ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૧૮
આ અંકમાં જુલાઈ ૯–ઑગસ્ટ ૫, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.
જીવન સફર
પહેલાં હતા ખાલી હાથ, આજે છે અઢળક આશીર્વાદ
સેમ્યુલ હર્ડના જીવનમાં શરૂઆતમાં કોઈ માલમિલકત ન હતી, પણ આજે તેમની પાસે ભક્તિના અઢળક આશીર્વાદો છે, જેની તેમણે કલ્પના પણ કરી ન હતી.
શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?
ખરાબ દુનિયામાં જીવતા હોવાથી આપણે મનની શાંતિ મેળવવા સખત મહેનત કરવી જોઈએ. ઈશ્વરનો શબ્દ આપણને મદદ કરી શકે છે.
‘ધીરજ રાખીને ફળ આપનારાઓને’ યહોવા પ્રેમ કરે છે
લોકો સાંભળતા ન હોય એવા વિસ્તારમાં સેવાકાર્ય કરવાથી આપણે નિરાશ થઈ જઈ શકીએ. છતાં, આપણે બધા સેવાકાર્યમાં સફળ થઈ શકીએ છીએ.
આપણે શા માટે ‘ઘણાં ફળ આપતા રહેવું જોઈએ?’
સેવાકાર્ય કરવા પાછળનું કારણ મનમાં રાખવું મહત્ત્વનું છે.
તમારા દુશ્મનને ઓળખો
આપણે શેતાનની તાકાત અને તેની લાલચોથી અજાણ નથી.
યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો
આપણે બધા ભક્તિની એક લડાઈ લડી રહ્યા છીએ. ખાસ કરીને, યુવાનોએ વધારે લડવું પડે છે. પરંતુ, યુદ્ધ માટે તેઓ પોતાને તૈયાર કરે છે.
ફસલ તો ઘણી છે!
યુક્રેઇનના એક વિસ્તારમાં ચારમાંથી એક વ્યક્તિ યહોવાની સાક્ષી છે!