વાતો લાગુ પાડો. આ સવાલનો વિચાર કરો, ‘હું કઈ રીતે પાઉલને પગલે ચાલી શકું?’ પાઉલની જેમ બધાની સતાવણી થશે અને શ્રદ્ધાની કસોટી થશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) એવા સમયે યહોવાને વફાદાર રહેવા પ્રાર્થના કરો. તેમના પર ભરોસો રાખો અને બાઇબલનો અભ્યાસ કરો. એક વાત ભૂલશો નહિ કે, યહોવાનો મહિમા થાય એ સૌથી મહત્ત્વનું છે. ખાતરી રાખો કે યહોવા તમને એકલા છોડી દેશે નહિ. કોઈ પણ વસ્તુ તેમના પ્રેમથી તમને અલગ પાડી શકશે નહિ.—રોમનો ૮:૩૮, ૩૯ વાંચો; હિબ્રૂ. ૧૩:૫, ૬.

બીજા ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખીએ

૨૧. એયાબહેન અને હેક્ટરભાઈ કઈ રીતે હિંમત મેળવી શક્યાં?

૨૧ બાઇબલમાં બીજા ઈશ્વરભક્તોના દાખલામાંથી શીખવાથી પણ આપણને ફાયદો થાય છે. એની મદદથી અઘરા સંજોગો સહેવા હિંમત મળશે. ચાલો એયાબહેનનો અનુભવ જોઈએ. તે જાપાનમાં રહે છે અને એક પાયોનિયર છે. તેમને જાહેરમાં ખુશખબર ફેલાવવાનો ડર લાગતો હતો. પણ બાઇબલમાંથી યૂના વિશે વાંચીને તે પોતાનો ડર દૂર કરી શક્યાં. ઇન્ડોનેશિયામાં હેક્ટર નામના એક યુવાન ભાઈ રહે છે. તેમનાં મમ્મી-પપ્પા સત્યમાં નથી. પણ બાઇબલમાંથી રૂથ વિશે વાંચીને તે યહોવા વિશે શીખવા લાગ્યા અને તેમની સેવા કરવા લાગ્યા.

૨૨. (ક) ઈશ્વરભક્તો વિશે વધુ જાણકારી ક્યાંથી મળી શકે? (ખ) એમાંથી ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ?

૨૨ બાઇબલમાં આપેલા ઈશ્વરભક્તો વિશે વધુ જાણકારી ક્યાંથી મળી શકે? આપણા વીડિયો, નાટકીય બાઇબલ વાંચન અને “તેઓની શ્રદ્ધાને પગલે ચાલો” શૃંખલામાં વધુ જાણવા મળશે. * એ બધાનો ઉપયોગ કરો એ પહેલાં યહોવાને પ્રાર્થના કરો. એ વિશે તમારા દિલની લાગણીઓ જણાવો. તમને ક્યાં મદદની જરૂર છે એ પણ જણાવો. પછી એ ઈશ્વરભક્ત વિશે કલ્પના કરો. તેમના સંજોગો કેવા હતા, તે કેવું વિચારતા હતા, તેમની લાગણીઓ કેવી હતી એનો વિચાર કરો. મનન કરો કે તેમણે કઈ રીતે એ સંજોગોનો સામનો કર્યો અને યહોવાએ કઈ રીતે તેમને મદદ કરી. પછી તમે જે શીખ્યા એ જીવનમાં લાગુ કરો. યહોવાએ તમારા માટે જે કર્યું છે એ માટે તેમનો આભાર માનો. બીજાઓને પણ એમ કરવા મદદ કરો.

૨૩. યશાયા ૪૧:૧૦, ૧૩માં યહોવાએ કયું વચન આપ્યું છે?

૨૩ આપણે શેતાનની દુષ્ટ દુનિયામાં રહીએ છીએ, એટલે ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર આપણે મૂંઝાય જઈએ છે કે શું કરીએ ને શું ન કરીએ. (૨ તિમો. ૩:૧) કેટલીક વાર ડરની લાગણી આપણા પર હાવી થઈ જાય છે. યહોવા સારી રીતે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે. તે આપણને મદદ કરશે. તેમણે વચન આપ્યું છે કે તે જમણા હાથથી આપણને પકડી રાખશે અને મજબૂત કરશે. (યશાયા ૪૧:૧૦, ૧૩ વાંચો.) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણી પડખે છે અને આપણને મદદ કરશે. તે બાઇબલ દ્વારા આપણને હિંમત આપે છે. ગમે એવી મોટી મુશ્કેલી હોય આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાની મદદથી આપણે એ પાર કરી શકીશું.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

^ ફકરો. 5 બાઇબલમાં ઘણા ઈશ્વરભક્તો વિશે લખવામાં આવ્યું છે. એમાંથી જાણવા મળે છે કે યહોવા પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે. યહોવા તેઓને દરેક મુશ્કેલીઓમાં મદદ કરવા તૈયાર હોય છે. આ લેખમાં આપણે બાઇબલનો જાતે અભ્યાસ કરવાની એક રીત જોઈશું. આપણે શીખીશું કે એ રીતે અભ્યાસ કરવાથી કેવો ફાયદો થાય છે.

^ ફકરો. 2 આ લેખમાં બાઇબલનો અભ્યાસ કરવાની એક રીત આપી છે. એની બીજી રીતો માટે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા પુસ્તકમાં બાઇબલ વિષય નીચે આપેલું આ મથાળું જુઓ: “બાઇબલ વાંચવું અને સમજવું.”

^ ફકરો. 14 એ કલમો મંડળમાં ચોકીબુરજ અભ્યાસ દરમિયાન વાંચવી નહિ.

^ ફકરો. 22 jw.org પર “તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—બાઇબલ સમયના ઈશ્વરભક્તો” જુઓ. (શાસ્ત્રનું શિક્ષણ > ઈશ્વરમાં શ્રદ્ધા વિભાગમાં જાઓ.)