સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ટેક્સ્ટ મૅસેજ માટેની ઍપનો કેમ સમજી-વિચારીને ઉપયોગ કરવો જોઈએ?

અમુક યહોવાના સાક્ષી પોતાનાં સગાં-વહાલાં અને મંડળના દોસ્તોની ખબરઅંતર પૂછવા મૅસેજ માટેની ઍપનો ઉપયોગ કરે છે. આમ કરતી વખતે સમજુ યહોવાનો સાક્ષી આ સલાહને જરૂર માનશે, “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે, પણ ભોળો માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો ભોગવે છે.”—નીતિ. ૨૭:૧૨.

યહોવા આપણને જોખમમાંથી બચાવવા માંગે છે. એટલે તેમણે સલાહ આપી છે કે આપણે એવા લોકો સાથે ન હળીએ-મળીએ, જેઓ મંડળમાં ભાગલા પાડે છે, બહિષ્કૃત છે અથવા સત્યની વિરુદ્ધ બોલે છે. (રોમ. ૧૬:૧૭; ૧ કોરીં. ૫:૧૧; ૨ યોહા. ૧૦, ૧૧) મંડળનાં અમુક ભાઈ-બહેનો કે મંડળમાં આવતા અમુક લોકોનું ચાલચલણ ઠીક ન હોય. (૨ તિમો. ૨:૨૦, ૨૧) એટલે કોઈની સાથે દોસ્તી કરતા પહેલાં એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મૅસેજ માટેની ઍપથી એ જાણવું અઘરું હોય છે કે કોની સાથે દોસ્તી કરવી અને કોની સાથે ન કરવી.

અમુક ગ્રૂપમાં ઘણા બધા લોકો હોય છે. એવે સમયે એમાં સમજી-વિચારીને આપણે જોડાવું જોઈએ. કારણ કે, અમુક ભાઈ-બહેનો એવા ગ્રૂપમાં જોડાવાને લીધે મુશ્કેલીમાં આવી પડ્યા છે. એક ગ્રૂપમાં ઘણા બધા લોકો હોય ત્યારે આપણે બધાને ઓળખતા નથી. આપણે એ જાણી શકતા નથી કે તેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવે છે કે નહિ. ગીત. ૨૬:૪ કહે છે, “હું કપટી માણસોની દોસ્તી રાખતો નથી અને ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.” એટલે એવા લોકોથી બચવા આપણે ફક્ત ઓળખીતાઓને જ મૅસેજ મોકલીએ.

ભલે ગ્રૂપ નાનું હોય તોપણ આપણે ધ્યાન રાખીએ. આપણે મૅસેજ વાંચવામાં અને એનો જવાબ આપવામાં કેટલો સમય આપીએ છીએ એનું પણ ધ્યાન રાખીએ. એની સાથે આપણે એ પણ ધ્યાન આપીએ કે ગ્રૂપમાં કેવી વાતો થઈ રહી છે. દરેક મૅસેજનો જવાબ આપવામાં આપણે બહુ સમય ન કાઢીએ. જેમ પાઉલે કહ્યું હતું કે અમુક લોકોને ‘નિંદા કરવી અને બીજા લોકોના જીવનમાં માથું મારવાની’ આદત હોય છે. (૧ તિમો. ૫:૧૩) અમુક લોકો મૅસેજ મોકલતી વખતે એવું કરે છે.

એક સમજુ વ્યક્તિ ભાઈ-બહેનો વિશે ખોટી અફવાઓ નહિ ફેલાવે કે તેઓની ખાનગી વાત જાહેર નહિ કરે. (ગીત. ૧૫:૩; નીતિ. ૨૦:૧૯) જો બીજું કોઈ એવો મૅસેજ મોકલે તો તે એને વાંચશે નહિ. તે એવી ખબરોને પણ ધ્યાન નહિ આપે, જેમાં મરચું-મીઠું ભભરાવેલું હોય. કારણ કે એ સાચું છે કે નહિ એની ખાતરી હોતી નથી. (એફે. ૪:૨૫) આપણા માટે ફક્ત jw.org વેબસાઇટ અને દર મહિને JW બ્રૉડકાસ્ટિંગ તરફથી મળતી માહિતી પૂરતી છે. કેમકે એમાં આવતી ખબરો સાચી હોય છે અને બાઇબલ વિશેની જાણકારી પર ભરોસો રાખી શકીએ છીએ.

અમુક ભાઈ-બહેનો મૅસેજથી લે-વેચનો ધંધો કરે છે. તેઓ મૅસેજથી પોતાની વસ્તુઓની જાહેરાત કરે છે અને બીજાઓને નોકરી પર રાખે છે. એ બધી ધંધાની વાતો છે અને એને ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી. આપણને સલાહ આપવામાં આવી છે કે “જીવનમાં પૈસાનો મોહ ન રાખો.” એટલે એક વ્યક્તિ પૈસા કમાવવાના હેતુથી ભાઈ-બહેનો સાથે હળશે-મળશે નહિ.—હિબ્રૂ. ૧૩:૫.

કોઈ ભાઈ કે બહેનને અથવા રાહત કામમાં મદદ કરવા ગ્રૂપ બનાવીને પૈસા ઉઘરાવવા શું યોગ્ય છે? ખરું કે એ કરવા પાછળનો આપણો ઇરાદો સારો છે. આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ અને મુશ્કેલ ઘડીઓમાં તેમને મદદ કરવા માગીએ છીએ. (યાકૂ. ૨:૧૫, ૧૬) પણ શાખા કચેરી અને મંડળના વડીલો એ માટે દાન ભેગું કરવાની ગોઠવણ કરે છે. જો આપણે એવું ગ્રૂપ બનાવીને દાન ઉઘરાવીએ, તો શાખા કચેરી અને વડીલોની ગોઠવણને આડે આવીએ છીએ. (૧ તિમો. ૫:૩, ૪, ૯, ૧૦, ૧૬) આપણે એવું કોઈ કામ કરવા નથી માંગતા, જેનાથી લાગે કે ભાઈ-બહેનો માટે ગોઠવણ કરવાની જવાબદારી આપણને સોંપવામાં આવી છે.

આપણે ચાહીએ છીએ કે આપણા દરેક કામથી યહોવાનો મહિમા થાય. (૧ કોરીં. ૧૦:૩૧) એટલે મૅસેજ માટેની ઍપ કે બીજી ટૅક્નોલૉજી વાપરતી વખતે ધ્યાન રાખીએ કે એમાં કયું જોખમ છે અને એનાથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ.